આ કારણે ભીડને જોઈને ભડકી જાય છે જયા બચ્ચન, બીમારીને લઈને દીકરી શ્વેતાએ કર્યો ખુલાસો

સોશ્યલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. હાલમાં પ. બંગાળમાં ચૂંટણીમાં ટીએમસીના પ્રચારમાં જયા બચ્ચનને રોડ શોમાં એક ફેને ધક્કો માર્યો અને સેલ્ફી લેવાની કોશિશ કરી. આ સમયે જયાએ પોતાનો ગુસ્સો ઠાલવ્યો અને ખાસ્સી ભીડ જમા થઈ. બોલિવુડ ઈન્ડસ્ટ્રી સિવાય રાજનીતિમાં પણ તેમના ગુસ્સાની ચર્ચા થતી રહે છે. હાલમાં આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. પણ તેમના ગુસ્સાને લઈને અનેક લોકોના મનમાં પ્રશ્નો થઈ રહ્યા છે. આ વાતને લઈને તેમની દીકરી શ્વેતા બચ્ચને એક ટીવી શોમાં કહ્યું કે જયા બચ્ચનને ક્લોસ્ટેરોફોબિયાની બીમારી છે. તો જાણો શું છે આ બીમારી.

જાણો શું છે ક્લોસ્ટેરોફોબિયાની બીમારી

image source

ક્લોસ્ટેરોફોબિયા એક રીતનો ડર છે. એક રીતના એગ્ઝાઈટી ડિસઓર્ડર છે. દુનિયાની 10 ટકા આબાદી ગંભીર ક્લોસ્ટેરોફોબિયાથી પીડિત છે. તેમાંથી ફક્ત કેટલાક લોકોને તેની સારવાર મળી શકે છે. ક્લોસ્ટેરોફોબિયા શબ્દ ગ્રીક શબ્દથી આવ્યો છે તેનો અર્થ થાય છે બંધ જગ્યા. ક્લોસ્ટેરોફોબિયા સૌથી સામાન્ય મનોરોગમાંનો એક છે.

દર્દીને શું થાય છે

image source

અનેક વાર ક્લોસ્ટેરોફોબિયાને કારણે દર્દીને ગુસ્સો આવે છે અને તે બેહોશ પણ થઈ શકે છે. આવી અવસ્થા ખાસ કરીને લોકોને ભીડવાળી જગ્યાએ, બજારમા, વાહનમાં, લિફઅટમાં અને બંધ જગ્યાએ અનુભવાય છે. આ બીમારીથી પીડિત વ્યક્તિને નાની જગ્યામાં જીવ ગભરાવવા લાગે છે. કેટલાક લોકો પર આ ડર ખૂબ જ હાવી થાય છે તો તેને દરેક બંધ જગ્યાથી ગુસ્સો આવે છે અને ડર લાગે છે. એવું લાગે છે કે આ જગ્યા પર તેમનો શ્વાસ અટકી જાય છે.

ક્લોસ્ટેરોફોબિયાના આ છે ખાસ લક્ષણો

image source

ડરની સાથે કંપન અનુભવાવું

શ્વાસ લેવામાં તકલીફ થવી

છાતીમાં જકડન

હાર્ટબીટ ઝડપથી ચાલવી

જીવ ગભરાવવો

માથું દુઃખવું અને ચક્કર આવવા

શું છે ક્લોસ્ટેરોફોબિયાની સારવાર

image source

સામાન્ય રીતે ક્લોસ્ટેરોફોબિયાની સારવાર મનોચિકિત્સા દ્વારા કરવામાં આવે છે. અનેક પ્રકારની ચર્ચા બાદ તમારા ડરને દૂર કરવામાં મદદ કરે છે. જો તમે ક્લોસ્ટેરોફોબિયાની ફરિયાદ અનુભવો છો તો આ સંબંધમાં ડોક્ટરની સલાહ લો અને સાથે કઈ થેરેપી કામ કરશે તેની સલાહ લો.

કરણ જોહરના શોમાં શ્વેતા બચ્ચને કર્યો હતો ખુલાસો

image source

થોડા વર્ષો પહેલા કોફી વિદ કરણમાં શ્વેતા અને અને અભિશેક બચ્ચને કહ્યું હતું કે જયા બચ્ચનને ક્લોસ્ટેરોફોબિયાની બીમારી છે. આ એક એવી માનસિક સ્થિતિ છે જેમાં વ્યક્તિ અચાનક ભીડને જોઈને પરેશાન થઈ જાય છે. શ્વેતાના જણાવ્યા અનુસાર જયા બચ્ચન ભીડ જોઈને પરેશાન થઈ જાય છે તેને પસંદ નથી કે કોઈ તેને અડે કે તેને ધક્કો મારે. આ સિવાય કેમેરાની ફ્લેશ આંખમાં આવે તો પણ તેને મુશ્કેલી થાય છે. આ સાથે અભિષેકે એમ પણ કહ્યું કે તે ખાસ કરીને જયા બચ્ચનના નીકળ્યા બાદ જ મીડિયાની સામેથી પસાર થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!