Site icon News Gujarat

વિશ્વનું સૌથી અનોખું ગામ, જ્યાં મહિલાઓ સૌથી વધુ જીવે છે, જાણો શું છે રહસ્ય

આ દુનિયામાં દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તે લાંબા સમય સુધી જીવંત રહે, પરંતુ વ્યસ્ત જીવન, ચિંતા અને અન્ય કારણોસર આ સ્વપ્ન અધૂરું રહી જાય છે. પરંતુ આ દુનિયામાં એક એવું ગામ છે જ્યાં રહેતા લોકો ની ઉંમર વધારે હોય છે. જી હા આ બિલકુલ સાચું છે. ચાલો જાણીએ તે જગ્યા વિશે અને તેની પાછળ નું રહસ્ય શું છે…

image source

અમે જે ગામ ની વાત કરી રહ્યા છીએ તે ઇંગ્લેન્ડમાં છે. ડેટલીંગ અને થર્નહામ કેન્ટમાં આવેલા બંને ગામોમાં લોકો અણધારી રીતે લાંબુ જીવન જીવે છે. એક રિપોર્ટ અનુસાર આ બે ગામના મહિલાઓ ની સરેરાશ ઉંમર પંચાણું વર્ષ છે. અહીં મહિલાઓ પુરુષો કરતાં વધુ જીવન જીવે છે. જો આપણે સમગ્ર બ્રિટન ની વાત કરીએ તો અહીંના લોકો ની સરેરાશ ઉંમર ત્યાસી વર્ષ છે. ઇંગ્લેન્ડ ના આ બે ગામોમાં મહિલાઓ બાર વર્ષ વધુ જીવન જીવે છે, જ્યારે અહીં પુરુષો ઓછામાં ઓછા છ્યાસી વર્ષ જીવન જીવે છે.

image source

તમને જાણી ને વિશ્વાસ નહીં થાય, પરંતુ ઇંગ્લેન્ડમાં આ ગામના લોકો સૌથી લાંબુ જીવન જીવે છે. આ ગામમાં પબ અને કાર્યસ્થળોમાં ધૂમ્રપાન કરવા પર પ્રતિબંધ છે. આ ગામ ના લોકો એટલા જાગૃત છે કે દેશભરમાં આ પ્રતિબંધ મુકવામાં આવ્યો તેના સાત વર્ષ પહેલા અહીં પબ અને કાર્યસ્થળોમાં ધૂમ્રપાન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

image source

એક અહેવાલ અનુસાર, ડિટલિંગ ગામ લગભગ આઠસો લોકો ની વસ્તી સાથે નોર્થ ડાઉન્સ ના ટેકરાઓ પાસે આવેલું છે. આ ગામના ઘણા લોકો ના નામ બ્રિટન ના સૌથી વૃદ્ધ લોકો ની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. આ ગામમાં મહિલાઓ ની સરેરાશ ઉંમર પંચાણું વર્ષ છે, જ્યારે બ્રિટનમાં લોકો ની સરેરાશ ઉંમર માત્ર ત્યાસી વર્ષ છે.

image source

કહેવાય છે કે આ ગામના લોકો પોતાના સ્વાસ્થ્ય ને લઈ ને ખૂબ જ સભાન રહે છે. તે તેમના સ્વાસ્થ્ય નું સારી રીતે ધ્યાન રાખે છે. સૌથી મોટી વાત એ છે કે આ ગામમાં જ આઠ ડોક્ટર છે. જેના કારણે લોકોને સરળતાથી આરોગ્ય સુવિધાઓ મળી રહે છે. ગામમાં કુદરતી જળાશય છે, જેમાંથી ગામના લોકો ને પાણી મળે છે. આ કારણે અહીં સ્વચ્છ પાણી ની પણ કોઈ સમસ્યા રહેતી નથી.

Exit mobile version