સલમાનની આ ફિલ્મથી રાતોરાત હિમેશ રેશમીયાની ચમકી ગઇ કિસ્મત અને થઇ ગયો ફેમસ, જાણો આજે કેટલા કરોડના છે માલિક

બોલિવુડના જાણીતા મ્યુઝિક ડાયરેકટર અને સિંગર હિમેશ રેશમિયાને આજે કોણ નથી જાણતું. એમને મ્યુઝિકની દુનિયામાં પોતાની અલગ ઓળખ મેળવી છે. જેના કારણે એ હમેશા ચર્ચામાં રહે છે. પછી એ એમની સિગિંગ હોય કે એમની લાઇફસ્ટાઇલ. મ્યુઝિક કંપોઝર હિમેશ રેશમિયાનો જ 23 જુલાઈ 1973માં ગુજરાતમાં થયો હતો. એમના પિતાનું નામ વીપીન રેશમિયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર એમના એક મોટા ભાઇ પણ હતા જેમનું નિધન એક રોડ એક્સિડન્ટમાં થયું છે. શરૂઆતથી જ હિમેશની મ્યુઝિકનો ચસ્કો હતો એટલે એમને એમાં જ પોતાનું કરિયર બનાવવાનું વિચાર્યું.

image source

હિમેશની એમના જીવનમાં સૌથી વધુ સ્પોર્ટ સલમાન ખાને કર્યો છે. આ વાતનો ખુલાસો એ ઘણીવાર કરી ચુક્યા છે. સલમાન ખાનની ફિલ્મ પ્યાર કિયા તો ડરના કયામાં હિમેશે બે ગીતોમાં પોતાનું મ્યુઝિક આપ્યું હતું. જેના કારણે સલમાન ખાન સાથે એમની સારી મિત્રતા થઈ ગઈ હતી. કહેવામાં આવે છે કે હિમેશન પિતા સલમાન ખાન સાથે ફિલ્મ બનાવવા માંગતા હતા પણ આ ફિલ્મ ક્યારેય બની ન શકી.

image source

પણ સલમાન ખાન ક્યારેય પોતાના મિત્રોને નથી ભૂલતા, એમને હિમેશની મદદ કરી અને એમની ફિલ્મ તેરે નામના બધા ગીતોને કમ્પોઝ કરવાનું કામ આપ્યું. ફિલ્મના ગીતો દર્શકોની જીભે ચડી ગયા અને રાતોરાત હિમેશનું કરિયર ચમકી ગયું. આજે હિમેશ રેશમિયા પાસે ઘણી સંપત્તિ છે. એક આંકડા અનુસાર હિમેશની કુલ નેટ વર્થ 10 મિલિયન ડોલર એટલે કે 73 કરોડ રૂપિયાની આસપાસ છે.

image source

હિમેશની સૌથી વધુ કમાણી સ્ટેજ શોમાં થાય છે. જ્યાં એ દર વર્ષે દુનિયાભરમાં લગભગ 100થી વધુ સ્ટેજ શો કરે છે. સુત્રોનું માનીએ તો સિંગર એક સ્ટેજ શોના 40 લાખ રૂપિયા લે છે. હિમેશ મુંબઈમાં એક આલિશાન ફ્લેટમાં એમની બીજી પત્ની સોનિયા કપૂર સાથે રહે છે. તો એમની પહેલી પત્ની કોમલથી એમને એક દીકરો પણ છે.

image source

હિમેશ શરુઆતથી જ પોતાની હાઈ ફાઈ લાઇફસ્ટાઇલ માટે જાણીતા હે. જેના કારણે એમની કાર કલેક્શન પણ જોરદાર છે. સિંગર પાસે એક બીએમડબલ્યુ 6 સિરીઝ છે જેની કિંમત 1.2 કરોડ રૂપિયા છે, એ સાથે જ એમની પાસે બીજી પણ ઘણી લકઝરી કાર છે.. હિમેશ પાસે મુંબઈના અંધેરી વિસ્તારમાં એક પોતાનો મ્યુઝિક સ્ટુડિયો પણ છે.

 

View this post on Instagram

 

A post shared by Himesh Reshammiya (@realhimesh)

આ સ્ટુડિયોનું નામ એચ આર સ્ટુડિયો છે. હાલ આ સ્ટુડિયોને લઈને વિવાદ ચાલી રહ્યો છે. તમને જણાવી દઈએ કે સિંગર એક ગીત ગાવા માટે 15 થી 20 લાખ ફી ચાર્જ કરે છે. હાલ હિમેશ રેશમિયા ઇન્ડિયન આઇડલ 12માં દેખાઈ રહ્યા છે જ્યાં એ એક એપિસોડ શૂટ કરવાના 2.5 લાખ રૂપિયા લે છે.

 

View this post on Instagram

 

A post shared by Himesh Reshammiya (@realhimesh)

હાલમાં જ હિમેશે એમના લેટેસ્ટ આલ્બમનો ખુલાસો કર્યો છે, એમને આની ઘોષણા પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા કરી છે. બહુ જલ્દી આ આલ્બમના ગીત રિલીઝ થવાના છે. સિંગરના આ આલ્બમનું નામ સુરૂર છે આ ખબરને સાંભળ્યા પછી એમના ફેન્સ ઘણા ઉત્સાહિત છે.