વેસ્ટમાંથી બેસ્ટ બનાવી જાણ્યું 22 વર્ષીય આ એરિયલે: શોપિંગ બેગમાંથી બનાવ્યા હાઈ ફેશન આઉટફિટ્સ, જાણો તો ખરા કેવી રીતે આ આઇડિયા આવ્યો

દોસ્તો, જીવનમાં બેસ્ટનું વેસ્ટ કરનારા ઘણા જડી આવે પણ વેસ્ટમાંથી બેસ્ટ કરનારા વીરલા જ હોય. વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની વાતો ઘણા લોકો કરતા હોય છે સામાન્ય રીતે ઘરમાં કોઇપણ વસ્તુ કામ ન આવે એટલે લોકો કચરામાં ફેંકી દે છે. પણ, વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવી શકાય છે.તમે શોપિંગ બેગનો ઉપયોગ કેવી રીતે ફેશનેબલ કપડાં બનાવવા કરી શકો છો તે 22 વર્ષની એક સ્ટુડન્ટ એરિયલ પાસેથી શીખી શકો છો. એરિયલ યુનિવર્સીટી ઓફ કેલિફોર્નિયાની સ્ટુડન્ટ છે. તેણે ઘરમાં પડેલી નકામી સ્ટોર બેગ્સના ઉપયોગથી કપડાં બનાવ્યા. આધુનિક યુગમાં મોટાભાગના કામો યંત્રો આધારિત થઇ ગયા છે ત્યારે મહેનત કરવી કોઈને ગમતી નથી તે હકિકત છે.

સિંગ યુઝ પ્લાસ્ટિક એટલે શું?

image source

પર્યાવરણ સમિતિના સભ્યોના જણાવ્યા પ્રમાણે, ભારતમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકની કોઈ ઓફિશીયલ લેન્ગવેજ નથી. સિંગલ યુઝ પ્લાસ્ટિક હેઠળ કઈ વસ્તુઓ આવશે તે પણ હજુ નક્કી નથી. યુરોપમાં આપવામાં આવેલી વ્યાખ્યા પ્રમાણે, પ્લાસ્ટિકમાંથી બનાવાયેલી એવી વસ્તુઓ કે જેનો એક વખત ઉપયોગ કરીને આપણે ફેંકી દઈએ છીએ, જેનાથી પર્યાવરણને નુકસાન થાય છે તેને સિંગલ યુઝ પ્લાસ્ટિક કહેવામાં આવે છે.

image source

પ્લાસ્ટિકને પેટ્રો કેમિકલ્સથી તૈયાર કરવામાં આવે છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક કોઈ પણ પોલીમર (એચડીપીઈ, પીપી, પીએસ, પીઈટી)થી બની શકે છે. જેનો ઉપયોગ  ફાસ્ટ ફુડ પેકિંગમાં, બોટલ સ્ટ્રો, થર્મોકોલ પ્લેટ અને ગ્લાસ બનાવવામાં કરવામાં આવે છે.

image source

પર્યાવરણ પર વધી રહેલા ખતરાંને ધ્યાનમાં રાખીને પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવવાનો સરકારે નિર્ણય લીધો છે. આ જ કારણથી માર્કેટમાં પ્લાસ્ટિકની જગ્યાએ હવે ડિઝાઇનર પેપર બેગ અથવા તો પેપર કૈરી બેગ ની ડિમાન્ડ વધી ગઇ છે. પેપર બેગ પર્યાવરણ માટે સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. તમને જાણીને નવાઈ થશે કે આ એન્ટીક વસ્તુઓનું સર્જન વેચાણ કરવા માટે નહિ પરંતુ શોખથી કરવામાં આવી રહ્યું છે.

image sourcec

એરિયલે કહ્યું કે, ક્વોરન્ટીનમાં રહીને હું કંટાળી ગઈ હતી. એક દિવસ તે પોતાની ફ્રેન્ડને મળી અને તેણે તેને બેગ્સમાંથી ફેશનેબલ કપડાં બનાવવાનો આઈડિયા મજાકમાં કહ્યો. મજાકમાં કપડાં બનાવવાના આઈડિયાને એરિયલે સિરિયસલી લીધી અને અમુક મહિનામાં બેગમાંથી 5 ડ્રેસ બનાવ્યા.

image source

ડ્રેસ માટે એરિયલે વોલમાર્ટ, ટાર્ગેટ, વેંસ અને ટ્રેડર જો બ્રાંડની બેગનો ઉપયોગ કર્યો. તેણે દરેક બેગનું વ્યવસ્થિત કટિંગ કર્યું. એ પછી પોતાના ફીટીંગ પ્રમાણે સિલાઈ કરી. એરિયલે બાકી રહેલા કપડાંમાંથી સુંદર એક્સેસરિઝ પણ બનાવી. એરિયલ પોતાના પ્રયત્નોથી કહેવા માગે છે કે, ઘણીવાર જે વસ્તુઓનો યુઝ કરીને આપણે ફેંકી દઈએ છીએ તેમાં આપણી ક્રિએટીવિટીથી સારા આઉટફિટ બનાવી શકીએ છીએ.

image source

ફાટેલી બેગ પણ ઉપયોગમાં આવી શકે છે. સોશિયલ મીડિયા પર એરિયલના આ આઈડિયાના લોકો વખાણ કરી રહ્યા છે. ઘણા લોકોએ તો તેને ડ્રેસ ડિઝાઈન કરવા ઓફર પણ આપી. તે ભવિષ્યમાં પણ આ કામ ચાલુ રાખવા માગે છે. વેસ્ટમાંથી બેસ્ટ આઈટમ્સ બનાવવી તેનો મેસેજ દરેક લોકો સુધી પહોંચાડવા માગે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત