રણબીર કપૂરની આ એક્ટ્રેસ કહ્યું કે…”નહીં ભૂલી શકું એ દિવસ જ્યારે…પૂરી વિગતો જાણીને તમે પણ કહેશો સાવ ‘આવું’

બોલીવુડમાં એવા ઘણા કલાકારો છે જે ફિલ્મોમાં કઈ ખાસ સફળતા ન મળવાના કારણે કાં તો એ બીજી ફિલ્ડ તરફ વળી જાય છે કા
તો પછી ગુમનામીનું જીવન વિતાવવા લાગે છે. આ લિસ્ટમાં ઘણા કલાકારોનું નામ આવી ચૂક્યું છે. તો બૉલીવુડ એક્ટ્રેસ મનીષા
લાંબાનું નામ પણ આ લિસ્ટમાં આવે છે. હાલમાં જ અભિનેત્રીએ પોતાના સંઘર્ષના દિવસોને યાદ કર્યા હતા.

image source

રણબીર કપૂર સાથે ફિલ્મ બચના એ હસીનોથી મિનિશા લાંબા ખૂબ જ ચર્ચામાં રહી હતી. એ સિવાય મિનિશા લાંબાની મુખ્ય
ફિલ્મોમાં યહાઁ, હનીમૂન ટ્રાવેલ્સ પ્રાઇવેટ લિમિટેડ, વેલ ડન અબ્બા, ભેજા ફ્રાય અને જિલ્લા ગાજીયાબાદ છે. પણ પછી મિનિશા
લાંબા અચાનક જ ફિલ્મી ઇન્ડસ્ટ્રીમાંથી ગાયબ થઈ ગઈ. હાલમાં જ એક ઇન્ટરવ્યૂ દરમિયાન મિનિશા લાંબાએ પોતાના સંઘર્ષના
દિવસોની પીડા વ્યક્ત કરી હતી. એમને જણાવ્યું હતું કે એ સમયે દરેક વ્યક્તિ એમને અવોઇડ કરતું હતું.

image source

મિનિશા લાંબાએ અચાનક બોલીવુડમાંથી ગાયબ થવા પર ખુલીને વાત કરી અને કહ્યું કે “એ સમયે મને કોઈ મેનેજ કરવા નહોતું
માંગતું. મને એ વાતના બહાના આપવામાં આવ્યા કે એ ખૂબ જ વ્યસ્ત છે કારણ કે એમને લાગ્યું કે મારું ડેબ્યુ એક આર્ટ હાઉસ જેવુ
છે.

image source

મિનિશા લાંબા આગળ કહે છે કે “એ મારા પર એમની એનર્જી નહોતા લગાવવા માંગતા. મેં મારા દમ પર જ બધુ કર્યું. મારા માટે
મારી પાસે કોઈ પીચિંગ નહોતું. આ બધું હોવા છતાં મને લાગે છે કે આ કિસ્મતનો ખેલ હોય છે. જે લોકો મારી સાથે કામ કરવા
માંગતા હતા એ મને જાતે જ બોલાવતા હતા. મને યશરાજમાંથી ફોન આવ્યો. મેં જે પણ કઈ કર્યું એ બસ એટલા માટે કર્યું કારણ કે
મને એમની તરફથી કોલ આવ્યો હતો.

image source

મિનિશા લાંબાએ સાથે એ પણ જણાવ્યું કે કોઈએ પણ મને રિકમેન્ડ ન કર્યું. જ્યારે હું પાછુ વળીને મારા સંઘર્ષને જોવું છું તો મારા
માટે એ કહેવું ખોટું હશે કે મેં સંઘર્ષ કર્યો છે. વસ્તુઓ જાતે જ એવી થતી ગઈ જેની મેં આશા નહોતી રાખી. મને શરૂઆતમાં લાગ્યું કે
હું ખૂબ જ ભાગ્યશાળી છું. હું ધન્ય થઈ ગઈ છું જ્યારે હું દિલ્લીમાં મોડલિંગ કરી રહી હતી. ત્યાં સુજીત સરકાર પણ હતા. મને
નહોતી ખબર કે હું અભિનય પણ કરી શકું છું પણ એમને ત્યાં માટે અભિનેત્રી મળી ગઈ હતી.

image source

મિનિશા લાંબા આગળ કહે છે કે ” હું મુંબઈ આવી, અહીંયા એવો રિસ્પોન્સ ન મળ્યો જેની મને આશા હતી. 26 જુલાઈએ મુંબઈમાં
પુર આવ્યું હતું. આ મારી ફિલ્મના થોડા દિવસ પહેલાની જ વાત છે. થિયેટરમાં પાણી ભરાઈ ગયું, જે લોકો શહેરમાં આવી રહ્યા હતા
એમને ઘણી જ તકલીફ પડી રહી હતી.

image source

હું કોઈને નહોતી ઓળખતી. હું એ સમયના મોટા લોકો પાસે ગઈ હતી અને મને મેનેજ કરવાનું કહ્યું હતું. એ મારામાં એમની એનર્જી નહોતા લગાવવા માંગતા”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *