21 ફૂટ ઊંચી પરશુરામની પ્રતિમા અને લાલ રંગનું દરિયાનું પાણી, જુઓ કેવો છે આ જગ્યાનો મહિમા

મહારાષ્ટ્રના કોંકણમાં દાપોલીથી 10-12 કિમી દૂર બુરોેડી નામનું સ્થાન છે. અહીં ભગવાન પરશુરામની વિશાળ મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. આ સ્થાનને પરશુરામ ભૂમિના નામે પણ ઓળખવામાં આવે છે.

image source

આ જગ્યા ખાસ કરીને એક પહાડ પર તૈયાર કરવામાં આવી છે. પહાડની નીચે સમુદ્ર છે. અહીં એક ખાસ પ્રકારનો ધ્યાન રૂમ બનાવાયો છે તેનો આકાર પૃથ્વી જેવો છે. આ બનાવટની પાછળ પુરાણોની માન્યાત પણ છે. તેના અનુસાર કાર્તવીય અર્જુનના અત્યાચારથી પૃથ્વીના દરેક જીવ દુઃખી હતા. પૃથ્વીના દરેક જીવને બચાવવા માટે ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી. આ પછી માતા પૃથ્વીની મદદ માટે ભગવાન વિષ્ણુને પરશુરામના રૂપમાં દેવી રેણુકા અને ઋષિ જમદગ્નિને પુત્રના રૂપમાં અવતર્યા.

ધ્યાન કક્ષની ઉપર છે નિર્મિત

image source

અહીં ભગવાન પરશુરામની મૂર્તિ લગભગ 21 ફીટ ઉંચી છે. જેને એક 40 ફીટ વ્યાસની અડધી પૃથ્વીના આકારના ધ્યાન કક્ષ પર બનાવવામાં આવી છે. તેમાં તે પરશુ અને ધનુષની સાથે ઊભા છે. માન્યતા છે કે ભગવાન પરશુરામે પોતાના આ અસ્ત્રથી આખી પૃથ્વી જીતી હતી. તેના કારણે અહીં તેમના પૃથ્વીના આકારના બનેલા ધ્યાન કક્ષની ઉપર સ્થાપિત કરાયું હતું.

કરાય છે ઓમનો જાપ

image source

બુરોંડીની ભૌગોલિક વિશેષતાના કારણે સમુદ્રના ફક્ત આ ભાગ તાંબાના રંગનો જોવા મળે છે. આ માટે તેને તામ્ર તીર્થ પણ કહેવાય છે. અહીં આવનારા ભક્ત અંદર બેસીને જોરથી ઓમનો જાપ કરી રહ્યા છે. તેનાથી નીકળતો અવાજ શરીરમાં ઉર્જા ફેલાવે છે. અહીં આવનારા લોકો ખાસ કરીને આ રૂમમાં બેસે છે અને ધ્યાન કરે છે. માનસિક શાંતિનો અહીં અહેસાસ થાય છે.

સંભળાય છે પ્રતિધ્વનિ

આ ધ્યાન કક્ષની ખાસ વાત એ છે કે તેની અંદર આવીને શાંતિનો અહેસાસ થાય છે. તેનાથી આ રીતે તૈયાર કરાય છે કે પ્રતિધ્વનિ સંભળાય છે. સમુદ્રના કિનારે હોવા છતાં અહીં ન તો લહેરોની અવાજ સંભળાય છે અને ન તો અહીંથી તે દેખાય છે.

image source

આવતીકાલે પરશુરામ જયંતિની ઉજવણી થવા જઈ રહી છે ત્યારે ભગવાન વિષ્ણુને છઠ્ઠા અવતાર માનવામાં આવ્યા છે. શિવજી પાસેથી તે આર્શિવાદમાં મળ્યા હત્ અને ફરસા નામ પડ્યું પરશુરામ.