મોટો વિવાદ: આ ખાન ભડક્યો આલિયા-વિરુષ્કા પર, અને કહ્યું…’દાન કરવા માટે કેમ ભીખ માંગો છો?’

કોરોના સામેની જંગમાં ભારતને દેશ-વિદેશમાંથી મદદ મળી રહી છે. વિદેશી ક્રિકેટરો અને હોલિવુડના કલાકારો બાદ હવે વિરાટ-અનુષ્કાએ પણ રાહત કાર્ય માટે દાન આપ્યું છે.કોરોના વાયરસે દેશભરમાં કહેર મચાવ્યો છે ત્યારે સેલેબ્સ પણ મદદ માટે સામે આવ્યા છે. સોનૂ સુદ છેલ્લા એક વર્ષથી લોકોની મદદ કરી રહ્યો છે અને હવે વિરાટ અને અનુષ્કા પણ સામે આવ્યા છે. કોરોનાની બીજી લહેર સામે આપણો દેશ ઝઝૂમી રહ્યો છે ત્યારે વિવિધ સેલિબ્રિટીઝ અને ઉદ્યાગપતિઓ મદદ માટે આગળ આવી રહ્યા છે. હવે આ યાદીમાં ઈન્ડિયન ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને બોલિલુડની ટોચની અભિનેત્રી અનુષ્કા શર્માનું નામ જોડાયું છે.

image source

પાવર કપલ અનુષ્કા-વિરાટે ભારતમાં કોવિડ રાહત માટે ફંડ એકઠું કરવાની શરૂઆત કરી છે. આ ફંડરેઝર દ્વારા 7 કરોડ રૂપિયા એકઠા કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હાલમાં જ એક ખબર આવી હતી કે વિરાટ અને અનુષ્કાએ કોરોનામાં મદદ માટે 11 કરોડ રૂપિયા ભેગા કરી લીધા છે અને આલિયા ભટ્ટે સોશ્યલ મિડીયા પર સતત તેનાથી જોડાયેલી માહીતી શૅર કરી રહી છે તેવામાં એક્ટર કમાલ રાશિદ ખાને એક ટ્વિટ કરીને તેમને આડેહાથ લીધા છે.

ટ્વિટ કરીને લખી આ વાત

image source

અનુષ્કા અને વિરાટ દાન કરવા માટે લોકો પાસે ભીખ કેમ માંગો છો, આ ટ્વિટ લોકોને ગમી નથી.  ચોતરફ સ્થિતિ બેકાબૂ થઇ રહી છે અને લોકો પોતાને સુરક્ષિત કરવા બનતા બધા ઉપાય કરી રહ્યા છે ત્યારે બોલીવૂડમાં પણ કોરોનાનો કહેર દેખાઇ રહ્યો છે. હાલમાં જ ઘણા સિતારા કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. તેની વચ્ચે જ અભિનેતા કમાલ આર ખાને ટ્વિટ કરીને પ્રધાનમંત્રી મોદી પર નિશાન સાધ્યુ છે અને તેમની વ્યવસ્થાને લઇને સવાલ ઉઠાવ્યા છે.

image source

કમાલ આર ખાને એક નહી પરંતુ 2 ટ્વિટ કરી છે. તેમાં આજની હાલ માટે વડાપ્રધાન મોદીને  જવાબદાર ઠેરવ્યા છે. તેની પહેલી ટ્વિટમાં લખ્યુ છે કે, મોદીજીએ વારંવાર કહ્યું કે હું તે કરીશ જે 70 વર્ષમાં દેશમાં નથી થઇ શક્યુ અને મોદીજીએ કરીને બતાવ્યું. દેશ તો બરબાદ કર્યો જ સાથે દેશવાસીઓને મરવા માટે રસ્તા પર છોડી દીધા અને તેમાં સૌથી વધારે ભક્ત જ છે.  કેઆરકે એ બીજી એક ટ્વિટ પણ કરી તેમાં તેણે મોદીજીની તુલના સલમાન ખાન સાથે કરી અને લખ્યું કે, આપણા પીએમ બિલકુલ સલમાન ખાન જેવા થઇ ગયા છે. જે જોવામાં એકદમ કડક અને પોતાને સુપરસ્ટાર માને છે પરંતુ હકીકતમાં તે સુપરફ્લોપ છે.  કમાલે કોવિડથી બનેલી આ પરિસ્થિતિ પર પણ પોતાની ચિંતા વ્યક્ત કરી છે.

image source

તેણે કહ્યું કે, મને વિશ્વાસ નથી થઇ રહ્યો કે હોસ્પિટલ દર્દીઓના પરિવારના લોકોને ઓક્સિજન લાવવા માટે કહી રહ્યાં છે કારણ કે તે નથી લાવી શકતા. આવી સ્થિતિમાં પણ કેટલાક મહાન લોકો કહી રહ્યા છે કે આપણા દેશ પર ગર્વ કરો પરંતુ આ ગર્વ કરવાનો નહી ચિંતા કરવાનો સમય છે. હાલમાં જ રિચા ચઢ્ઢાએ પણ સરકારી વ્યવસ્થાઓ પર નારાજગી જતાવી હતી. તેણે કહ્યું હતુ કે, આપણી પાસે 20 સ્માર્ટ સીટી છે આપણે સુપર પાવર પણ બની જઇશુ અને આપણી પાસે 5 ટ્રીલીયન અર્થવ્યવસ્થા અને નોકરીઓ હશે. તમે એવુ કહી શકો કે આમાં સહેજ પણ સત્ય નથી. આજના સમયમાં આપણી પાસે ઓક્સિજન સિલિન્ડર, દવાઓ, બેડ અને વેક્સિન તેમજ સ્મશાનમાં લાકડા પણ નથી.

વિરાટ-અનુષ્કા ઉપરાંત પ્રિયંકા ચોપરાએ પણ ‘ગિવ ઈન્ડિયા’ સાથે મળીને ફંડરેઝર શરૂ કર્યું છે. પ્રિયંકાની આ પહેલમાં અત્યાર સુધીમાં હ્યુ જૅકમેન, જોનસ બ્રધર્સ, સોફી ટર્નર, કમિલા કબેયો, શૉન મેન્ડિસ વગેરે જેવા હોલિવુડ કલાકારો ઉપરાંત હૃતિક રોશને પણ દાન આપ્યું છે.