કરણ જોહરને બોલિવૂડના અનેક સેલેબ્સ સાથે થયું છે ઝઘડવાનું, જેમાં નંબર 2 સાથે તો…

કરણ જોહર ઇન્ડસ્ટ્રીમાં જાણીતા ફિલ્મમેકર છે જે ઘણીવાર ચર્ચામાં રહે છે. હાલના દિવસો કરણ જોહર અને કાર્તિક આર્યન ફિલ્મ
દોસ્તાના 2ને લઈને થયેલા વિવાદને લઈને ખાસ્સા ચર્ચામાં છે. કરણ જોહરની ફિલ્મમાં કાર્તિક આર્યન હીરો તરીકે દેખાવાના હતા
પણ તારીખને લઈને થયેલા ક્લેશ અને અન્ય કારણોને લીધે કાર્તિક આર્યનને ફિલ્મમાંથી બહારનો રસ્તો બતાવી દેવામાં આવ્યો છે.

image source

એટલું જ નહીં કરણ જોહરે કાર્તિક આર્યનને બ્લેકલીસ્ટ પણ કરી દીધા છે. એવું નથી કે કાર્તિક આર્યન પહેલા એવા કલાકાર છે જેની
કરણ સાથે અનબન થઈ હોય, આ પહેલા પણ અમુક કલાકારો સાતે કરણ જોહરના ઝગડાના કિસ્સા જાણીતા છે.

સુશાંત સિંહ રાજપૂત.

image source

સુશાંત અને કરણ જોહર વચ્ચે ક્યારેય પ્રત્યક્ષ રીતે કોઈ મનભેદ જોવા નથી મળ્યો.જો કે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ
પછી કરણનું નામ ઘણા વિવાદોમાં આવી ગયું હતું. એમના પર આરોપ લાગ્યો હતો કે એમને ક્યારેય સુશાંત સિંહ રાજપુતને પસંદ
નથી કર્યા અને એમના કારણે જ સુશાંત સિંહ નેપોટીઝમનો શિકાર થયા હતા. ફિલ્મ ડ્રાઇવ પછી કરણ જોહર અને સુશાંત સિંહ
રાજપૂત વચ્ચે અનબનની ખબરો આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે ધર્મા પ્રોડક્શન દ્વારા એમને બેન કરી દેવામાં આવ્યા હતા.

કંગના રનૌત.

image source

કંગના સાથે કરણ જોહરની અનબન વિશે દરેકને ખબર છે. કંગના જ્યારે કરણ જોહરના શો કોફી વિથ કરણમાં પહોંચી હતી ત્યારે
એમને ખુલ્લેઆમ કરણને મુવી માફિયા કહી દીધું હતું. એ સિવાય ઘણીવાર કંગનાએ કરણ જોહર પર નિશાનો સાધ્યો કે એ એમની
સાથે ઇન્ડસ્ટ્રીમાં બે પ્રકારનું વલણ અપનાવે છે. તો કરણ જોહરે પણ કંગના પર તીખી પ્રતિક્રિયા આપતા દેખાય છે

આયુષમાન ખુરાના.

image source

આયુષમાન ખુરાનાનો સીધી રીતે તો કરણ જોહર સાથે ક્યારેય કોઈ વિવાદ નથી થયો.જો કે અભિનેતાએ કરણ જોહરની સામે
જણાવ્યું હતું કે ધર્મા પ્રોડક્શને એમને કામ આપવાની ના પાડી દીધી હતી. આયુષમાને જણાવ્યું હતું કે એ એ સમયે એક આરજે હતા
અને એક ઇન્ટરવ્યૂ પછી કરણે એમને ઓફિસનો લેન્ડલાઈન નંબર આપ્યો હતો. જ્યારે આયુષમાને ફોન કર્યો ત્યારે કરણ જોહરે ફોન
નહોતો ઉપાડ્યો અને પછી એમને રિજેક્ટ કરી દીધા હતા.

અનુષ્કા શર્મા.

image source

આજે ભલે કરણ જોહર અનુષ્કા શર્માને પોતાની ફિલ્મમાં લેવા માટે ઉત્સાહિત રહેતા હોય પણ એક સમય એવો હતો જ્યારે એમને
અનુષ્કાને રિજેક્ટ કરી દીધી હતી. કરણ જોહરે જણાવ્યું હતું અનુષ્કા શર્માએ શરૂઆતના દિવસોમાં એમના લુકસને કારણે એમને
રિજેક્ટ કરી દેવામાં આવ્યા હતા. કરણે અનુષ્કાનો એક વિડીયો જોઈને પોતાની ઓડિશન ટીમને કહ્યું હતું કે આપણે આ છોકરીને નહિ
લઈ શકીએ. જો કે પછી જ્યારે અનુષ્કા શર્મા હિટ થઈ ગઈ તો કરણ જોહર સાથે એમની દોસ્તી થઈ ગઈ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *