મેચ દરમિયાન રોહિત દોડીને ગયો અને વિરાટને આપી એક સલાહ, પછી આખું ગામ ભારતની જીત જોતું રહ્યું

તાજેતરમા એક પછી એક ક્રિકેટ મેચ રમાઇ રહી છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે હાલમા જ મેચ પૂરી થઈ છે. આ મેચમા ભારતીય ક્રિકેટ ટીમે ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટી -20 શ્રેણીને 3-2થી જીતી લીધી હતી. ટીમ ઈન્ડિયાએ સતત બે મેચ જીત્યા બાદ ટ્રોફી જીતી હતી. આ મેચમા ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને રોહિત શર્માએ મળીને ભારતને શાનદાર વિજય અપાવ્યો તેવુ જોવા મળ્યુ હતુ. આ બન્નેએ માત્ર બેટિંગ જ નહીં, પણ કેપ્ટનશીપમા સારી ભાગીદારી બતાવી હતી.

image source

આ પાંચમી ટી-20 મેચ વિશે વધારે વાત કરીએ તો ભારત ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતર્યું હતું. આ દરમિયાન 20 ઓવરમાં 2 વિકેટે અને 224 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. રોહિત શર્મા અને વિરાટ કોહલીએ બેટિંગની શરૂઆતમાં 94 રન જોડ્યા હતા. વિરાટે અણનમ 80 રન બનાવ્યા, જ્યારે રોહિતે 64 રનની ઇનિંગ્સ રમી. બેટિંગ બાદ જ્યારે ટીમ ફિલ્ડિંગમાં ઉતરવા આવી ત્યારે રોહિત અને વિરાટની જોડી અહીં પણ જોરદાર મેચ રમી હતી.

image source

આ વચ્ચે જ્યારે રોહિતે વિરાટને પોતાનો નિર્ણય બદલવા કહ્યું તે સમયે ઇંગ્લેન્ડની ઇનિંગ્સની 18મી ઓવર ફેંકવાની હતી. આ સમયે વિરાટે બોલ શાર્દુલ ઠાકુરને આપ્યો હતો. આ જોતાં જ રોહિત વિરાટ કોહલી પાસે તરત જ દોડી આવ્યો અને કહ્યું કે આ ઓવર ભુવનેશ્વરને આપવામાં આવે. રોહિતની આ વાત પછી જોવા મળ્યું હતું કે કેપ્ટન કોહલીએ પોતાનાં પાર્ટનર સાથે સંમત થઈને શાર્દુલથી ભૂવનેશ્વરને બોલ આપ્યો.

image source

જો કે આમ કર્યા પછી જોવા મળ્યું હતું કે આ ઓવરમાં બોલ ઝાકળથી હોવાને કારણે તેણે સતત બે વાઈડ બોલ ફેક્યા હતાં. આ પછી પણ સારી વાત એ હતી કે તે ઓવરમાં માત્ર 7 રન આપ્યા હતા. ત્યારબાદ શાર્દુલ ઇનિંગની છેલ્લી ઓવર માટે આવ્યો હતો અને આમાં તેણે 3 છગ્ગા લગાવ્યા હતા અને ઇંગ્લેન્ડની ટીમને 20 ઓવર મળી હતી.

image source

જાણકારોનું આ અંગે કહેવું હતું કે જો આવું 18મી ઓવરમાં થયું હોત, તો ઇંગ્લેન્ડની ટીમ પણ મેચમાં વાપસી કરી શકે તેમ હતી. આ સિવાય વાત કરીએ જો રન બનાવવાની તો શાર્દુલે 4 ઓવરમાં 45 રન બનાવ્યા હતા જ્યારે ભુવનેશ્વરે 4 ઓવરનો ક્વોટા પૂરો કરીને માત્ર 15 રન કર્યા હતા. હાલમાં રોહિત અને વિરાટની ભાગીદારી ટીમ ઈન્ડિયા માટે ફાયદાકારક દેખાઈ રહી છે. સૌ વિરાટ કોહલીએ માનેલી રોહિતની વાતને યોગ્ય નિર્ણય કહી રહ્યાં છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!