પેટ દર્દથી લઈને વજન ઘટાડવા સુધી આવા છે મીઠાના 10 કમાલના ફાયદા

મીઠાને આપણે સૌ ખાસ કરીને રસોઈમાં ઉપયોગમાં લઈએ છીએ. પરંતુ તેના અન્ય અનેક હેલ્થ બેનિફિટ પણ છે જે આપણે જાણતા નથી.

image source

આજે અમે આપને જણાવીશું કે તમે મીઠાને હેલ્થ માટે અને દર્દને દૂર કરવા માટે કઈ રીતે ઉપયોગમાં લઈ શકો છો. ચપટી મીઠું પણ દર્દને દૂર કરવામાં કમાલનું પરિણામ આપે છે. તો જાણો આવા જ અનોખા ઉપાયો.

કબજિયાત

health benefits of black salt or kala namak in hindi
image source

એક ગ્લાસ મઠામાં ચપટી મીઠું મિક્સ કરો. તેનાથી ડાઇજેશન સારું રહે છે અને કબજિયાતથી રાહત મળે છે.

મસલ્સ પેઇન

હૂંફાળા પાણીમાં 4-5 ચમચી મીઠું મિક્સ કરો. તેમાં કોટન કપડું પલાળીને દર્દ વાળી જગ્યાએ શેક કરો. મસલ્સનું દર્દ દૂર થશે.

દાંતોની સફેદી

image source

એક એક ચમચી મીઠું,સોડા અને લીંબુનો રસ મિક્સ કરો. તેનાથી રેગ્યુલર રીતે દાંત પર હળવા હાથે મસાજ કરો. દાંત ચમકદાર અને બેક્ટેરિયા ફ્રી બનશે.

ડાઇજેશન

એક ગ્લાસ લસ્સીમાં થોડું મીઠું નાંખીને પીવાથી ડાઇજેશન સારું રહે છે.

ડેન્ડ્રફ

image source

અડધી વાટકી ખાટા દહીંમાં એક ચમચી મીઠું મિક્સ કરો. તેને વાળ પર લગાવો. 30 મિનિટ બાદ ધોઇ લો. ડેન્ડ્રફથી રાહત મળશે.

હેલ્ધી સ્કીન

પાંચ ચમચી મીઠું લો અને એક ચમચી ઓલિવ ઓઇલમાં મિક્સ કરીને મસાજ કરો. 10 મિનિટ રહેવા દો. પછી બાથ લો. તેનાથી સ્કીન સોફ્ટ અને હેલ્ધી બનશે.

સોજો ઓછો કરશે

image source

પગમાં સોજા હોય તો હૂંફાળા પાણીમાં મીઠું નાંખો.10 મિનિટ સુધી પાણીમાં પગને ડુબાડીને રાખો. પછી રૂમાલથી લૂસી લો. આરામ મળશે.

ચમકદાર નખ

મીઠાને બેકિંગ સોડા અને લીંબુના રસમાં મિક્સ કરી લો.ચ ધીરે ધીરે નખ પર મસાજ કરો. અઠવાડિયામાં આ એક વાર કરો. નખ સોફ્ટ અને ચમકદાર બનશે.

સાંધાનું દર્દ

image source

એક ડોલ પાણીમાં 2-3 ચમચી મીઠું મિક્સ કરો. રોજ આ પાણીથી ન્હાવાથી સાંધાના દર્દમાં રાહત મળે છે.

આંખોનું દર્દ

image source

ગુલાબજળમાં ચપટી મીઠું મિક્સ કરો. તેને બે કોટન બોલ્સમાં પલાળીને 5 મિનિટ આંખો પર રાખો.આંખોના સોજા અને દર્દ દૂર થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!