નાસ્ત્રેદમસ જ નહીં ભારતના આ સંતે પણ કરી હતી કોરોના અંગે ભવિષ્યવાણી

કોરોનાનું સંકટ હવે સમગ્ર વિશ્વને હંફાવી રહ્યું છે. ભારત સિવાય બીજા દેશોમાં પણ મનુષ્યના મોત જીવજંતુઓની જેમ થઈ રહ્યા છે. શબને રાખવા માટે જગ્યા મળી રહી નથી. આધુનિક યુગમાં, તે માનવજાતની સૌથી મોટી દુર્ઘટના તરીકે ઉભરી આવ્યો છે. પરંતુ સિલિવિયા બ્રાઉની, બાબા વેન્ગા, જીન ડિકસન, ભારતના બાળ જ્યોતિષી અભિનંદ આનંદ જેવા પ્રબોધકોએ પણ આ સંકટ વિશે અગાઉ જણાવ્યું હતું. વિશેષ બાબત એ છે કે ભારતના સૌથી પ્રખ્યાત પુસ્તક રામચરિત માનસે પણ કોરોના લક્ષણોનો ઉલ્લેખ કર્યો છે.

500 વર્ષ પહેલાં તુલસીદાસે કોરોના અંગે આગાહી કરી હતી

image source

મહાત્મા તુલસીદાસે શ્રીરામનવમીના દિવસે 1574 એડી (1631 વિક્રમ સંવત) ના રોજ રામચરિત માનસની રચના શરૂ કરી હતી. સનાતન ધર્મનું આ અનોખું પુસ્તક મહાદેવના વારાણસી શહેરમાં દિવ્ય પ્રેરણાથી લખાયું હતું. આ પુસ્તકમાં ભવિષ્ય વિશેના ઘણા સંકેતો છે.

શ્રી રામચરિત માનસનો છેલ્લો અધ્યાય ઉત્તરકાંડ તરીકે ઓળખાય છે. તેમાં રાવણની હત્યા બાદ રામના રાજ્ય અને ભવિષ્યની ઘટનાઓ વર્ણવવામાં આવી છે. આ ઉત્તરકાંડની ચોપાઈ સંખ્યા 120માં કોરોના લક્ષણોનું વર્ણન કરવામાં આવ્યું છે.

image source

આ લાઇનોમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે ચામાચિડીયાને લીધે રોગચાળો ફેલાશે. જેના કારણે લોકો ખૂબ દુખી થશે. કફ એટલે કે શરદી ઉધરસ મુખ્ય રહેશે. છાતીમાં ઙળતરા થશે. વધારે તાવના કારણે લોકો બેભાન થઈ જશે. આ બીમારીનો ઈલાજ સમાધી એટલે કે એકાંતવાસ(આઈસોલેશન) થશે. આ સિવાય અન્ય કોઈ સોલ્યુશન કામ કરશે નહીં.

બાળ જ્યોતિષ અભિજ્ઞ આનંદની અભૂતપૂર્વ આંતરદૃષ્ટિ

કર્ણાટકના રહેવાસી અભિનવ આનંદે ગયા વર્ષે ઓગસ્ટમાં વિશ્વને કોરોના વાયરસ વિશે પણ જણાવ્યું હતું. તે વિશ્વનો સૌથી યુવા જ્યોતિષી છે. અભિજ્ઞ અને તેની નાની બહેન પાસે 700 થી વધુ વિડિયોઝ સાથે ચેનલ છે, જેમાં જ્યોતિષવિદ્યા, વાસ્તુ શાસ્ત્ર અને આયુર્વેદ પર 300 થી વધુ વિડિયોઝ છે. તેની ચેનલનું નામ Conscience છે. તેમની જ્યોતિષીય ચેનલ, જે વિશ્વભરમાં જોવા મળે છે, તેના પર પાંચ મિલિયન સબ્સ્ક્રાઇબર્સ છે.

image source

22 ઓગસ્ટ, 2019 ના રોજ અભિજ્ઞએ વિશ્વને કોરોના વિશે જણાવ્યું હતું. જો કે ત્યારબાદ તેના પૂર્વાનુમાનને ગંભીરતાથી લેવામાં આવ્યું ન હતું. વૈજ્ઞાનીઓએ જ્યોતિષીય ગણતરીઓના આધારે આગાહી કરી હતી કે 31 માર્ચ 2020 ના રોજ કોરોનાની અસર સૌથી વધુ જોવા મળશે અને આ રોગ સમગ્ર વિશ્વમાં પ્રભુત્વ ધરાવશે.

અમેરિકન મહિલા જ્યોતિષે 12 વર્ષ પહેલાં કોરોના વિશે જણાવ્યું હતું.

