માત્ર 20 વર્ષની યુવતીએ રાખ્યાં એક-બે નહીં પણ ચાર BF, આ રીતે પ્રેમીએ જ ફોડ્યો ભાંડો અને હાહાકાર મચી ગયો

મોટા મોટા મહાનગરોમાં અનેક લવ સ્ટોરીઓનો દિવસે ને દિવસે ઉદભવ થતો હોય છે. કોઈને ક્યાંક સેટિંગ પડે છે તો કોઈને ક્યાંક સેટિંગ બગડી પણ જતાં હોય છે. ત્યારે હાલમાં એક અનોખો જ કિસ્સો સામે આવ્યો છે અને આખા ગુજરાતમાં તેની ચર્ચા થઈ રહી છે. અમદાવાદમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. શાહીબાગ વિસ્તારમાં રહેતા એક પિતાની 20 વર્ષની દીકરીને તેના જ બોયફ્રેન્ડે મેસેજ અને ફોન રેકોડિંગ મોકલ્યાં હોવાની વાત સામે આવતા હાહાકાર મચી ગયો હતો. સામાન્ય રીતે વાત કરીએ તો દીકરી પિતાની સૌથી લાડકવાયી હોય છે, પરંતુ જ્યારે પિતાને પોતાની જ દીકરીના ચારિત્ર્ય પર સવાલ, શંકા અને ખરાબ શબ્દો સાંભળવા મળે છે ત્યારે બહુ જ વ્યથિત થઇ જતાં હોય છે

image source

વિગતે વાત કરીએ તો છોકરાએ વ્હોટ્સએપ ચેટના સ્ક્રીન શોટ મોકલ્યા હતા, જે જોતાં જ પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હોવાનું સામે આવ્યું હતું. દીકરીને એક-બે નહિ, ચાર બોયફ્રેન્ડ્સ હોવાની વાત પણ સામે આવી હતી. દીકરી એકસાથે આટલા યુવકો સાથે સંબંધમાં હોવાથી તેઓ ખૂબ જ વ્યથિત અને ડરી ગયા હતા. સમાજમાં બદનામીના ડરથી ઘરમાં કે અન્ય સંબંધીઓને તેઓ આ વાત કરી શકતા ન હતા, જેથી દીકરીને સમજાવવા માટે પિતાએ હિંમત કરી અને મહિલા હેલ્પલાઈનની મદદ લીધી હતી. ત્યારબાદ વાત ત્યાં સુધી કે હેલ્પલાઇનની ટીમે યુવતીને બોલાવી સમજાવી હતી. પહેલા ચાર બોયફ્રેન્ડ્સની વાત સ્વીકારવા તૈયાર ન હતી, પરંતુ મેસેજ અને રેકોર્ડિંગ બતાવતાં પોતે સ્વીકાર્યું હતું.

image source

પછીની પરિસ્થિતિ વિશે વાત કરીએ તો બોયફ્રેન્ડ સાથે કોઈ સંબંધ નથી રાખવા માગતી અને પિતાને પણ દીકરીને પ્રેમથી ઘરમાં રાખવા સલાહ આપી સુખદ સમાધાન કરાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં રહેતા એક પિતાએ અભયમ્ મહિલા હેલ્પલાઇન 181 પર ફોન કરી પોતાની 20 વર્ષીય દીકરીને બોયફ્રેન્ડ છે અને તેનું કાઉન્સેલિંગ કરવું જરૂરી છે આવી માહિતી આપી હતી.

image source

પોતે ઘરથી દૂર એક ગાર્ડનમાં બેઠા હતા અને અભયમ્ હેલ્પલાઇનની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી. ટીમે પિતા સાથે વાત કરતાં છેલ્લા એક અઠવાડિયાથી દીકરીના બોયફ્રેન્ડનાં ફોન, મેસેજ અને રેકોડિંગ તેમના પર આવે છે એવી વાત પણ કરી હતી. તેની સાથે કરેલાં વ્હોટ્સએપ ચેટના સ્ક્રીન શોટ પણ મને મોકલ્યા છે, જે જોતાં જાણ થઈ હતી.

image source

પછીની વાત કરીએ તો ત્યારે જાણવા મળ્યું છે કે દીકરીને એક-બે નહિ, પણ ચાર ચાર બોયફ્રેન્ડ્સ છે. આ વાત જાણી તેઓ ખૂબ જ ડરી ગઈ હતા અને દીકરી સાથે કોઈ અઘટિત ઘટના ન બને એ માટે તેમણે મહિલા હેલ્પલાઇનની મદદ લીધી હતી. મહિલા હેલ્પલાઇનની ટીમે યુવતીને આ બાબતે જાણ કરી અને કાઉન્સેલિંગ કર્યું હતું, જોકે યુવતી પોતે ચાર બોયફ્રેન્ડ્સની વાત સ્વીકારી ન હતી, પરંતુ બાદમાં ફોન-રેકોડિંગ અને મેસેજ બતાવતાં સ્વીકાર્યું હતું.

image source

યુવતીના ફોનમાં તપાસ કરતાં બધું ડિલિટ મારી દીધું હતું. અભયમની ટીમે યુવતીના બોયફ્રેન્ડ સાથે પણ વાત કરી હતી. બોયફ્રેન્ડ પોતે યુવતીને રાખી લગ્ન કરવા માગતો હતો, પરંતુ યુવતીએ લગ્ન માટે ઇન્કાર કરી દીધો હતો, જેથી હવે બંને એકબીજા વાત નહિ કરે અને સંબંધ ન રાખવા સમજાવ્યાં હતાં. ત્યારે હવે આ કિસ્સો ભારે વાયરલ થઈ રહ્યો છે અને લોકોમાં પણ ઘટના વાયરલ થઈ રહી છે.