હવે આનાથી વધારે કળિયુગ ક્યાં શોધવા જવાનું, અર્થીને ખંભો આપવા માટે સબંધીઓ કર્યો ઇનકાર, દીકરીઓએ પુરુ કર્યું કામ

કોરોના વાયરસે આખા વિશ્વમાં આતંક મચાવ્યો છે. આ મહામારીમાં દરેકે પોતાનાં કોઈને કોઈ પ્રિયજન ગુમાવ્યાં છે. વાયરસે ઘણા પરિવારનો વેર વિખેર કરી નાખ્યા છે. પહેલી લહેરમાં વાયરસ મોટી ઉંમરના લોકો અને ગંભીર બિમારીથી પીડાતા લોકોને પોતાનો શિકાર બનાવતો હતો પરંતુ હવે બાળકો અને યુવાનોને પણ તેની જપેટમાં લઈ રહ્યો છે. સ્થિતિ એટલી ખરાબ બની છે કે અમુક જગ્યાએ તો આખાને આખા પરિવારો સાફ થઈ ગયા છે. આ વચ્ચે એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને જોઈને તમારું હ્રદય કંપી જશે.

image source

મળતી માહિતી મુજબ વાયરસની જપેટમાં આવતાં બે દીકરીઓનાં એક પિતાનું નિધન થયું હતું. પિતાંને અંતિમ વિદાય આપવા માટે બંને દીકરીઓએ તેમનાં સંબંધીઓની મદદ માંગી હતી. પરંતુ કોઈ તેમની સાથે અંતિમ યાત્રામાં આવવા રાજી હતું નહીં. બધાએ મોઢું ફેરવી લેતા અંતિમ યાત્રામાં આવવાનો ઈનકાર કર્યો હતો. આ પછી બંને દીકરીઓ સાથે મળીને પિતાની અર્થીને કાંધો આપ્યો હતો. દીકરો ન હોવાનાં કારણે સબંધીઓની મદદ માંગી પરંતુ દીકરા તરીકેની ફરજ દીકરીઓએ બજાવી પડી હતી. બન્ને દીકરીઓએ અશ્રુભીની આંખે પિતાના અંતિમ સંસ્કાર કર્યા હતા.

image source

આ વિશે વિગતે વાત કરીએ તો જાણવા આ કરુણ ઘટના ઉત્તરપ્રદેશમાંથી સામે આવી છે. ઉત્તર પ્રદેશનાં સોનભદ્ર જિલ્લાના દુદ્ધી ગામમાં આ પરિવાર રહેતો હતો. મૃત્યુ પામેલાં આ માણસનું નામ ઉમાશંકર તિવારી છે અને તે નાનકડાં ગામમાં પેઈન્ટરનું કામ કરતો હતો. તેની ઉંમર 65 વર્ષ છે. તેમની પત્નીનું નામ સરોજાદેવી છે અને તેમને બે દીકરીઓ છે એક સપના અને બીજી રત્ના. ગામવાસીઓએ આ અંગે જણાવ્યું હતું કે ઉમાશંકર તિવારી 8 મહિના પહેલા એક દુર્ઘટનામાં ઘાયલ થયા હતા અને છેલ્લાં 8 મહિનાથી પથારીવશ હતા. આ એક મુશ્કેલી તેઓ જેલી રહ્યાં હતાં ત્યાં અચાનક તેમની તબિયત બગડી. આ દરમિયાન રિપોર્ટમાં સામે આવ્યું કે તેમને કોરોના સંક્રમણ લાગી ચુક્યું છે.

image source

આ પછી તેમની તબિયત વધારે લથડતાં હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી જ્યાં તેમણે રવિવાર સવારે સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. ઉમાશંકરના નિધન બાદ બે દીકરીઓ તેમજ પત્નીની હાલત રડી રડી અને ખરાબ થઇ ગઈ હતી. પરિવારમાં દીકરો ન હોવાથી પિતાંના મોત બાદ તેમનાં સગા સંબંધીઓને અંતિમ સંસ્કાર કરવા માટે બંને દીકરીઓએ કહ્યું હતું પણ કોઈ આ કોરોનાકાળમાં મદદ માટે આવ્યું નહીં. આ અંગે ડોકટરોએ કહ્યું હતું કે તેમણે આ કોરોનાકાળમાં એવા ઘણાં કેસ જોયાં છે જ્યાં સબંધીઓ કે પરિવારનાં વ્યક્તિનું મોત થઈ ગયાં બાદ અંતિમ વિધિ માટે પણ કોઈ આવ્યાં ન હતા. આજે એવો સમય આવ્યો છે જ્યાં માણસના મૃત્યુંબાદ પોતાના પરિવારના હાથે અંતિમ સંસ્કાર પણ થઈ શકતાં નથી.

image source

જાણવા મળ્યું છે કે આ પછી જમાઈ ઓમપ્રકાશ મિશ્રની કહેવા પર ડોક્ટર રાકેશ તિવારીએ RSS કાર્યકર્તા સૌરભ સિંહ અને મિથિલેશ તિવારીને તેમની જવાબદારી સોંપી હતી. RSS કાર્યકરોએ એમ્બ્યુલન્સ દ્વારા અંત્યેષ્ઠી સ્થળ સુધી મૃતદેહ પહોંચાડ્યો હતો. સબંધીઓ ન આવતાં આખરે તેમની બંને દીકરીઓએ અંતિમસંસ્કારની વિધિ પૂરી કરી હતી. રત્ના અને સપનાએ પિતાની અર્થીને ખંભો આપ્યો અને સ્મશાનઘાટ પર નાની દીકરી સપનાએ મુખાગ્નિ આપી હતી. આવી સ્થિતિમાં સોનભદ્ર જિલ્લામાં RSS કાર્યકરો અંતિમ સંસ્કારમાં જરુરી તમામ મદદ કરે છે. કોરોના કહેરમાં લોકો એટલાં ડરી રહ્યાં છે કે મદદ માટે પણ આવવા તૈયાર નથી.