આટલી હદે અંધશ્રદ્ધા?મહીસાગરમાં લગ્નની આગલી રાત્રે જ છાતીએ ચૂડેલ બેઠી છે એવું કહી પિતાએ દીકરી પર છુટ્ટી કુહાડી ફેંકી

આપણે શિક્ષણ અને ટેક્નોલોજીના યુગમાં ભલે જીવતા હોય પણ અમુક અંધશ્રધ્ધા તો રહેવાની જ છે એવું લાગી રહ્યું છે. કારણ કે દિવસે ને દિવસે અલગ અલગ કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે હવે જે કિસ્સો સામે આવ્યો એ જાણીને તમને પણ રડવું આવી જશે. કારણ કે કિસ્સો જ એટલો કરૂણ છે. આ વાત છે મહીસાગર જિલ્લાના બાવાના સાલિયા ગામની કે જ્યાં સોમવારે પુત્રીના લગ્ન થવાના હતા તે પૂર્વે પિતાએ ચુડેલ છાતી પર બેઠી હોવાનું માનીને કુહાડીના ઘા કર્યા હતા. હવે આ ઘટના ભારે વાયરલ થઈ રહી છે.

image source

જો વિગતે વાત કરીએ તો પિતાના આ અઘોર કામ પછી પુત્રીને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત પુત્રીને સયાજીમાં ખસેડાઈ હતી અને સારવાર કરવામા આવી રહી છે. આજના અત્યાધુનિક સમયમાં હજી પણ એવા કેટલાક વિસ્તારો છે, જ્યાં ભૂત, ચુડેલ, જિન જેવી બાબતોમાં લોકો માની રહ્યા છે અને વિશ્વાસ કરી રહ્યા છે. આ અંધવિશ્વાસના કારણે કેટલીકવાર માણસ ભારે તકલીફમાં મુકાઈ જાય છે અને ક્યારેક તેને જીવથી પણ હાથ ધોવા પડે છે.

image source

આ બધી અંધશ્રધ્ધા જેવો જ એક કિસ્સો સામે આવ્યો છે અને હવે તે ભારે વાયરલ થઈ રહ્યો છે. મહીસાગરના સંતરામપુર ખાતે બાવાના સાલિયા ગામે બન્યો છે. ગામમાં રહેતા સોમાભાઈ ખાંટની 20 વર્ષની પુત્રી લીલાબેન અને 19 વર્ષની નાની પુત્રીના સોમવારે લગ્ન લીધાં છે. જેમાં રવિવારે વહેલી સવારે અચાનક પિતા સોમાભાઈએ કુહાડીનો ઘા કરતાં પુત્રી લીલાબેનને માથામાં ગંભીર ઇજા પહોંચતાં તેને સયાજી હોસ્પિટલમાં ખસેડાઈ હતી.

image source

પિતા સોમાભાઈના જણાવ્યા અનુસાર વહેલી સવારે સૂતા હતા તે સમયે એક સ્ત્રી તેમની છાતી પર આવીને બેઠી હતી. તેણે મોઢું દબાવ્યું હતું. જેના કારણે સોમાભાઈએ ચુડેલ આવી તેમ કહી કુહાડી લઈ જોરથી ઘા કર્યો હતો. હવે આ વાત હાલમાં કોઈ માને એવી પણ નથી, છતાં આવી ઘટના વારે વારે પ્રકાશમાં આવતી રહે છે.

image source

ઉલ્લેખનીય છે કે રાજકોટમાં વિજ્ઞાન જાથા દ્વારા અંધશ્રદ્ધાને તિલાંજલિ આપવા માટે દર વર્ષે કાળી ચૌદસનાં દિવસે જુદા-જુદા સ્મશાનમાં જઇ ભજીયા ખાવાનો કાર્યક્રમ રાખવામાં આવતો હોય છે. તો વર્ષ દરમિયાન અનેક અંધશ્રદ્ધાને તિલાંજલિ આપવા માટે નવીનતમ કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે. ત્યારે રાજકોટ જિલ્લાનાં કોટડા સાંગાણીનાં રામોદમાં લગ્ન બાદ નવદંપતીને સ્મશાનમાં ઉતારો આપવામાં આવ્યો હતો. તો ડીજેનાં તાલે ભૂતડા સાથે ફુલેકુ પણ કાઢવામાં આવ્યું હતું. જાણીને તમને ભલે નવાઇ લાગે પણ આ સાચી ઘટના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *