બહારના વેક્સને કહો બાય બાય- ઘરે આ રીતે બનાવી લો હોમ મેડ વેક્સ, નહીં પડે વધારે મહેનત

અનેકવાર આપણે અનુભવ્યું છે કે મહિલાઓ માટે ખાસ કરીને અણગમતા વાળ એક ટેન્શન બને છે. ક્યારેક તમારે અચાનક બહાર જવું હોય કે પછી કોઈ ખાસ ફંક્શન માટે ખાસ કપડા પહેરવા હોય ત્યારે આ અણગમતા વાળ તમારા માટે માથાનો દુઃખાવો બને છે. કોરોનાના કારણે હાલમાં વારેઘડી પાર્લરમાં જવાનું પણ તમે અવોઈડ કરો તે શક્ય છે. તો આ સમયે તમે ઘરે જ ખાસ વેક્સ તૈયાર કરી શકો છો અને અણગમતા વાળથી જાતે જ ફટાફટ છૂટકારો મેળવી શકો છો. હોમમેડ વેક્સથી સ્કીનને કોઈ નુકસાન થશે નહીં પણ તમારે વધારે રૂપિયા પણ ખર્ચ કરવા પડશે નહીં. તમે ઘરે જ વેક્સ બનાવવાની રીત જાણી લેશો તો તમને લાભ થશે.

જાણો ઘરે જ વેક્સ બનાવવા માટે તમારે કઈ વસ્તુઓની જરૂર રહેશે.

image source

2 ચમચી લીંબુનો રસ

1 ચમચી મધ

ગુલાબજળ

ફટકડી

આ છે વેક્સ બનાવવાની રીત

ઘરે વેક્સ બનાવવા માટે તમે સૌ પહેલા તો મધ અને લીંબુને સારી રીતે મિક્સ કરી લો. ધ્યાન રાખો કે મધ કરતાં લીંબુનું પ્રમાણ બમણુ રાખવાનું છે. હવે બંનેને મિક્સ કરીને તેને ધીમા ગેસ પર ગરમ કરવા રાખો. તેમાં પરપોટા થાય ત્યારે તમે ગેસ બંધ કરો. ધ્યાન રાખો કે તે ખૂબ જ ઘટ્ટ ન થઈ જાય. જો તમે તેને આખા શરીર પર યૂઝ કરવા ઈચ્છો છો તો તમે આ પ્રમાણને વધારી શકો છો.

કેવી રીતે કરશો ઉપયોગ

image source

ધ્યાન રાખો કે વેક્સનો ઉપયોગ કરો ત્યારે તે ન તો વધારે ગરમ હોય અને ન તો વધારે ઠંડું. આ પછી જરુરિયાતના અનુસાર વાળને ઉગવાની દિશામાં સ્ટ્રીપ કે ચપ્પાની મદદથી તેને લગાવી લો.

ફરી વેક્સ સ્ટ્રીપને તેની ઉપર લગાવો અને હાથથી થોડું ઘસી લો.

image source

આ પછી આ સ્ટ્રીપને વાળને ઉગવાની વિપરિત દિશામાં ખેંચી લો. શરીરના અન્ય અંગો પર પણ આ રીતે જ તેને ઉપયોગમાં લો. તમે અણગમતા વાળથી રાહત મેળવી શકશો.

ફટકડીથી કરો મસાજ

image source

જ્યારે તમે વેક્સ કરી લો ત્યારે તમે જે ભાગ પર વેક્સ કર્યું છે ત્યાં ફટકડીને પાણીમાં મિક્સ કરીને તે ભાગ પર લગાવો. આ સાથે હળવી માલિશ કરો. તેનાથી વાળ જલ્દી આવશે નહીં. વેક્સ કર્યા બાદ રેશિશ, પિંપલ્સ થાય છે તો તમે ગુલાબજળ લગાવી શકો છો. તેનાથી સ્કીનને ઠંડક મળશે અને વેક્સ કર્યું છે તે સ્થાને કોઈ પરેશાની રહેશે નહીં.