વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની જાહેરાત, 5 હજાર પાટીદાર પરિવારો10 લાખના ઉમાછત્ર કવચ, બે ICU ઓન વ્હિલ એમ્બ્યુલન્સનું કરશે દાન
વિશ્વના પાટીદારોની એક વૈશ્વિક મજબૂત સંસ્થા એટલે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન જે એક સામાજિક, સેવાભાવી અને માનવતાવાદી સંસ્થા છે. મા ઉમિયા પ્રત્યેની પાટીદારોની આસ્થાને મૂર્તિમંત રૂપ આપતાં વિશ્વકક્ષાના, ભવ્યાતિભવ્ય મંદિરના નિર્માણ થકી સમગ્ર સમાજને શ્રદ્ધાના એક તાંતણે જોડી શકાય અને સાથે જ આ ભવ્ય પરિસરમાં જ સમાજના ઉત્થાન માટેની વિવિધ શૈક્ષણિક, વ્યાવસાયિક, આરોગ્ય અને રોજગારલક્ષી યોજનાઓ અમલમાં મૂકાય તે માટે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા અમદાવાદમાં વૈષ્ણોદેવી મંદિર નજીક, જાસપુર ગામ પાસે આશરે 3 લાખ ચોરસ વાર જેટલા વિશાળ વિસ્તારમાં એક વૈશ્વિક સામાજિક એમ્પાવરમેન્ટ હબનું નિર્માણ કરવાનો દૃઢ નિર્ધાર કરવામાં આવ્યો છે.

અમદાવાદ નજીક ઉમિયા માતાનું એક વિશાળ મંદિર બનવા જઈ રહ્યું છે. તેની તૈયારીઓ પણ ાહલમાં પુર જોશમાં ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે, વિશ્વઉમિયાધામ જાસપુર- અમદાવાદ ખાતે સંસ્થાની કારોબારી મિટિંગ અને તમામ સભ્યોની જનરલ બોર્ડની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ અંતર્ગત ઘમા મહત્વાના નિર્ણયો લેવામાં આવ્યા છે. આ અતંર્ગત સૈથી મહત્વપૂર્ણ રીતે વિશ્વના સૌથી ઉંચા ઉમિયા માતાજી મંદિરના બાંધકામ અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની અનેક વિવિધ યોજનાઓને આગળ ધપાવવા ચર્ચાઓ કરવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે, માતાના ધામમાં સમાજના અગ્રણી લોકોએ અંદાજે 10 કરોડની રકમનું દાન આપ્યું હતું નોંધનિય છે કે, કોરોના મહામારીમાં આધ્યાત્મિકતા સાથે સાથે લોકોના સ્વાસ્થ્યની જાળવણીના પણ જરૂરિયાત ઉભી થઈ છે જેને લઈને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન-અમદાવાદે બે ICU ઓન વ્હિલ એમ્બ્યુલન્સ બે હોસ્પિટલને દાન કરી છે. જેના ઉદ્ધાટન પ્રસંગે સંસ્થાના પ્રમુખ આરપી પટેલ, પૂર્વ કેબિનેટ મંત્રી અને પાટીદાર સમાજના અગ્રણી નરોત્તમ પટેલ, ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલ સહિમહાનુભવો હાજર રહ્યા હતા.

નોંધનિય છે કે, આ સંસ્થા આવનારા સમયમાં રાજ્યની અન્ય 6 હોસ્પિટલો સાથે સંકલન કરી દવાથી માંડીને સાધનો અને સ્ટાફ સહિતની તમામ મદદ કરવાની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે પૂર્વ કેબિનેટ મંત્રી અને પાટીદાર સમાજના અગ્રણી નરોતમ પટેલે આ પ્રસંગે જણાવ્યુ હતું કે વિશ્વ ઉમિયાધામ મંદિર નિર્માણનું કાર્ય અનેક વિઘ્ન હોવા છતા યોગ્ય ટાઈમલાઈન સાથે જ પૂર્ણ થશે.

આ પ્રસંગે આરપી પટેલે વધુમાં જમાવ્યું કે, 30 જુલાઈ સુધીમાં પાટીદાર સમાજના 5000 પરિવારને 10 લાખનું વિમા કવચ ઉમાછત્ર યોજના હેઠળ પૂરૂ પાડવામાં આવશે. તેમણે કહ્યું કે આ કામ માટે સંસ્થાની સમગ્ર સંગઠનની ટીમો યુદ્ધના ધોરણે કામ કરી રહી છે.

તમને જણાવી દઈએ કે આ પ્રસંગે, ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ વર્ચ્યુલ રીતે જોડાયા હતા. આ પ્રસંગે તેમણે વિશ્વ ઉમિયાધામના નિર્માણ કાર્યને અભિનંદન આપ્યા હતા અને આ સુવર્ણ કાર્યમાં લોકો જોડાઈ અને મંદિર નિર્માણનું કાર્ય ઝડપથી સંપન્ન થાય તેવી શુભકામના વ્યક્ત કરી હતી.