આ વસ્તુઓનું કરશો સેવન તો બચી જશો રસીની સાઈડ ઈફેક્ટથી

દેશભરમાં કોરોનાનો કહેર યથાવત છે. દેશમાં વેકસીનેશન શરુ થઈ ચુક્યું છે. કોરોના રસી લેવા માટે હવે લોકો વધુ જાગૃત થયા છે. કારણ કે લોકોએ કોરોનાની બીજી લહેરમાં કોરોનાના રૂપી કાળની ભયંકરતા જોઈ લીધી છે. 1 મેથી દેશમાં 18 વર્ષથી વધુના દરેક વ્યક્તિને રસી આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે. જો કે આ કામ હાલ થોડુ ધીમું પડ્યું છે. પરંતુ રસી દરેકને મળશે તે વાત નક્કી છે. તેવામાં કેટલીક વાતો છે જેનું ધ્યાન રસી લેતા પહેલા અને પછી બંને સમયે રાખવું જરૂરી છે. આ વાતોનું ધ્યાન રાખવામાં આવે તો રસી લીધા બાદ આડઅસર કે કોઈ તકલીફ થતી નથી.

image source

રસી લીધા બાદ ઘણા લોકોને તાવ, દુખાવો જેવી અનેક સમસ્યા થાય છે. આ તકલીફોથી બચવું હોય તો કેટલીક ટીપ્સને ફોલો કરવી જરૂરી છે. સૌથી પહેલા તો કોરોનાની રસી લેતા પહેલા ભરપેટ જમવું જોઈએ. જો કે જમવામાં પચવામાં ભારે ખોરાક કે તળેલી વસ્તુઓનું સેવન ન કરવું. એઝાઈટી કંટ્રોલ કરવા સાદુ ભોજન જ લેવું. ખાલી પેટ રસી ન લેવી તે જરૂરી છે પરંતુ ડાયટ હેલ્ધી હોય તે સૌથી વધુ જરૂરી છે. રસી લીધા બાદ આ વાતનું ખાસ ધ્યાન રાખો.

image source

નિષ્ણાંતોનું જણાવવું છે કે જ્યારે કોઈ આડઅસર થાય છે ત્યારે ડાયટનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. ખોરાકમાં લીલા શાકભાજી, દાળ, ચણા, ફાયબર યુક્ત અનાજ જેવી વસ્તુ ભરપુર ખાવી જોઈએ. સંતુલિત આહારથી ઈમ્યુન સિસ્ટમ મજબૂત થાય છે. તેમાં પણ લીલા શાકભાજી કોરોના કાળમાં તો વરદાન સમાન છે. રોજના આહારમાં પાલક, કેળા, બ્રોકલી જેવા શાક રોજ લેવા જોઈએ.

image source

આ સમયમાં ડુંગળીનું સેવન કરવું પણ લાભકારી છે. ઉનાળામાં ડુંગળી લૂ લાગવાથી પણ બચાવે છે અને તેનાથી ઈમ્યુનિટી પણ વધે છે. ડુંગળી પ્રોબાયોટિક્સથી ભરપૂર હોય છે. આ સિવાય હળદરનું સેવન કરવું પણ લાભકારી છે.

એન્ટીઓક્સીડેંટથી ભરપૂર બ્લૂબેરી સેરોટોનિનનું સ્તર વધારે છે. તેથી ડાયટમાં તેનો સમાવેશ પણ કરવો જોઈએ. સૌથી વધુ લાભ લસણ આપે છે. લસણમાં કેલ્શિયમ, આયરન, કોપર, પોટેશિયમ અને ફોસ્ફરોસ પ્રચુર માત્રામાં હોય છે આ ગુણ શરીરને અંદરથી સ્વસ્થ રાખે છે.

image source

આ વાત તો થઈ ડાયટની પરંતુ રસી લીધા બાદ જરૂરી સુરક્ષા નિયમોનું પાલન પણ કરવું જરૂરી છે. ફેસ માસ્ક પહેરવું, હાથ ધોવા, સામાજિક અંતર જાળવવું વગેરે બાબતોનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!