Site icon News Gujarat

બાપ રે! આ શાકભાજી એટલી મોંઘી છે કે એક કિલોની કિંમતમાં બે બાઈક આવી જાય

આપણે બધા શાકભાજી તો ખાઈએ છીએ. વિવિધ પ્રકારના શાકભાજીઓમાં વિવિધ સ્વાદ અને ભાવ હોય છે. આજે અમે તમને આવી જ અદભૂત શાકભાજી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના ભાવ જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો. આ શાકભાજીનું નામ વિશ્વની સૌથી મોંઘી શાકભાજીમાં સામેલ છે. તો બીજી તરફ બિહારનો એક ખેડૂત આ શાકભાજીની ખેતી કરે છે. આ શાકભાજીનું નામ હોપ શૂટ્સ છે.

એક કિલોગ્રામની કિંમત એક લાખ

image source

આ શાકભાજી તમને કોઈ પણ માર્કેટમાં સરળતાથી મળશે નહીં. બિહારના ઓરંગાબાદમાં રહેતા એક ખેડૂત તેની ખેતી કરે છે. તમને જણાવી દઈએ કે આ શાકભાજી હોપ શૂટ્સ(Hop Shoots) કહેવામાં આવે છે જેનો ઘણા વિસ્તારોમાં સકારાત્મક ઉપયોગ થાય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ શાકભાજીના એક કિલોગ્રામની કિંમત એક લાખ રૂપિયા છે.

જર્મનીમાં સૌ પ્રથમ આ શાકભાજીની ખેતી શરૂ થઈ

image source

આ શાકભાજીનો ઉપયોગ કરીને ઘણી દવાઓ બનાવવામાં આવે છે. આ સિવાય આ વનસ્પતિની મદદથી ઘણી એન્ટિબાયોટિક્સ દવાઓ પણ બનાવવામાં આવે છે. દાંત અને ટીબી જેવા રોગોથી છુટકારો મેળવવા માટે તે ખૂબ જ ફાયદાકારક છે. હોપ શૂટ્સ(Hop Shoots) એન્ટિબોડીઝ બનાવવામાં મદદરૂપ છે, જે ટીબી જેવા રોગો સામે લડવામાં મદદ કરે છે. તેનો ઉપયોગ કેન્સરની દવાઓ બનાવવામાં પણ થાય છે. તેના ફૂલોનો ઉપયોગ બીયર બનાવવા માટે પણ થાય છે. તેના ફૂલોને હોપ કોન કહેવામાં આવે છે. બાકીની નાની ડાળીનો ઉપયોગ ખોરાકમાં થાય છે. તેમાથી અથાણુ પણ બનાવે છે લોકો, જે એકદમ મોંઘુ વેચાય છે. હોપ શૂટ્સ(Hop Shoots)નો સૌથી મોટો ખરીદદાર દેશ અમેરિકા છે.

image source

લોકોને આ વનસ્પતિનું ફૂલ પણ ખૂબ ગમે છે. તેના ફૂલને હોપ કોન્સ કહેવામાં આવે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આઠમી સદીમાં લોકો તેને બિયરમાં મિક્સ કર્યા પછી પીતા હતા. જર્મનીમાં સૌ પ્રથમ આ શાકભાજીની ખેતી શરૂ થઈ હતી. તે પછી, તે બાકીના વિશ્વમાં ફેલાવા લાગી. હવે ભારતના બિહાર રાજ્યમાં આ શાકભાજીની ખેતી શરૂ થઈ ગઈ છે.

ભારતીય ખેડુતો માટે એક ગેમ ચેન્જર

image source

આ શાકબાજીની તસવીર આઈએએસ અધિકારી સુપ્રિયા સાહુએ શેર કરી છે. ફોટો શેર કરતા તેમણે લખ્યું, આ શાકભાજીની એક કિલોની કિંમત એક લાખ રૂપિયા છે. વિશ્વની સૌથી મોંઘી શાકભાજી, હોપ શૂટ, જે બિહારના એક ખેડૂત અમરેશ સિંઘ દ્વારા ઉગાડવામાં આવી રહી છે. આ શાકભાજીની ખેતી ભારતીય ખેડુતો માટે એક ગેમ ચેન્જર બની શકે છે.

યુરોપિયન દેશોમાં તેની ખૂબ ખેતી થાય છે. બ્રિટન અને જર્મનીના લોકો તેને ખૂબ પસંદ કરે છે. Hop Shootsની ખેતી માટે વસંત ઋતુ ખૂબ જ યોગ્ય માનવામાં આવે છે. ભારત સરકાર આજકાલ આ શાકભાજીના વાવેતર અંગે વૈજ્ઞાનિક સંશોધન કરી રહી છે. વારાણસી સ્થિત શાકભાજી સંશોધન સંસ્થામાં તેની ખેતી અંગે ઘણું કામ ચાલી રહ્યું છે. અમરેશે તેની ખેતી માટે વિનંતી કરી જે સ્વીકારી લેવામાં આવી. જો તેમના પ્રયત્નો સફળ થશે તો બાકીના ખેડુતોનું નસીબ બદલી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version