Site icon News Gujarat

ભારતમાં આ વર્ષે પડશે જીવલેણ ગરમી, વૈજ્ઞાનિકોએ શોધમાં આપ્યા ડરામણા સંકેત

વૈજ્ઞાનિકોએ શોધમાં દાવો કર્યો છે કે આ વર્ષે ભીષણ ગરમીના કારણે ભારતના ખાદ્યાન્ન ઉત્પાદન કરનારા મોટા ક્ષેત્ર પર પણ અસર થશે. ભારે ગરમીના કારણે કામ કરવામાં તકલીફ થશે અને સાથે આ ગરમી જીવલેણ સાબિત થઈ શકે છે.

image source

દેશમાં એક તરફ જ્યાં કોરોનાનો ખતરો છે ત્યાં અન્ય તરફ ગરમી પણ વધી રહી છે. શોધકર્તાના અનુસાર આ વર્ષે ભયંકર ગરમી પડશે અને સાથે દક્ષિણ એશિયાઈ દેશમાં લૂની અસર અનુભવાશે. સાથે જ પ્રકોપ પણ જોવા મળશે. અમેરિકા સ્થિત ઓક રિજ નેશનલ લેબોરેટરી સહિત અનેક સંસ્થાઓના વૈજ્ઞાનિકોએ શોધમાં દાવો કર્યો છે કે આ વર્ષે ભીષણ ગરમીના કારણે ભારતના ખાદ્યાન્ન ઉત્પાદન કરનારા મોટા દેશો પર પણ અસર થશે. ભયાનક ગરમીના કારણે કામ કરવામાં મુશ્કેલી આવી શકે છે. એટલું નહીં આ વખતે ભયંકર ગરમીમાં કામ કરવું અસુરક્ષિત રહેશે.

image source

શોધમાં કહેવાયું છે કે ગરમીના કારણે જે જગ્યાઓએ કામમાં તકલીફ આવી શકે તેમ છે તેમાં ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ પણ સામેલ છે આ જગ્યાઓની સાથે સાથે તટીય વિસ્તારોમાં કોલકત્તા, મુંબઈ અને હૈદરાબાદ જેવા શહેરી વિસ્તારો પણ સામેલ છે. અહીં ગરમીના કારણે કામ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

image source

આ શોધમાં દાવો કરાયો છે કે દક્ષિણ એશિયાના દેશોમાં સંકટ દર વર્ષે ગહેરાઈ રહ્યું છે એવામાં જો કોઈ મોટા ખતરાથી બચવું છે તો તાપમાનમાં વૃદ્ધિના નિયંત્રણ કરવાની કોશિશ પર ભાર મૂકવાનો છે. જ્યાં સુધી તાપમાનને નિયંત્રિત નહીં કરાય ત્યાં સુધી આ રીતના ખતરાને વેચી શકાશે નહીં. હાલની સ્થિતિ જોતાં દક્ષિણ એશિયાઈ દેશને આ દિશામાં આજે જ કામ કરવાની જરૂર છે. આ કામમાં મોડું થશે તો તે ખતરનાક થઈ શકે છે.

તાપમાનમાં 1.5 થી 2 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે ખતરનાક

image source

શોધ અનુસાર આ સમયે જે રીતનું તાપમાન જોવા મળી રહ્યું છે તે રીતે તાપમાનમાં 1.5થી 2 ડિગ્રી સુધીનો વધારો થઈ શકે છે. તેની અનેક વિસ્તારોમાં ગંભીર અસર થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version