આ જાણીતા ‘ડિસ્કો ડાન્સર’ નો હતો નકસલવાદ સાથે સંબંધ, આ ઘટના બાદ બદલાઇ ગયું જીવન

મિત્રો, હાલ ખુબ જ લાંબા સમયકાળથી બોલીવૂડ ફિલ્મ ઉદ્યોગમા ખૂબ જ લોકપ્રિય અભિનેતા રહેલા મિથુન ચક્રવર્તી એ એક સમયે નક્સલવાદીઓના સંપર્કમાં હતા. આજના બાંગ્લાદેશ પૂર્વ પાકિસ્તાનમાં જન્મેલા મિથુન ચક્રવર્તી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવતા પહેલા નક્સલવાદીઓના સંપર્કમાં હતા.

mithun chakraborty
image source

વાસ્તવમા તે સમયે નક્સલ નેતા રવિ રંજન સાથેની તેમની મિત્રતા હતી કે જે તેમના ભાષણો માટે ખુબ જ પ્રખ્યાત હતા પરંતુ, એક એવી ઘટના બની કે, જેણે મિથુન ચક્રવર્તીને નક્સલવાદથી મોહભંગ કરી આપ્યો અને પછી તે બોલિવૂડમા પોતાની એક વિશેષ ઓળખ ઉભી કરવાના પ્રયાસમા લાગી ચુક્યા. મિથુન ચક્રવર્તીનુ સાચુ નામ ગૌરાંગ ચક્રવર્તી છે પરંતુ, સિનેમા જગત માટે તેણે પોતાનું નામ મિથુન કરી નાખ્યુ.

image source

કોલકાતાથી અભ્યાસ કરનારા મિથુન ચક્રવર્તી પુણે સ્થિત ફિલ્મ અને ટેલિવિઝન સંસ્થામાં આવ્યા ત્યારે નક્સલવાદમાંથી બહાર આવવાની શરૂઆત હતી પરંતુ, જ્યારે તેમણે એક અકસ્માતમાં તેમના ભાઈને ગુમાવ્યો ત્યારે તેમનો સંપૂર્ણ મોહભંગ થઈ ગયો હતો. હકીકતમાં નક્સલી આંદોલન દરમિયાન તેનો ભાઈ આકસ્મિક રીતે મૃત્યુ પામ્યો હતો, આ ઘટનાએ તેમના જીવનમા અનેકવિધ એવા પરીવર્તની લાવ્યા કે, જે અકલ્પનીય છે.

image source

આ સમયે તેમને તેમના પરિવારની ચિંતા થવા લાગી. આવી સ્થિતિમાં તેણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમા આવવાનુ વિચાર્યું. જો કે, અહીં પણ કારકિર્દીનો માર્ગ સરળ ના હતો. એવુ કહેવામા આવે છે કે, તેમણે ફૂટપાથ પર પણ રાત વિતાવવી પડી હતી અને તેમના આ સખત પ્રયાસ બાદ તેમને બોલીવૂડ ફિલ્મજગત ક્ષેત્રે સફળતા મળી.

image source

તેમણે વર્ષ ૧૯૭૬મા મૃગાયા ફિલ્મ દ્વારા હિન્દી સિનેમામાં ડેબ્યૂ કર્યુ હતુ. તેમને શ્રેષ્ઠ કલાકારોનો રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ પણ મળ્યો હતો. ત્યારબાદ વર્ષ ૧૯૭૮મા જ્યારે તેમની ફિલ્મ ‘મેરા રક્ષક’ આવી ત્યારે તે રાતોરાત સ્ટાર બની ગયા હતા. ત્યારબાદ તે ઓછા બજેટની જાસૂસી ફિલ્મ ‘સુરક્ષા’મા દેખાયા, જેમા પણ લોકોને તેમનો અભિનય ખૂબ જ પસંદ આવ્યો હતો.

image source

ત્યારબાદ તેણે એક પછી એક અનેક ફિલ્મોમાં મુખ્ય અભિનેતા તરીકે કામ કર્યું હતું. પોતાની કારકિર્દીમાં મિથુન ચક્રવર્તીએ ૩૫૦ કરતા પણ વધુ ફિલ્મો કરી છે. એક સમય હતો જ્યારે તેમની પાસે એકસાથે ૩૦ થી ૩૨ ફિલ્મો હતી. ફક્ત એટલુ જ નહીં તે બોલિવૂડ ફિલ્મજગતના સૌથી વધુ ટેક્સ ભરનારા કલાકારોમાના એક કલાકાર છે.

image source

આ કલાકારને અભિનયની સાથે-સાથે ડાન્સ કરવાનો પણ શોખ હતો. વર્ષ ૧૯૮૨મા ફિલ્મ ‘ડિસ્કો ડાન્સર’ મા ‘ આઈ એમ અ ડિસ્કો ડાન્સર’ ગીતમાં તેનો ડાન્સ ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો અને એટલુ જ નહી આ ગીત એટલું લોકપ્રિય બન્યુ હતું કે તેનાથી પ્રભાવિત થઈને બીજા બધા ગીતો પણ પછીથી આ રીતે તૈયાર કરવામાં આવ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!