Site icon News Gujarat

વાહ દીકરો વાહ, સુરતમાં દીકરાએ માતા-પિતાને લેવા અમેરિકન સ્ટેટ આર્મીનું પ્લેન મોકલ્યું, લોકો જોતા રહી ગયાં

હાલમાં કોરોના કેસના કેસમાં થોડી રાહત જોવા મળીવ રહી છે. રોજ નોંધાતા કેસનો દર અને મૃત્યુઆંકમાં પણ ઘણો ઘટાડો થયો છે. ત્યારે રોજ નવા નવા કિસ્સા આપણી સામે આવે છે. આજે પણ એક એવા જ નવા કિસ્સા વિશે વાત બહાર આવી છે અને જે ખુબ જ વાયરલ થઈ રહી છે. હાલમાં કોરોના મહામારીમાં સુરતમાં વૃદ્ધ માતા-પિતાને લઈ જવા તબીબ દીકરાએ ચાર્ટર્ડ પ્લેન મોકલાવ્યું હતું અને હવે આ વાત ભારે વાયરલ થઈ રહી છે. તબીબ પુત્રએ સાયપ્રસથી માતા-પિતેને લેવા માટે ચાર્ટર્ડ પ્લેન મોકલાવ્યું હોવાનો કિસ્સા બહાર આવ્યો છે.

image source

જો આ ઘટના વિશે વિગતે વાત કરવામાં આવે તો કામરેજના સેવણી ગામે રહેતા વૃદ્ધ માતા-પિતાને સાયપ્રસ રહેતા તબીબ દીકરાએ કોરોનાની વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પ્લેન મોકલાવ્યું હતું. ગત 10 તારીખ ના રોજ 19 સીટનું પ્લેન 2 વ્યક્તિને લેવા સુરત એરપોર્ટ આવ્યું હતું અને 1 કલાકમાં ફરી સાયપ્રસ જવા રવાના થયું હોવાનું સામે આવ્યું હતું. સુરતમાં વધી રહેલા કોરોનાના કેસમાં માતા-પિતાની ચિંતા સતાવતા સાયપ્રસમાં રહેતા ગુજરાતી ડોક્ટરે તેના માતા-પિતાના ત્યાં તેડાવવા માટે સ્પેશિયલ ફ્લાઈટ સુરત મોકલી હોવાની ચર્ચા હવે ચારેકોર થના લાગી છે.

image source

સમય સાથે વાત કરવામાં આવે તો કહેવામાં આવી રહ્યું છે કે સવારે 9 વાગ્યે ગલ્ફ સ્ટ્રીમ-4 કક્ષાનું લક્ઝુરિયસ વિમાન સુરત એરપોર્ટ પર આવેલું જોઈ સ્ટાફ અને પેસેન્જરમાં કુતુહુલ જોવા મળ્યું હતું. મિડલ ઈસ્ટના સાઈપ્રસમાં રહેતાં ગુજરાતી ડોક્ટરે પોતાના માતા-પિતાને ત્યાં બોલાવવા માટે સ્પેશિયલ ફ્લાઈટ મોકલી હોવાનો કિસ્સો સોમવારે સુરતમાં નોંધાયો હતો.

image source

સુરત એરપોર્ટ ખાતેથી મળતી માહિતી પ્રમાણે, કોરોનાના વધતાં કહેર વચ્ચે ઘરડા માતા-પિતા તેની ઝપટમાં નહીં આવે તે હેતુથી ગુજરાતી ડોક્ટરે સાયપ્રસના લનાર્કા ઈન્ટરનેશનલ એરપોર્ટથી એક સ્પેશિયલ ચાર્ટડ ફ્લાઈટ સુરત મોકલી હતી. જે સોમવારે સવારે 9.05 સુરત એરપોર્ટ પર આવીને 2 પેસેન્જર રણછોડ પટેલ અને સવિતા પટેલને લઈને પરત લનાર્કા એરપોર્ટ જવા માટે 10.52 કલાકે ઉપડી ગઈ હતી.

image source

જ્યારે આ કેસ બહાર આવ્યો ત્યારે લોકો પણ જોતા રહી ગયા હતા અને આ દીકરાના વખણ કર્યાં હતા. હવે આ કિસ્સો ભારે વાયરલ થઈ રહ્યો છે અને કોરોના કેસ વિશે પણ વાતો કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, હાલ ગુજરાતમાં કોરોનાના કેસોમાં નજીવો ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં દરરોજ 11000ની આસપાસ કેસો નોંધાઈ રહ્યા છે. આ અંગે આરોગ્ય વિભાગ રોજ કુલ દર્દી, તેમની સ્થિતિ અંગે માહિતી આપે છે, જે મુજબ મે મહિનાની શરૂઆતથી લઇને 10મી મે સુધી રાજ્યમાં 700થી 792 દર્દી વેન્ટિલેટર પર સારવાર લઇ રહ્યા છે. એકલા વડોદરામાં જ 1100થી વધુ વેન્ટિલેટર છે, જે પૈકી 1 હજારથી વધુ બેડ ફુલ છે.

Exit mobile version