કરીના કપૂરની સાસુ શર્મિલા ટાગોર પાસે નહોતો દીકરા સૈફ માટે સમય, તો આ બીજી માતાએ કર્યો ઉછેર

સૈફ અલી ખાનનું કરિયર હાલ જોરમાં છે. અજય દેવગનની ફિલ્મ તાનહાજીમાં કામ કર્યા પછી એમની ખૂબ વાહવાહી થઈ. એમના ઘણા મળતા પ્રોજકટની ઓફર મળી રહી છે. વેબ સિરિઝથી લઈને મેગા બજેટ ફિલ્મો, ચારે બાજુ સૈફ ચર્ચામાં છે.એવામાં એમને પણ ફીમાં ભારે વધારો કર્યો છે. રિપોર્ટ્સનું માનીએ તો મેગા બજેટ ફિલ્મ વિક્રમ વેધામાં એમને મેકર્સ પાસે મોટી ફીનો પ્રસ્તાવ મુક્યો છે. એ આ ફિલ્મ માટે 12 કરોડ રૂપિયા ચાર્જ કરવા જઈ રહ્યા છે. અને મેકર્સ પણ સૈફની ડિમાન્ડ પુરી કરવા તૈયાર છે.

image source

આ ફિલ્મમાં એ એક પોલીસવાળાનો રોલ પ્લે કરવા જઈ રહ્યા છે. તો ઋત્વિક રોશનની વાત કરીએ તો એમને આ ફિલ્મમાં એક ગેંગસ્ટરના પાત્રમાં જોવા મળશે. વિક્રમ વેધા સાઉથની ફિલ્મની હિન્દી રિમેક બનવા જઈ રહી છે. આ દરમિયાન સૈફની માતા અને વેટરન એક્ટ્રેસ શર્મિલા ટાગોરનું એક ઇન્ટરવ્યૂ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે જેમાં એમના કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા હતા..

આ ઇન્ટરવ્યૂમાં શર્મિલા ટાગોરે ખુલાસો કર્યો હતો કે એ પોતાના દીકરા સૈફની બાળપણમાં એ રીતે કાળજી ન લઈ શકી જેવી એક માતાએ લેવી જોઈએ. એમને એ પણ જણાવ્યું કર સૈફને એની બીજી માતાએ ઉછેર્યો હતો.

image source

સૈફને પોતાની માતા શર્મિલા માટે ખૂબ જ પ્રેમ છે. શર્મિલા પણ પોતાના દીકરાને ખૂબ જ પ્રેમ કરે છે. શર્મિલાએ એકવાર જાતે જ એ વાતનો સ્વીકાર કર્યો હતો કે જેટલો સમય એમને પોતાની દીકરીઓ સોહા અલી ખાન અને શબા અલક ખાનને બાળપણમાં આપ્યો હતો એટલો સમય એ સૈફને નહોતી આપી શકી.

વર્ષ 2017માં શર્મિલાનો પોતાના દીકરા સૈફ અને દીકરી સોહા અલી ખાન સાથે એક અનસીન ફોટો સામે આવ્યો હતો જે સોશિયલ મીડિયા પર હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો ફોટો બ્લેક એન્ડ વ્હાઇટ છે.

image source

ફોટાની સાથે કેપ્સન પણ લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે જેમાં જણાવવામાં આવ્યું છે કે બાળપણમાં શર્મિલા ટાગોરે પોતાની દીકરીઓ સોહા અને શબાને પૂરતો સમય આપ્યો હતો. એમને ખૂબ જ સારી રીતે એમનો ઉછેર કર્યો અને એવું એટલા માટે શક્ય બન્યું હતું કારણ કે એ સમયે એમની પાસે વધુ કામ નહોતું.

થોડા વર્ષ પહેલાં શર્મિલાએ એક ઇન્ટરવ્યૂ આપ્યું હતું જેમાં એમને જણાવ્યું હતું કે જ્યારે સૈફને મોટો કરવાનો સમય આવ્યો તો એ એમને વધુ સમય નહોતી આપી શકતી. એમના કહેવા અનુસાર સૈફ જ્યારે મોટો થઈ રહ્યો હતો અને જ્યારે એને માતાની જરુરત હતી તો એ દરમિયાન એ સંપૂર્ણપણે પોતાના દીકરાની સાથે નહોતી.

image source

શર્મિલાએ જણાવ્યું હતું કે એ સમયે એ પોતાના કામમાં ખૂબ જ વ્યસ્ત રહેતી હતી. એમની ઉપર કામનું ખૂબ જ પ્રેશર હતું. ત્યારે એ બે શિફ્ટમાં કામ કરતી હતી અને એમની પાસે સૈફન3 આપવા માટે સમય જ નહોતો બચતો.

શર્મિલાએ જણાવ્યું હતું કે એ મુશ્કેલ સમયમાં એમના પતિએ એમનો પૂરો સાથ આપ્યો હતો. એમને શર્મિલાને સમજ્યા અને દરેક પગલે એમનો સાથે આપ્યો હતો. એમની પડોશી સુનિતા ગોસ્વામીએ પણ ત્યારે એમની ઘણી મદદ કરી હતી. એ સૈફને સ્કૂલ સૈફી મહેલમાં ભણાવતી પણ હતી. એ સ્કૂલ ખરેખર લાજવાબ હતી જેને એ સમયે મિસિસ નુરાની ચલાવતી હતી.

image source

મિસિસ નુરાનીને શર્મિલાએ સૈફની બીજી માતા કહી દીધું હતું. એમને કહ્યું હતું કે મિસિસ નુરાનીએ સૈફને બિલકુલ બીજી માતાની જેમ પ્રેમ આપ્યો છે. એટલું જ નહીં એમના પતિ જતીને પણ સૈફનું ખૂબ જ ધ્યાન રાખ્યું હતું.

શર્મિલાએ જણાવ્યું હતું કે સૈફએ જ્યારે પોતાનું કરિયર બનાવી લીધું હતું અને એ પોતાની જિંદગીમાં સફળતાનાં શિખરો સર કરી રહ્યા હતા તો એમની સફળતાનાં જશનમાં એ હંમેશા એમની સાથે હતી. સૈફની માતાએ ઇન્ડિયન ક્રિકેટ ટીમના કેપટન નવાબ પતૌડી સાથે લગ્ન કર્યા પછી પોતાની ધર્મ બદલી નાખ્યો હતો. એમનું નામ આયશા સુલતાન થઈ ગયું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!