અ’વાદનો 7 ભણેલો પ્લેબોય, કપડાંની જેમ યુવતીઓ બદલતો અને પછી કરતો… અંતે ફિયાન્સીએ ભાંડો ફોડ્યો

હાલમાં અમદાવાદથી એક વિચિત્રવ કિસ્સા સામે આવ્યો છે. આમ તો આ શખ્સ માત્ર 7 ધોરણ જ ભણેલો છે પરંતુ એનું મગજ ખરેખર જોરદાર છે. એ પણ ખોટા કામમાં. ત્યારે આવો વાત કરીએ આ કિસ્સા વિશે. અમદાવાદની હોટલમાં યુવતી સાથે રંગ રેલિયા મનાવી રહેલા ફજલ નામના યુવકનો હાલમાં ભાંડો ફૂટ્યો છે અને આ પોલ છતી કરવામાં તેની મંગેતરનો જ હાથ છે અને તેણે જ રંગેહાથ ઝડપી લીધા બાદ આ વાત સામે આવી છે. યુવક એક બે નહિં પણ અલગ અલગ યુવતી સાથે સબંધ રાખીને પોતાને પ્લે બોય સમજીને બેઠો હતો.

image source

હાલમાં મળતી માહિતી પ્રમાણે આ મામલે યુવક સામે મણિનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. ત્યાર બાદ મણિનગર પીલીસે આરોપીને રંગે હાથ ઝડપી લીધો છે. કહેવામાં આવે છે કે ઝડપાયેલ આરોપી ફજલ માત્ર 7 ધોરણ ભણેલો છે. આ સાથે જ વાત કરવામાં આવે તો રંગેહાથ પકડાયેલા ફઝલ નામના યુવકે કબૂલ્યું કે 10 દિવસ બાદ અન્ય યુવતી સાથે લગ્ન કરવાનો હતો. પ્રેમીની ઐયાશીનો પ્રેમિકાએ ભાંડો ફોડીને મણિનગરમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી અને હાલમાં આ મામલો ભારે ચર્ચાઈ રહ્યો છે.

image source

યુવતીના ફરિયાદ પછી જ મણિનગર પોલીસે ફજલ ઉર્ફે આરીફખાન પઠાણની ધરપકડ કરી લીધી છે. આ યુવક યુવતીઓને મોજ શોખ માટેનું સાધન જ સમજતો હતો એવું કહીએ તો જરાય ખોટું નથી. તે અલગ અલગ યુવતીઓને લગ્નની લાલચ આપતો હતો અને પછી કોઈ જગ્યાએ બોલાવીને દુષ્કર્મ આચરતો હતો. આરીફ ખાનની સગાઈ કોઈ અન્ય યુવતી સાથે થઈ ગઈ હોવાનું પણ સામે આવ્યું છે. આ આરીફ એટલો નીચ હતો કે સગાઈ થઈ તે રાત કોઈ અન્ય અન્ય યુવતીઓ સાથે રહેતો હતો. કપડાંની જેમ યુવતીઓ બદલતા ફજલનો ભાંડો હવે તેની પ્રેમિકાએ ફોડી નાંખ્યો છે અને ક્યાંય મોઢુ બતાવવાને લાયક નથી રહ્યો.

image source

કઈ રીતે ભાંડો ફૂટ્યો એના વિશે જો વાત કરીએ તો વડોદરાની મંગેતર જોડે જે હોટલમાં ફજલે સંબધ બાધ્યા હતા, તે હોટલમાં જ પોતાની પ્રેમિકાને લઇને રાત પસાર કરતો હતો અને ત્યારે જ ભાંડો ફુટી ગયો છે. એક કરતા વધુ યુવતીઓ સાથે અલગ અલગ સમયે માદક દ્રવ્યોનો નશો કરીને જલસા કરવા ફઝલને હવે ભારે પડ્યા છે અને સરેઆમ ફજેતી થઈ ગઈ છે. પોતાની જાતને પ્લેબોય સમજતો ફઝલ જ્યારે યુવતી સાથે હોટલમાં રંગરંગેલીયા મનાવતો હતો ત્યારે તેની મંગેતરે વડોદરાથી આવીને તેને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. ફજલના થોડાક દિવસ પછી મંગેતર સિવાયની અન્ય યુવતી સાથે લગ્ન થવાના છે છતાં પણ જેને સુધરવું જ નથી એનું કોઈ શું કરી લેવાનું છે.

જે યુવતી સાથે રંગરેલિયા મનાવતો હતો એના વિશે પણ માહિતી મળી રહી છે કે તે તેની પ્રેમિકા હતી. આ સિવાય અનેક યુવતીઓ સાથે તેના રિલેશન હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ સંબંધ કઈ રીતે થયો એના વિશે જો વાત કરીએ તો 2017માં યુવતીનો સંપર્ક ગોમતીપુર વિસ્તારમાં રહેતા ફજલ ઉર્ફે આરીફખાન પઠાણ સાથે થયો હતો. ફજલે યુવતી સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું. ત્યાર બાદ અલગ અલગ હોટલોમાં લઇ જઇ યુવતી સાથે શરીર સંબધ બાંધતો હતો. એટલું જ નહિં ફજલના ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી યુવતી તેને આર્થિક મદદ કરતી હતી. યુવતી હોટલમાં રોકાયા બાદ ફજલ જ્યારે વોશરુમ ગયો ત્યારે તેનો મોબાઇલ ચેક કર્યો હતો અને તેમાં અન્ય યુવતીઓ સાથેના બિભત્સ ફોટોગ્રાફ્સ મળી આવ્યા હતા, બસ ત્યારથી જ તેને શંકા જવા લાગી અને બધું જ બહાર આવી ગયું હતું.

image source

એમાં પણ ફજલે એવી હોંશિયારી બતાવી કે જ્યારે યુવતીએ ફજલને અન્ય યુવતી સાથેના રિલેશન હોવાનું પૂછતા તેને કોઇ રિલેશન ન હોવાનું કહ્યુ હતું. ત્યારબાદ યુવતીને તે પણ ખબર પડી હતી કે ફજલના થોડા દિવસ પછી લગ્ન થવાના છે. બે દિવસ પહેલા યુવતીએ ફજલને વીડિયો કોલ કર્યો ત્યારે જે હોટલમાં બંને રોકાયા હતા તે હોટલમાં ફજલ હોવાથી યુવતી વડોદરાથી અમદાવાદ આવી ગઈ અને ફઝલને રંગે હાથે ઝડપી લીધો હતો. હવે આ વાત ચારેકોર વાયરલ થઈ રહી છે અને લોકો ફજલ પર થૂં થૂં કરી રહ્યાં છે અને આ ઘટના વાયરલ થઈ રહી છે.