નેહા કક્કર સાથેના બ્રેકઅપ પર આખરે આ એક્ટરે તોડ્યું મૌન, અને કહ્યું કે.. હું ખુશ છું અને નેહા તો…

વર્ષ 2018નું એ બ્રેકઅપ જેની ચર્ચા લોકો આજે પણ કરે છે. હા, ફેમસ અને મોસ્ટ પોપ્યુલર સિંગર નેહા કક્કર અને એકટર હિમાંશુ
કોહલીનું બ્રેકઅપ ઘણું જ ચર્ચામાં રહ્યું હતું કારણ કે બંનેએ થોડા સમય પહેલા જ પોતાના પ્રેમનો ખુલાસો બધાની સામે કર્યું હતો
પણ બંનેનો સંબંધ તૂટી ગયો. એ સમયે ઘણીવાર નેહા કક્કર પ્લેસ પર પણ રડવા લાગતી હતી. પણ આજે નેહા ખુશ છે.આગળ વધી
ચુકી છે, લગ્ન કરી ચુકી છે. પણ આ બ્રેકઅપ પર હવે હીમાંશુએ મૌન તોડ્યું અને પોતાનો પક્ષ મુક્યો છે કારણ કે આજ સુધી લોકો
હિમાંશુને જ એ માટે ટાર્ગેટ કરતા આવ્યા છે.

image source

બૉલીવુડ બબલને આપેલા ઇન્ટરવ્યૂમાં હીમાંશુએ કહ્યું કે એ મારું બ્રેકઅપ હતું, હું આખી દુનિયાને કેમ જણાવતો ફરું? એ મારા
ઘરની બાબત હતી તો ભલા બીજાને એની સાથે શુ લેવા દેવા, એ લોકોને આમાં શુ કામ રસ? આ 2018ની બાબત છે પણ લોકોએ
મને ટાર્ગેટ કર્યો, હું હવે નેહાને પણ આ માટે દોષ નથી આપતી, એ મુવઓન કરી ચુકી છે અને પોતાની લાઈફમાં ખુશ છે. હું પણ
એમના માટે ખુશ છું અને પોતાના માટે પણ. હું મારી ડ્રિમ લાઈફ જીવી રહ્યો છું, પૈસા કમાઈ રહ્યો છું અને લોકોનું ઈન્ટરટેઇન કરી
રહ્યો છું.

image source

અમે બંને આગળ વધી ચુક્યા છે પણ લોકો આજે પણ 2018માં જ અટકેલા છે જ્યારે આ 2021 છે. પણ લોકો અત્યારે પણ ટાર્ગેટ
કરે છે કારણ કે એમને લાગે છે કે હું ચૂપ છું એનો અર્થ હું ખોટો છું. જ્યારે હું જાણું છું કે હું ખરાબ માણસ નથી. જો હું ખોટો હોત
તો રાત્રે નિરાંતે ઊંઘી ન શકતો હોત. હું ખુશ છું કે મેં કોઈની સાથે કઈ ખોટું નથી કર્યું પણ લોકોના વિચારો ટોક્સિક છે

image source

એ સમયે એ ગુસ્સામાં હતી તો એમને સોશિયલ મીડિયા પર કંઈક પોસ્ટ કરી દીધું, હું પણ ગુસ્સામાં હતો પણ મેં કઈ પણ પોસ્ટ ન
કર્યું, તો ટોક્સિક કોણ છે? ટોક્સિક એ લોકો છે જે વારંવાર ટાર્ગેટ અને પોક કરે છે જ્યારે એની કોઈ જ જરૂરત નથી. અમારી વચ્ચે
જો પ્રેમ નથી તો નફરત પણ નથી રહી અને જો અમે એને મેઈન્ટેન કરી શકીએ છીએ તો લોકોને પણ એ કરવું જોઈએ.

image source

જેમ કે બધા જાણે છે કે નેહા અને હિમાંશુ પોતાના સંબંધને લઈને ખૂબ જ ગંભીર હતા પણ એમનું અચાનક થયેલું બ્રેકઅપ બધાને
ચોંકાવી ગયું અને ચર્ચાનો વિષય બની ગયું. રોહનપ્રીત સાથે લગ્નના થોડા સમય પહેલા નેહા અને હિમાંશુ એકબીજાને ડેટ કરી રહ્યા
હતા પણ હવે બન્ને પોતપોતાની લાઈફમાં આગળ વધી ચુક્યા છે અને ખુશ છે તો લોકોએ પણ પોતાના કામથી કામ રાખવું જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *