આ કારણે માધુરી દીક્ષિત અને જુહી ચાવલાએ નથી કર્યા કોઈ હેન્ડસમ ફિલ્મ સ્ટાર સાથે લગ્ન, વાતમાં થયો એવો ખુલાસો કે…

બોલીવુડમાં એક સમય એ પણ હતો જ્યારે આખી દુનિયા માધુરી દીક્ષિત અને જુહી ચાવલાની દિવાની હતી. એ દિવસોમાં આ બન્ને અભિનેત્રીઓની અંદરોઅંદર ટક્કર માનવામાં આવતી હતી. આજે જુહી ચાવલા ફિલ્મોથી થોડી દૂર થઈ ગઈ છે પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તો માધુરી દીક્ષિત પોતાના ફેન્સ સાથે જોડાઈ રહેવાની સાથે સાથે રિયાલિટી શોમાં જજ તરીકે પણ દેખાય છે માધુરી દીક્ષિત અને જુહી ચાવલા બન્ને પોતાના સમયની ટોપ હિરોઇન હતી જેની સુંદરતા પર લોકો દિલ હારી જતા હતા. જો કે આજે પણ એમના પ્રત્યે લોકોની દીવાનગી ઓછી નથી થઈ.

image source

એટલું જ નહીં ઇન્ડસ્ટ્રીના ઘણા હીરો એમના પર જાન લૂંટાવતા હતા પણ બન્નેએ કોઈ હીરો સાથે લગ્ન ન કર્યા. માધુરી દીક્ષિતે જ્યાં ડોકટર શ્રીરામ નેને સાથે લગ્ન કર્યા તો જુહી ચાવલાએ બિઝનેસમેન જય મહેતા સાથે લગ્ન કરી લીધા. એટલું જ નહીં વર્ષો પહેલા એમને આ વાતનો જવાબ આપી દીધો હતો કે કેમ એમને કોઈ હેન્ડસમ હીરોને પોતાનો પતિ ન બનાવ્યો.

image source

માધુરી દીક્ષિત અને જુહી ચાવલા વર્ષ 2014માં કરણ જોહરના ચેટ શો કોફી વિથ કરણમાં આવી હતી. અહીંયા કરણ જોહરે માધુરી દીક્ષિત અને જુહી ચાવલા પાસે ઘણા ચટપટા સવાલના જવાબ માંગ્યા હતા. એ દરમિયાન બન્ને અભિનેત્રીઓએ પોતાના અંગત જીવન સાથે જોડાયેલા કેટલાક ખુલાસા કર્યા હતા.

image source

તમને જણાવી દઈએ કે માધુરી દીક્ષિતે વર્ષ 1999માં ડોકટર શ્રીરામ નેને સાથે લગ્ન કર્યા છે તો જુહી ચાવલાએ વર્ષ 1995માં બિઝનેસમેન જય મહેતા સાથે લગ્ન કર્યા હતા. આજે બન્ને અભિનેત્રીઓ પોતાના લગ્નજીવનમાં ખૂબ જ ખુશ છે. એવામાં જ્યારે બંને અભિનેત્રીઓ કરણ જોહરના ચેટ શોમાં પહોંચી તો કરણ જોહરે એમને એ સવાલો પૂછી લીધા જે એમના ફેન્સ જાણવા માંગતા હતા. કરણ જોહરે પૂછ્યું કે તમે આટલા મોટા મોટા સ્ટાર્સ સાથે ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું છે પણ કોઈ સ્ટાર સાથે લગ્ન કરવા વિશે કેમ ન વિચાર્યું?

image source

આ સવાલ પર જવાબ આપતા પહેલા માધુરી દીક્ષિતે કહ્યું કે શાહરુખ ખાન સાથે મેં ઘણી બધી ફિલ્મો કરી. સલમાન ખાન સાથે પણ મેં કામ કર્યું. આમીર ખાન સાથે મેં ફક્ત બે જ ફિલ્મો કરી છે. કદાચ મેં ક્યારેય આ કલાકારોને એટલા પસંદ નથી કર્યા અને ન તો એમની સાથે લગ્ન કરવા વિશે વિચાર્યું, મારા પતિ મારા હીરો છે. એના પર કરણ જોહરે કહ્યું કે તમને મળ્યા પછી જ એ હીરો બન્યા છે કારણ કે એમના પહેલા કોઈને એ નજરથી જોયા નથી.

image source

તો આ સવાલનો જવાબ આપતા જુહી ચાવલાએ કહ્યું હતું કે મને જય ખરેખર ખૂબ જ ગમ્યા હતા. એમને મને ફૂલ, કાર્ડસ, ગિફ્ટ મોકલ્યા હતા. એમને મારૂ દિલ જીતી લીધું હતું. બધા શાનદાર હીરો છે, એક કલાકાર તરીકે તમે તમારામાં ખૂબ જ સારા હોવ છો અને હું નહોતી જોતી કે હું આવા જ કોઈ વ્યક્તિ સાથે લગ્ન કરું અને જિંદગી વિતાવું. હું મારી પસંદને લઈને એકદમ સ્પષ્ટ છું. તમને જણાવી દઈએ કે આ ચેટ શો સિવાય બન્ને અભિનેત્રીઓ ફિલ્મ ગુલાબ ગેંગમાં એકસાથે દેખાઈ ચુકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *