અગણિત કોરોના દર્દીની સેવા કરનારી નર્સ ખુદ બની કોરોના સંક્રમિત અને થયું મોત, પતિ અને બાળક પણ ગંભીર હાલતમાં

કોરોનાએ ફરી એકવાર દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો છે. બીજી લહેરમાં વાયરસનાં લક્ષણો પણ બદલાયા છે અને વધારે ઘાતક પણ બની ગયો છે. કોરોનાના કહેરમાં ઘણાં પરિવારો તબાહ થઈ ગયાં છે. લોકો માનસિક અને આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. આ સમયે એક લોકોના જીવ બચાવનાર સિટી નર્સ તરીકે ફરજ બજાવતી એક મહિલા પણ આ વાયરસનો ભોગ બની છે. મળતી માહિતી મુજબ આ મહિલાનું નામ મીના છે. મીના સારાથે કોરોનાની જંગ હારી છે.

image source

જાણવા મળ્યું છે કે નેતાજી સુભાષચંદ્ર બોઝ મેડિકલ કોલેજમાં તેને પોસ્ટ કરાઈ હતી. તેમના મૃત્યુ બાદથી સમગ્ર મેડિકલ વિભાગમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે. મીના વિશે મળતી જાણકારી મુજબ 2002થી અહીંની લોકોની સેવા કરી રહી હતી. પતિ સિવાય તેના બે બાળકો પણ છે. મીનાના પતિને પણ કોરોના ચેપ છે. તેની હાલત નાજુક હોવાનું સામે આવ્યું છે. નર્સિંગ એસોસિએશનના પ્રમુખ હર્ષ સોલંકી સાથે થયેલી વાતચીતમાં તેમણે કહ્યું હતું કે મીનાના બંને બાળકોનું ભવિષ્ય હવે ચિંતાનો વિષય બન્યું છે. આ સિવાય તેમણે જણાવ્યું હતું કે મીનાને પહેલાથી જ ઘણા રોગો હતા અને તેમને રસી પણ મળી નહોતી.

image source

આ કારણોસર તેણે કોવિડ વોર્ડમાં ફરજ ન આપવાં અંગે અપીલ પણ કરી હતી. જો કે તેની અપીલને અવગણવામાં આવી હતી. મળતી માહિતી મુજબ મીનાના આ રીતે થયેલાં મોત બાદ હવે નર્સિંગ આઈશોલેશન આર્થિક સહાયની માંગ કરે છે. આ વિશે વિગતે વાત કરીએ તો 8 એપ્રિલના રોજ તેમને કોવિડ વોર્ડમાં ફરજ બજાવી હતી. 18 એપ્રિલે તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તેને સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. નર્સિંગ એસોસિએશને માંગ કરી છે કે મીનાને કોરોના યોદ્ધાનો દરજ્જો આપવામાં આવે અને 55 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે. આ સાથે તેના પરિવારને સરકારી નોકરી આપવી જોઈએ.

image source

મળતી માહિતી મુજબ હવે જબલપુરમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 39 હજારનાં આંકડાને ટુંક સમયમાં જ વટાવી જશે તેવી સ્થિતિ બની છે. આ વાયરસ નાં સંક્રમણથી અત્યાર સુધીમાં 38,480 દર્દીઓ અસરગ્રસ્ત થયા છે. છેલ્લા કેટલાક દિવસોથી અહીં રોજ 7૦૦થી વધુ નવા દર્દીઓ આવતાં હતાં. આ સાથે વાત કરીએ છેલ્લાં 24 કલાકમાં નોંધાયેલા આંકડા વિશે તો 739 નવા કેસ આવ્યાં છે જ્યારે વહીવટી રેકોર્ડમાં 8 મૃત્યુ નોંધાયા છે.

image source

આ સાથે જાણવા મળ્યું છે કે મુક્તાધામમાં 47 મૃતદેહોનો અંતિમ સંસ્કાર કોરોના પ્રોટોકોલથી કરવામાં આવ્યાં છે. શહેરમાં હાલમાં 5,832 દર્દીઓની સારવાર ચાલી રહી છે જેમાંથી 3,716 લોકો તો હોમ આઈશોલેશનમાં સારવાર લઈ રહ્યાં છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!