વાંચો આ પહેલા ક્યારે-ક્યારે ગણતંત્ર દિવસ ઉજવાયો મુખ્ય મહેમાનો વિના…

આજે ભારત 72મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે. સંસદથી લઈ સરહદ સુધી આ દિવસની ઉજવણીનો માહોલ છે. ગણતંત્ર દિવસ પર દર વર્ષે રાજપથ પર થતી પરેડની શરુઆત થઈ ચુકી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાજપથ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું ત્યારબાદ રાષ્ટ્રપતિ મંચ પર પહોંચ્યા હતા અને ત્રિરંગો ફરકાવ્યો હતો. આ સાથે જ રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું અને ગણતંત્ર દિવસની પરેડની શરુઆત થઈ હતી.

image source

જો કે આ પહેલો એવો ગણતંત્ર દિવસ છે જ્યારે કોઈ ચીફ ગેસ્ટની ઉપસ્થિતિ ન હતી. છેલ્લા 55 વર્ષમાં આ પહેલીવાર બન્યું છે કે ગણતંત્ર દિવસે કોઈ મુખ્ય મહેમાન ભારત પહોંચ્યા ન હતા. દર વર્ષે ભારતના મિત્ર દેશોમાંથી રાષ્ટ્રપતિ, વડાપ્રધાન આજના પર્વ પર હાજરી આપે છે. પરંતુ આ વર્ષે કોરોનાના કારણે આ શક્ય બન્યું નથી. વર્ષ 2021 પહેલા 1952, 1953 અને 1996માં એવું બન્યું હતું કે 26 જાન્યુઆરીની ઉજવણીમાં કોઈ મહેમાન હાજર ન હોય. ત્યારબાદ આ પહેલીવાર છે કે ચીફ ગેસ્ટ વિના ગણતંત્ર દિવસ ઉજવાયો હોય.

આજે રાજપથ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. રાજપથ ખાતે વડાપ્રધાન મોદી અને ઉપ રાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુનું સ્વાગત રાષ્ટ્રપતિએ કર્યું હતું. અહીં રાષ્ટ્રપતિને 21 તોપોની સલામી આપવામાં આવી હતી.

વડાપ્રધાન મોદી અહીં વોર મેમોરિયલ પહોંચ્યા હતા અને શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. અહીં સેનાની ત્રણેય પાંખના વડા અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ હાજર રહ્યા હતા. અહીં વડાપ્રધાન મોદીએ સેરેમનિયલ બુક પર હસ્તાક્ષર કર્યા હતા. આ વખતે વડાપ્રધાન મોદીએ ગણતંત્ર દિવસે ગુજરાતના જામનગરના શાહી પરીવારે ભેટમાં આપેલી શાહી પાઘડી પહેરી હતી.

આ વર્ષે કોરોનાના કારણે પહેલીવાર ગણતંત્ર ચીફ ગેસ્ટ વિના ઉજવાયો છે આ ઉપરાંત ઘણા ફેરફારો કરવામાં આવ્યા હતા. પરેડમાં સામેલ થનાર ટેબ્લોની સંખ્યા 70થી ઘટાડી 32 કરવામાં આવી હતી. આ સિવાય પરેડમાં આવનાર લોકો માટે માસ્ક ફરજિયાત હતું અને પરેડમાં હાજર રહેનાર લોકોની સંખ્યા પણ ઘટાડવામાં આવી હતી. દર વર્ષે અહીં લાખો લોકો હાજર હોય છે જ્યારે આ વખતે માત્ર 25 હજાર લોકોએ જ રાજપથ ખાતેની પરેડમાં હાજરી આપી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત