હવે કોરોના વાયરસ સામે માત્ર એક ગોળી પીવાથી જ સાજા થઈ શકાશે, જાણો શું કહ્યું વિશ્વનાં સૌથી મોટા ડોક્ટરે

વિશ્વભરમાં કોરોનાએ મહામારી ફેલાવી છે. આ દરમિયાન દુનિયાભરના વૈજ્ઞાનિકો આ વાયરસ માટે રસી કે મેડીસીન શોધવા લાગી ગયા હતા. આ પછી વાયરસ માટે રસી શોધાઈ અને રસીની મદદથી વાયરસ સામે લડવામાં મદદ પણ મળી રહી છે. આ વચ્ચે કહેવામાં આવી રહ્યું છે કે માત્ર રસીથી કંઈ થશે નહીં અને બીજી પ્રકારની દવાઓની પણ આ વાયરસ સામે લડવા માટે જરૂર પડશે. ઉદાહરણ તરીકે, સ્પ્રે, ઇન્હેલર અથવા ગોળીઓ.

image source

મળતી માહિતી મુજબ ઓપરેશન વાર્પ સ્પીડ અંતર્ગત ફાર્માસ્યુટિકલ કંપનીઓને અબજો રૂપિયા આપવામાં આવ્યા છે કે જેથી તેઓ કોરોના વાયરસ સામે લડી શકે તેવી રસી બનાવી શકે. પરંતુ હવે સવાલ એ છે કે ખરેખર આ રસીનો લાભ શું છે? શું તેનાથી કોરોના ચેપથી સુરક્ષિત રહી શકાશે? અને જો કોરોના વાયરસ નો ચેપ લાગી જાય છે તો આ રસી દ્વારા તેને મટાડી શકાશે કે શું? આ બધા સવાલો વચ્ચે હવે વૈજ્ઞાનિકો અન્ય વિકલ્પો વિશે વિચારી રહ્યા છે.

image source

આ માટે નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ(NIH) હવે એન્ટિવાયરલ દવાઓ બનાવવા અંગે કામગીરીમાં લાગી ગઈ છે. જાણવા મળ્યું છે કે માત્ર કોવિડ-19 માટે જ નહીં પણ ભવિષ્યમાં ફેલાઈ શકે તેવા રોગચાળાને રોકવા અને સારવાર મળી શકે તે દિશામાં પણ કામગીરી થઈ રહી છે. આ અંગે હાલમાં જ યુએસ રાષ્ટ્રપતિ જો બાઈડનની સરકારે વાત કરી છે. તેમણે કહ્યું હતું કે અમેરિકામાં 3 બિલિયન ડોલરનું રોકાણ અમેરિકન રેસ્ક્યૂ પ્લાનમાં કરવાનું તેઓએ નક્કી કર્યું છે. આ પાછળનો હેતુ એ છે કે રોગચાળા સામે એન્ટિવાયરલ દવાઓ માટેની વ્યૂહરચના બનાવી શકાય જે કોરોના સામે લડવા માટે સક્ષમ હોય.

image source

આ સિવાય રાષ્ટ્રપતિ જો બાઈડનના મુખ્ય તબીબી સલાહકાર ડો. એન્થોની ફાઉચીએ માહિતી આપી હતી કે ભવિષ્યમાં એવી દવાઓ જે મોથી લઈ શકાશે તે અંગે હવે કામગીરી કરવામાં આવશે. આ દવાઓ કોરોના વાયરસ સામે પણ સુરક્ષા આપશે. આ સિવાય તેની સારી વાત એ છે કે લોકો ગંભીર ચેપ અથવા મૃત્યુથી બચી જશે. આ સિવાય આ દવાઓને ઘરે આરામથી રાખીને ખાઈ શકાશે જેથી લોકોને પણ સરળતા રહેશે અને તેમનું કહેવું છે કે આમ પણ કોઈ પણ રોગ માટે ગોળીઓ સારો વિકલ્પ સાબિત થાય છે.

image source

જાણવા મળ્યું છે કે અમેરિકા તેની બચાવ યોજનાનો મોટો ભાગ હાલમાં કોરોના દવાઓના સંશોધનમાં ખર્ચ કરી રહ્યું છે. લગભગ 3 બિલિયન ડોલરમાંથી અંદાજે 1.2 બિલિયન ડોલર એટલે કે 8897 કરોડ રૂપિયા એન્ટિવાયરલ ડ્રગ થેરેપી વિકસાવવા માટે આપવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ઉપચાર માત્ર કોરોના વાયરસ માટે જ નહીં પરંતુ તે ભાવિ સંભવિત રોગચાળાને રોકવા માટે સંબંધિત દવાઓ માટે ઉપયોગ થશે. કોરોના વાયરસની પહેલી લહેર બાદ બીજી કહેર વધારે ઘાતકી બની હતી જેથી સમજી શકાય કે આવનાર સમયમાં પણ હજુ વધુ અસરકારક રસીની જરૂર છે.

image source

આ પાછળનું એક કારણ એ પણ છે કે કોઈ રસી 100% અસરકારક અથવા મારક નથી હોતી વિશ્વને વિવિધ પ્રકારની ઉપચારની જરૂર છે. જો કે કહેવામાં આવી રહ્યું છે કે હજુ પણ આ ઉપચાર વિકસાવવામાં ઘણો સમય લાગી શકે છે. આ સાથે એ પણ કહેવામાં આવ્યું છે કે ત્યાં સુધી લોકોએ રસી મેળવીને તેમની ઈમ્યૂનિટીને મજબૂત રાખવી પડશે અને સલામત રહેવાનો પ્રયત્ન કરવો પડશે. હવે જોવાનું રહ્યું કે આવનાર સમયમાં કોરોના સામે લડવા માટે કઈ નવી દવાઓ સામે આવે છે અને તે કેટલી કારગર સાબિત થાય છે.