Site icon News Gujarat

વિચિત્ર કિસ્સો, ગર્ભાવસ્થા દરમિયાન આ મહિલાને ઉગ્યા બે વધારાનાં સ્તન, આ સ્તનમાંથી દૂધ પણ નીકળતું હતું

સામાન્ય રીતે માણસનાં ચહેરા સરખા નથી હોતા પરંતુ તેમનાં અંગો સરખા હોય છે. દેખાવમાં અને સંખ્યામાં બન્ને રીતે પરંતુ ઘણી વખત અપવાદ રૂપે કોઈક વ્યક્તિ ની શરીર રચના અલગ પણ જોવા મળતી હોય છે. તમે 10 કરતાં વધારે આંગળીઓવાળા વ્યક્તિ વિશે સાંભળ્યું હશે કે પછી એક સાથે બે માથા જોડાયેલા જુડવા બાળકો પણ જોયા હશે. આજે અહીં જે કિસ્સા વિશે વાત થઈ રહી છે તેવું તમે આજ પહેલાં ક્યારેય સાંભળ્યું પણ નહીં હોય. અહી એક મહિલાની વાત થઈ રહી છે જેને ચાર સ્તન છે.

image source

આ વિશે વાત કરીએ તો સામાન્ય રીતે દરેક સ્ત્રીને શરીરમાં બે સ્તનો હોય છે. પરંતુ જ્યારે લોસ એન્જલસમાં રહેતી સમન્તા તેના પહેલી વખત ગર્ભવતી થઈ ત્યારે તેના અન્ડરઆર્મ્સમાંથી બે સ્તનો પણ બહાર આવ્યા. સૌથી મોટી વાત એ છે કે જ્યારે સમન્તા તેના બાળકને સ્તનપાન કરાવતી હતી ત્યારે પણ બગલની નીચે સ્તનમાંથી દૂધ નીકળતું હતું. મળતી માહિતી મુજબ આજે આ મહિલા બે બાળકોની માતા છે અને તે લોસ એન્જલસમાં રહે છે. ગર્ભાવસ્થા દરમિયાન સામન્થાના બે સ્તન તેના અન્ડરઆર્મમાંથી બહાર આવ્યા હતા.

image source

તેણે આ અંગે કહ્યું કે આ ઘટના મારા માટે એક ખરાબ સપના જેવી છે. જો કે હવે સમન્તાએ ઓપરેશન દ્વારા તેના વધારાના સ્તનમાંથી છૂટકારો મેળવ્યો છે. સમન્તા કહે છે કે તેને આ વધારાના સ્તનથી ઘણો દુખાવો થતો હતો કારણ કે બગલના ભાગમાંથી સ્તન જુકી ગયાં હતાં. સમન્તાએ આ અજીબ કિસ્સો તેના ઓપરેશન બાદ લોકો સાથે શેર કર્યો હતો. તેણે કહ્યું કે જ્યારે તે પહેલી વખત ગર્ભવતી બની અને એક પુત્રીને જન્મ આપ્યો હતો. આ દરમિયાન તેના અન્ડરઆર્મમાં આ સ્તન જોવા મળ્યાં હતાં. થોડા દિવસો પછી તેણે જોયું કે અંડરઆર્મ્સના નીચેનો ભાગ સ્તન જેવો લાગી રહ્યો હતો અને જ્યારે તે તેની પુત્રીને દૂધ પીવડાવતી હતી ત્યારે તેના વધારાના સ્તનમાંથી દૂધ પણ નીકળતું હતું.

image source

જાણવા મળ્યું છે કે સમન્તા તેની પુત્રી 6 મહિનાની થઈ તે પહેલાં જ તે બીજી વખત ગર્ભવતી થઈ હતી અને તે પછી તેણે ઓપરેશન દ્વારા તેના વધારાના સ્તનને દૂર કરી નાખ્યું હતું. પરંતુ પહેલાના દિવસોને યાદ કરતાં સમન્તા કહ્યું કે આ અનુભવ તેના માટે ખૂબ જ ખરાબ હતો. આ વધારાના સ્તનનું કદ પણ એક કપ જેટલું હતું. લોકો તેના વધારાના સ્તનની મજાક ઉડાવતા હતા. તેણે કહ્યું હતું કે જ્યારે આ સ્તનમાં દૂધ ભરાયેલ હોય છે ત્યારે તેને ઘણી પીડા થતી હતી. સમન્તાનાં આત્મવિશ્વાસ પર પણ ખૂબ જ ખરાબ અસર પડી હતી. તે આ દરમિયાન તેના પતિની સામે કપડાં ઉતારવામાં અચકાતી હતી.

image source

આ પછી જ્યારે સમન્તાનો બીજો પુત્ર મોટો થયો ત્યારે તેણે સર્જરી કરવાનું નક્કી કર્યું. ડોકટરોએ ઓપરેશન દ્વારા તેના વધારાના સ્તનને દૂર કર્યું. પહેલા ડોકટરોને લાગ્યું કે આ સમસ્યા સમન્તાના થાઇરોઇડને કારણે છે પરંતુ એવું નહોતું. હવે સમન્તા સર્જરી પછી સામાન્ય જીવન જીવી રહી છે. આ સાથે તેમણે પોતાના સ્તન મુક્ત અન્ડરઆર્મ્સની તસવીરો પણ લોકો સાથે શેર કરી છે. આ તસવીરોમાં ચાર સ્તનો જોઈને લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

Exit mobile version