પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ સાથે મોટી ઠગાઈ, રાજકોટના શખ્સે યુ-ટ્યૂબ ચેનલના બિઝનેસમાં કલાકારનું કરોડોનું કરી નાખ્યું

સાઈબર ક્રાઈમ એક એવી વાત છે કે જેનો કોઈ ભરોસો નહીં, ક્યારેક કોઈ ઠગી જાય અને ઠગાઈ જાય એનું કઈ નક્કી ન કહી શકાય. મોટા મોટા કલાકારો પણ આ જાળમાં ફસાઈ જતા જોવા મળે છે. કારણ કે હાલમાં જે રિપોર્ટ સામે આવ્યો એમાં જૉવા મળ્યું છે કે સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડ સાથે ઠગાઈ થઈ ગઈ છે. કારણ કે તેમની મંજૂરી લઈ તેમના નામથી યુટ્યૂબ ચેનલ બનાવીને વીડિયો અપલોડ કર્યા અને લાખો રૂપિયાની રોયલ્ટી પચાવી પાડવા બદલ રાજકોટના ચેનલ ઓપરેટર સામે સીઆઈડીની સાઇબર ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધવામાં આવી છે. આ વાત પછી ચારેકોર અફરા તફરી મચી ગઈ છે અને લોકોમાં ડરનો માહોલ પણ જોવા મળી રહ્યા છે.

image source

મળતી માહિતી પ્રમાણે શાહબુદ્દીન રાઠોડના પુત્ર અફઝલ રાઠોડે રાજકોટના ચેનલ ઓપરેટર રિતેશ કાંતિલાલ કક્કડ વિરુદ્ધ આ મામલે છેતરપિંડીની ફરિયાદ પણ નોંધાવી દીધી છે. ફરિયાદ મુજબ, ઓપરેટરે શાહબુદ્દીન રાઠોડના 110 વીડિયો અપલોડ કરીને સામેવાળા શખ્સે આવક પચાવી પાડી છે. જો મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો રેન્દ્રનગરના થાનગઢમાં રહેતા હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડ વતી તેમના પુત્ર અફઝલ રાઠોડે ફરિયાદ નોંધાવી છે અને એમાં કહેવામાં આવ્યું છે કે શાહબુદ્દીન રાઠોડનો રાજકોટના ચેનલ ઓપરેટર રિતેશ કક્કડે 2019માં સંપર્કમાં આવ્યો હતો. જેમાં તેણે કહ્યું હતું કે તે સોશિયલ મીડિયા પર અલગ અલગ પ્લેટફોર્મ પર વીડિયો અપલોડ કરી રહ્યો છે.

image source

આ ડીલ કંઈક એવી રીતે થઈ કે શાહબુદ્દીન રાઠોડને તેમના પ્રોગામના વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કરવા 20 ટકા સર્વિસ ચાર્જ લઈ તેમની ચેનલનું સંચાલન કરવાનું કહ્યું હતું, આથી શાહબુદ્દીનભાઈએ પણ હા પાડી હતી. પછી શાહબુદ્દીન રાઠોડના 83મા જન્મદિવસે રાજકોટમાં ‘શાહબુદ્દીન રાઠોડ ઓફિશિયલ’ નામની વીડિયો ચેનલનો પ્રારંભ કરાયો હતો. આ પ્રોગ્રામ લોકોને પસંદ પડ્યો હતો, જો કે એના વ્યૂઅર્સ અને લાઇક જોતાં યુટ્યૂબ તરફથી તેમના બેંક ખાતામાં કોઈ રકમ જમા થતી ન હતી.

જ્યારે કોઈ રકમ આવતી જ નહી તેથી આ બાબતે રિતેશ કક્કડને અવારનવાર રજૂઆત કરતાં તેણે ચેનલ ચાલુ કર્યાના ત્રણ મહિના પછી થોડું થોડું પેમેન્ટ આપવાનું શરૂ કર્યું હતું. અત્યારસુધીમાં તેણે અલગ અલગ સમયે મળી કુલ રૂ. 1,51,100 જેટલી રકમનાં જ ચેક આપ્યા હતા, જે બેંકમાં જમા કરાવ્યા હતા. જો કે જોવા જેવી વાત એ છે કે રિતેશ કક્કડે યુટ્યૂબ ચેનલનો સંપૂર્ણ પાવર પોતાની પાસે રાખ્યો હતો અને ઓફિશિયલ જેના નામની ચેનલ હતી તેમને કોઈ સત્તા આપી ન હતી જે ખરેખર ખોટી વાત હતી.

image source

આ રીતે ડીલ થવાને કારણેયુટ્યૂબ સાથે જે પણ વ્યવહાર થતાં એની શાહબુદ્દીન રાઠોડને કોઈ જાણ થતી ન હતી. આ રીતે ચેનલના જે પણ પૈસા આવતા એ સીધા રિતેશના એકાઉન્ટમાં જમા થતા હતા. શાહબુદ્દીન રાઠોડ જ્યારે પણ આ બાબતે રિતેશ સાથે વાત કરતાં તો એ ટેક્નિકલ કારણો અને બીજા બીજા અન્ય બહાના બતાવતો હતો અને ચેનલમાં તેમની કોઈ વિગત પણ રાખવામાં આવી ન હતી. પોલીસ ફરિયાદમાં લખવામાં આવ્યું હતું કે રિતેશ કક્કડે 20 ટકા કમિશન લઈને શાહબુદ્દીન રાઠોડની ચેનલ બનાવી 110 જેટલા વીડિયો અપલોડ કર્યા હતા.

image source

પરંતુ અહીં જોવા જેવી વાત એ છે કે રિતેશે તમામ વ્યવહારો પોતાની પાસે રાખીને શાહબુદ્દીન રાઠોડને મળનારા રૂપિયા પોતાના અકાઉન્ટમાં જમા કરાવી લીધા હતા. છેક ઓગસ્ટ 2018થી નવેમ્બર 2019 સુધી 15 મહિના સુધી શાહબુદ્દીન રાઠોડના નામનો ઉપયોગ કર્યો અને વીડિયો અપલોડ કરતો રહ્યો. પોતાના એજન્ટ તરીકે વિશ્વાસ આપીને કોપીરાઇટનો ભંગ કરી શાહબુદ્દીન રાઠોડના હિસ્સાના રૂપિયા રિતેશે ઠગી લીધા હતા. શાહબુદ્દીન રાઠોડને પદ્મશ્રી અવૉર્ડ મળતાં તેમના નામે ચેનલનું નામ ‘શાહબુદ્દીન રાઠોડ પદ્મશ્રી’ કરી યુટ્યૂબમાં તેમની વિગતો આપી તેમના બેંક અકાઉન્ટની માહિતી આપવા રિતેશ કક્કડને કહેવા છતાં તેણે આઠ મહિના સુધી આ ટાઇટલ બદલવાની પ્રક્રિયા કરી ન હતી. ત્યારે હવે આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધવામા આવી છે અને લોકો વચ્ચે આ ઠગાઈ કરનાર રિતેશ પર લોકો ફિટકાર પણ વરસાવી રહ્યાં છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!