સિલ્વીયા સેલેસ્ટી બ્રાઉનનો જન્મ અમેરિકાના મિઝૌરીના કેન્સાસ સિટીમાં 1936 માં થયો હતો. તેણે માનસિક નિષ્ણાત હોવાનો દાવો કર્યો હતો. તે ટીવી કાર્યક્રમો અને રેડિયો પર વારંવાર દેખાતી હતી જેમ કે ‘ધ મોન્ટેલ વિલિયમ્સ શો’ અને ‘લેરી કિંગ લાઇવ’.

image source

તેમણે આવા ઘણા પુસ્તકો લખ્યા હતા જે બેસ્ટ સેલર રહ્યા. આમાંની એક છે ‘એન્ડ ઓફ ડેઝ: પ્રિડિક્શન એન઼્ડ પ્રોફેસીઝ અબાઉટ ધ એન્ડ ઓફ વર્લ્ડ પણ છે. જેમા દુનિયાના અંત વિશે ભવિષ્યવાણી કરવામાં આવી છે. તેમણે આ એક પુસ્તક વર્ષ 2008 માં લખ્યું હતું. જેમાં પાના નંબર 312 પર દાવો કરવામાં આવ્યો હતો કે વર્ષ 2020 દરમિયાન, ન્યુમોનિયા જેવો ગંભીર રોગ સમગ્ર વિશ્વમાં ફેલાશે. વિશેષ બાબત એ છે કે સિલ્વિયા બ્રાઉનીનું મૃત્યુ લગભગ 7 વર્ષ પહેલા એટલે કે 2013 માં થઈ ચૂક્યું છે.

તો બીજી તરફ તમિલનાડુના હિન્દુ સંત વીર બ્રહ્મેન્દ્ર સ્વામી ભારતના નોસ્ટ્રાદેમસ કહેવાય છે. 1610થી 1693ની વચ્ચે થઈ ગયેલા આ હિન્દુ સાધુએ કોરોના અંગે ભવિષ્યવાણી કરી હતી. તમને જણાવી દઈએ કે, તેમના કાલજ્ઞાનમ્ નામના તેલુગુભાષાના ગ્રંથમાં કોરોનાને ઝેરી વાયુ ગણાવાયો છે. તેમણે લખ્યું કે, 21મી સદીમાં એક મોટા નેતાની હત્યા થશે અને તેના કારણે વિશ્વયુદ્ધ ફાટી નીકળશે. તેમણે એમ પણ કહ્યું કે, યુદ્ધ પછી પશ્વિમનું જગત નબળું પડશે. ભગવાનનું શહેર હિંસાથી ભડકે બળશે અને 2 ભાઈઓ વચ્ચે લડાઈ થશે.

image source

કાલજ્ઞાનમ એટલે કે કાળનું જ્ઞાન અથવા ભવિષ્યનું જ્ઞાન. તમને જણાવી દઈએ કે, આ ગ્રંથમાં તેમણે 114 નંબરના શ્લોકમાં લખ્યું હતું, પૂર્વમાંથી એક ઝેરી ગેસ ફેલાશે જે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવશે. જેમા લાખો લોકો મૃત્યુ પામશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, એ ઝેરીવાયુ કોરોન્કી નામથી ઓળખાશે અને તે એક કરોડ લોકોને તેની ઝપેટમાં લેશે બનાવશે. તેમણે કહ્યું કે, જેમ મરઘીઓ ટપોટપ મરી જાય છે એમ લોકો પણ ટપોટપ મરી જશે. નોંધનિય છે કે, સંત વીર બ્રહ્મેન્દ્ર સ્વામીના કહેવા પ્રમાણે પૂર્વમાંથી ઝેરીવાયુ ઉદ્ભવશે એવું કહ્યું હતું, તેનો અર્થ ઘણાં લોકો ચીનમાંથી ઉદ્ભવ્યો એવો કરે છે.

બાબા વેન્ગાએ પોતાની અંધ આંખોથી 2020 નું ભવિષ્ય જોયું હતું

image source

બલ્ગેરિયાના ભવિષ્યવક્તા વેંગેલિયા પાંડેવાને જ બાબા વેન્ગા તરીકે ઓળખવામાં આવે છે. તેનો જન્મ 1911ના રોજ થયો હતો. 1996 માં તેમનું અવસાન થયું. 12 વર્ષની ઉંમરે તોફાન દરમિયાન તેણે આંખો ગુમાવી દીધી હતી. પરંતુ આ ઘટના પછી, તેની પાસે ભવિષ્યમાં જોવાની ક્ષમતા આવી. તેમણે 5079 સુધી આગાહીઓ કરી છે. જે એક પુસ્તકમાં નોંધાયેલા છે.

image source

બાબા વેંગાએ વર્ષ 2020 વિશે કહ્યું હતું કે વર્ષ 2020 માં વિશ્વમાં અનેક વિનાશક ઘટનાઓ બનશે. જે માનવ સંસ્કૃતિ માટે ખૂબ જ પીડાદાયક સાબિત થશે. મનુષ્ય ખૂબ સ્વાર્થી હશે. મનુષ્ય ફક્ત પોતાની ચિંતા કરશે અને ઘણી પ્રકારની કુદરતી આફતો અને રોગચાળોમાં ડૂબી જશે. બાબા વેન્ગાને યુરોપ અને રશિયામાં સંતની પદવી પ્રાપ્ત છે. તેમના એક શિષ્યે જણાવ્યું છે કે બાબા વેન્ગાએ 1970 માં જ વિશ્વમાં કોરોના જેવી રોગચાળો ફેલાવવાની ચેતવણી આપી હતી. તેમણે લોકોને યુરોપમાં ભારે આર્થિક મંદી અને આખા ખંડના લોકડાઉન જેવી પરિસ્થિતિ વિશે પણ ચેતવણી આપી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!