ઓટો ડ્રાઈવરે કરેલા જોરદાર લાવણી ડાન્સનો વિડીયો ધડાધડ વાયરલ થતા ચમકી ગઇ કિસ્મત, અને પછી…VIDEO

કોઈ વ્યક્તિમાં રહેલ પ્રતિભા વધારે દિવસ સુધી છુપાયેલ રહી શકતી નથી. ત્યાં જ જયારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કોઈ વ્યક્તિનું નસીબ એક રાતમાં જ બદલાઈ જાય છે. આવું જ એક જીવંત ઉદાહરણ છે બારામતીમાં ઓટો ચલાવી રહેલ રિક્ષા ડ્રાઈવરનીજેનું નામ બાબાજી
કામ્બ્લે છે. ઓટો ડ્રાઈવર બાબાજી કામ્બ્લેનો એક વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યો છે. આ વિડીયોમાં બાબાજી કામ્બ્લે મહારાષ્ટ્રની મહિલાઓ દ્વારા કરવામાં આવતું લોકનૃત્ય લાવણી પ્રસ્તુત કરતા જોવા મળી રહ્યા છે. આ વિડીયોમાં અન્ય ઓટો ડ્રાઈવર્સ તેમનું અભિવાદન કરવાની સાથે તાળીઓનો અવાજ પણ સાંભળવા મળી રહ્યો છે.

image source

હકીકતમાં,મહારાષ્ટ્ર રાજ્યના ઇન્ફોર્મેશન સેન્ટરના ડે. ડાયરેક્ટર દયાનંદ કામ્બ્લે દ્વારા પણ આ વિડીયોને તેમના ટ્વીટર હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે. આ સાથે જ દયાનંદ કામ્બ્લેએ લખ્યું છે કે, આપે ક્યારેય આવું નૃત્ય જોયું છે જે લાવણીની મહારાણીને શરમાવી દે.

૪૫ વર્ષની ઉમર ધરાવતા બાબાજી કામ્બ્લે છેલ્લા કેટલાક સમયથી બારામતી શહેરમાં ઓટો રિક્ષા ચલાવી રહ્યા હતા. બાબાજી કામ્બ્લેના પરિવારમાં તેમના પત્ની અને બે દીકરાઓ છે. બાબાજી કામ્બ્લેનો મોટો દીકરો દસમા ધોરણમાં અભ્યાસ કરી રહ્યો છે જયારે નાનો દીકરો
સાતમા ધોરણમાં અભ્યાસ કરી રહ્યો છે. બાબાજી કામ્બ્લેએ પોતે ધો.૧૨ની પરીક્ષા આપતા પહેલા જ અભ્યાસને છોડી દીધો હતો.

image source

ઓટો રિક્ષાઓનું કામકાજ કોરોના વાયરસ સંક્રમણની મહામારી આવતા પહેલા સામાન્ય દિવસોની જેમ વેગ પકડી શક્યું નથી. આવી પરિસ્થિતિમાં બાબાજી કામ્બ્લેએ ખાલી સમયમાં પોતાની સાથે ઉભા રહેતા ઓટો રિક્ષા ડ્રાઈવર સાથીઓની વિનતીથી તેમના મનોરંજન કરવા માટે લાવણી નૃત્ય કર્યું હતું. ત્યાં ઉપસ્થિત કોઈ વ્યક્તિ દ્વારા જ બાબાજી કામ્બ્લેનો આ વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કરવામાં આવ્યો છે.

image source

બાબાજી કામ્બ્લેનો આ વિડીયો જોતજોતામાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ જાય છે. અને ત્યાં જ બાબાજી કામ્બ્લે નું નસીબ પણ બદલાઈ જાય છે. બાબાજી કામ્બ્લેની આ પ્રતિભાથી પ્રભાવિત થઈને ફિલ્મ નિર્દેશક ઘનશ્યામ યદેએ બાબાજી કામ્બ્લેને પોતાની બે
મરાઠી ફિલ્મ્સ ‘ચાલ રે ફૌજી’ અને ‘કવચ’માં કામ કરવાની ઓફર કરી છે. ઘનશ્યામ યદે પોતે રવિવારના રોજ બારામતી શહેરમાં આવીને બાબાજી કામ્બ્લેને આ ઓફર કરી છે.

ઘનશ્યામ યદેએ આની પહેલા ફિલ્મ ‘અલખ નિરંજન’ અને ‘એલિઝાબેથ એકાદશી જેવી ફિલ્મોનું દિગ્દર્શન કર્યું છે. ઘનશ્યામ યદેએ આજતક સાથે વાતચીત કરવા દરમિયાન જણાવ્યું હતું કે.

image source

બાબાજી કામ્બ્લેમાં પ્રાકૃતિક પ્રતિભા છુપાયેલી છે જેને તેઓ ફિલ્મોના માધ્યમથી દુનિયા સમક્ષ લાવવા ઈચ્છે છે.

બાબાજી કામ્બ્લેએ સપનામાં પણ નહોતું વિચાર્યું કે તેમના દિવસો આવી રીતે બદલાઈ જશે.

રસ્તા પર ચાલતા સમયે આસપાસની વ્યક્તિઓએ તેમને ઓળખવાનું શરુ કરી દીધું છે.

બાબાજી કામ્બ્લેને તેમના મિત્રો, સગા- સંબંધીઓ સહિત અજાણ્યા વ્યક્તિઓ તરફથી પણ મોટા પ્રમાણમાં શુભકામનાઓના સંદેશ મળી રહ્યા છે.

image source

અભિનેતા કમલ હાસનના મોટા ફેન બાબાજી કામ્બ્લે છે. કમલ હાસનની નૃત્ય પ્રતિભાના કાયલ થયેલ બાબાજી કામ્બ્લે કમલ હાસનની ફિલ્મ ‘એક દુજે કે લિયે’માં કરવામાં આવેલ ડાંસથી ખુબ જ પ્રભાવિત થયા હતા.

ચાલો જોઈએ બાબાજી કામ્બ્લેનો વાયરલ  વિડીયો….

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!