અર્જુન કપૂરે લીધુ મલાઈકા અરોરાની નજીક એક નવું લક્ઝરી હોમ, આજે જ જાણો તેના વિશે…

ફિલ્મ ‘ઇશ્કઝાદે’ થી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર અર્જુન કપૂર વાસ્તવિક જીવનમાં પણ કોઈ ઇશ્કઝાદેથી ઓછા નથી. તેણે ખૂબ જ ઓછા સમયમાં બોલિવૂડમાં એક અલગ ઓળખ બનાવી લીધી છે. અર્જુન કપૂરે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યોને નવ વર્ષ થયા છે. તેણે પોતાની ટૂંકી કારકિર્દીમાં ઘણી હિટ ફિલ્મો કરી છે.

image source

બોલિવૂડ અભિનેતા અર્જુન કપૂર ના ચાહકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. અર્જુન કપૂરે ચાર બીએચકે એપાર્ટમેન્ટ ખરીદ્યા છે, જ્યાંથી વરલી સી લિંક ઘરે બેઠેલી જોવા મળશે. અર્જુનનો એપાર્ટમેન્ટ બાંદ્રા વેસ્ટ, મુંબઈમાં આવેલો છે. મલાઇકા અરોરા અને અર્જુન કપૂરે સોશિયલ મીડિયા પર ઘણી વખત ખુલ્લેઆમ પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે. હવે અર્જુન મલાઈકાના પાડોશી બની ગયો છે. અર્જુને નવું મકાન ખરીદ્યું છે. અભિનેતા આ મામલે ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે.

image source

અર્જુન કપૂરે બાંદ્રા વેસ્ટ વિસ્તારમાં સી-ફેસિંગ ચાર બીએચકે એપાર્ટમેન્ટ ખરીદ્યું છે. બોલિવૂડ હંગામાના અહેવાલો અનુસાર, છવીસ માળની આ બિલ્ડિંગમાં પૂલ, જીમ, પેટ કોર્નર, લાઇબ્રેરી, પ્લે એરિયા, મિની ગોલ્ફ કોર્સ, સ્પા સહિત ની ઘણી વધુ સુવિધાઓ છે.

image source

મીડિયા રિપોર્ટ મુજબ અર્જુન કપૂરના એપાર્ટમેન્ટની કિંમત વીસ થી ત્રેવીસ કરોડ રૂપિયા વચ્ચે છે. આ એપાર્ટમેન્ટના લોકેશનની ખાસ વાત એ છે કે અહીંથી મલાઈકા અરોરાના ઘરનું અંતર ઘણું ઓછું છે. આ પહેલા આલિયા ભટ્ટ, સોનાક્ષી સિન્હા, જાન્હવી કપૂર, અમિતાભ બચ્ચન જેવા અનેક સ્ટાર્સ નવા ઘર ખરીદવાને મુદ્દે ચર્ચામાં આવી રહ્યા છે.

image source

અર્જુનની ફિલ્મી કારકિર્દી ની વાત કરીએ તો તે તાજેતરમાં ‘સંદીપ અને પિન્કી ફરાર’ અને ‘સરદાર કા પૌત્ર’ માં જોવા મળ્યો હતો. પોતાની આગામી ફિલ્મોની વાત કરીએ તો તે ટૂંક સમયમાં ‘ભૂત પોલીસ’ અને ‘એક વિલન ટુ’ માં જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Arjun Kapoor (@arjunkapoor)

અર્જુન કપૂરે મુંબઇના બાંદરા પશ્ચિમમાં એક આલિશાન સ્કાય વિલા ખરીદ્યું છે. અર્જુનનું આ નવું આશિયાનું હવે, તેની પ્રેમિકા મલાયકાના ઘરની સામે જ છે. તેણે ૨૫ મા માળે ફ્લેટ લીધો છે. જેમાં ૮૧ સ્કાય વિલા છે. તેણે જ્યાં ઘર ખરીદ્યું છે કે, તે ૮૧ ઓરિએટ નામની બિલ્ડિંગના પ્રોજેક્ટનો હિસ્સો છે. અહીંથી મુંબઇની સુંદરતા જોવા મળે છે. તેમજ તેમાં ગોલ્ફ એરિયા પણ છે. અભિનેતાના ઘરની કિંમત લગભગ રૂપિયા વીસ કરોડ હોવાનું કહેવાય છે.

 

View this post on Instagram

 

A post shared by Arjun Kapoor (@arjunkapoor)

અર્જુને એકઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતુ કે, તે સંબંધોના માન અને પોતાની સાથીને સમ્માન આપવાનું માને છે. તેમજ તેને પોતાના અંગત જીવન વિશે વાતો કરવી પસંદ નથી. તેના અનુસાર દરેકને પોતાની અંગત લાઇફ હોય છે. તેમજ દરેકનો પોતાનો એક ભૂતકાળ હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *