Site icon News Gujarat

એક અંદ્ધશ્રંદ્ધાએ લીધા 900 લોકોના જીવ, ધર્મગુરૂએ આ રીતે પોતાની જાળમાં ફસાવ્યા લોકોને

આપણા દેશમાં બિલાડી જો માર્ગ કાપે તો સામાન્ય રીતે અપશુકન માનવામાં આવે છે. એટલું જ નહીં, લોકો છિંકવાને પણ અંધશ્રદ્ધાની કેટેગરીમાં રાખે છે. પરંતુ આજે અમે તમને આવી અંધશ્રદ્ધાને લગતી એક વાર્તા જણાવીશું, જેનાથી આગળ આ બધા ખૂબ નાના છે. તમને જણાવી દઈએ કે અમેરિકાની નજીક ગુયાનાના જોસટાઉનમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. અહીં અંધશ્રદ્ધાને કારણે 900 જેટલા લોકોએ મળીને આત્મહત્યા કરી હતી.

સૌથી મોટી આત્મહત્યાની ઘટના

image source

ગુયાનાની આ ઘટનાને અત્યાર સુધીની સૌથી મોટી આત્મહત્યાની ઘટના માનવામાં આવે છે. આ ઘટના સાંભળનારા કોઈપણને આઘાત લાગે છે. ખરેખર, આ ઘટના પાછળ જીમ જોન્સ નામનો એક ધર્મગુરૂ હતો. તે પોતાને ભગવાનનો અવતાર કહેતો. જિમ જોન્સે લોકોની વચ્ચે પોતાની પહોંચ વધારવા માટે જરૂરીયાતમંદ લોકોની મદદ કરવાના નામે 1956 ‘પીપલ્સ ટેમ્પલ’ (લોકોનું મંદિર) નામનું એક ચર્ચ બનાવ્યું, અને તેમની ધાર્મિક વાતો અને અંધશ્રદ્ધાના આધારે, તેમણે હજારો અનુયાયીઓને બનાવી લીધા.

દિવસભર કામ કરાવતો

image source

જિમ જોન્સ સામ્યવાદી વિચારધારાનો હતો અને તેમના મંતવ્યો અમેરિકન સરકાર કરતા અલગ હતા. તેથી તે ગુયાનાના જંગલોમાં તેના અનુયાયીઓ સાથે શહેરથી દૂર ચાલ્યો ગયો અને ત્યાં તેણે એક નાનું ગામ પણ વસાવી લીધુ. પરંતુ થોડા દિવસ પછી જ તેની વાસ્તવિકતા લોકોની સામે આવવા લાગી. તે પોતાના અનુયાયીઓ(સ્ત્રીઓ હોય કે પુરુષો)પાસે દિવસભર કામ કરાવતો અને રાત્રે જ્યારે તે થાકીને સૂવા જતા ત્યારે તે સૂવા પણ દેતો ન હતો અને ભાષણ શરૂ કરી દેતો. આ સમય દરમિયાન, તેના સૈનિકો ઘરે ઘરે જતા હતા અને તે જોવા હતા કે કોઈ સૂઈ તો નથી ગયું ને.

નિકો દિવસ અને રાત ગામની આસપાસ રક્ષા કરતા

image source

આટલું જ નહીં જો કોઈ સૂતું જોવા મળે તો તેને કડક સજા કરવામાં આવતી. જીમ જોન્સ તેમના અનુયાયીઓને ગામની બહાર પણ જવા દેતો નહોતો. જ્યારે પુરુષો અને સ્ત્રીઓ કામ કરતા હોય ત્યારે તેમના બાળકોને કમ્યુનિટિ હોલમાં રાખવામાં આવતા. તેના સૈનિકો દિવસ અને રાત ગામની આસપાસ રક્ષા કરતા હતા, જેથી કોઈ ત્યાંથી છટકી ન શકે.

જીમ જોન્સને પણ આની જાણ થઈ

image source

જીમ જોન્સની અંધશ્રદ્ધાની જાળ એટલી ફેલાઈ ગઈ હતી કે તે તેના અનુયાયીઓને જે કંઈ પણ કહેતો, તેના અનુયાયીઓ તેને સ્વીકારી લેતા. આ દરમિયાન યુ.એસ. સરકારને ત્યાં થતી પ્રવૃત્તિઓ વિશે જાણ થઈ. સરકારે જીમ જોન્સ પર કાર્યવાહી કરવાનું વિચાર્યું. પરંતુ જીમ જોન્સને પણ આની જાણ થઈ અને તેના બધા અનુયાયીઓને એક જગ્યાએ એકઠા થવા કહ્યું.

તમને ગોળીઓ વડે ફુંકી મારશે

image source

જીમ જોન્સે એકઠા થયેલા લોકોને જણાવ્યું હતું કે “અમેરિકન સરકાર આપણા બધાને મારવા આવી રહી છે. તેઓ તમને ગોળીઓ વડે ફુંકી મારશે તેથી તે પહેલાં, આપણે બધાએ પવિત્ર પાણી પી લેવુ જોઈએ. આમ કરવાથી આપણે ગોળીઓના દર્દથી બચી શકીશું.

image source

જો આપણે આ પવિત્ર પાણી ન પીએ તો, તેઓ આપણને બોમ્બથી ઉડાવી દેશે અને જેઓ બચી જશે તેમની સાથે પ્રાણીઓ જેઓ વ્યવહાર કરવામાં આવશે. મહિલાઓ પર બળાત્કાર કરશે, બાળકોને વિવિધ પ્રકારની યાતનાઓ આપશે. તેથી આપણે તેમનાથી બચાવવા માટે આપણે આ પવિત્ર જળ પીવું પડશે.

અંધશ્રદ્ધામાં પડીને 900 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો

image source

જોન્સે પહેલેથી જ એક વિશાળ ટબમાં ખતરનાક ઝેર ભેળવીને સોફ્ટ ડ્રિંક બનાવી લીધુ હતું અને પછી લોકોને પીવા માટે આપી દીધુ. આ સમય દરમિયાન જે પણ વ્યક્તિએ ઝેરી પીણું પીવાની ના પાડી તેને બળજબરીથી પીવડાવવામાં આવ્યુ. આ રીતે અંધશ્રદ્ધામાં પડીને 900 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો. જેમાં 300 થી વધુ બાળકો શામેલ હતા. આ ઘટનાને અત્યાર સુધીનો સૌથી મોટો હત્યાકાંડ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે લોકોના મોત પછી જીમ જોન્સની લાશ પણ એક જગ્યાએ મળી હતી. તેણે પોતાને ગોળી મારી લીધી હતી અથવા કદાચ તેના ઇશારે કોઈએ તેને ગોળી મારી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version