Aadhaar Cardમાં નામ, નંબર અને ફોટામાં થઇ છે ભૂલ? તો આ સરળ પ્રોસેસથી ફટાફટ કરી દો અપડેટ, નહિં લાગે જરા પણ વાર

કોઈ પણ સરકારી કામ હોય કે પ્રાઈવેટ, દરેક જગ્યાએ આધાર કાર્ડ જરૂરી બન્યું છે. તમે તમારા આઈડી અને એડ્રેસ પ્રૂફમાં પણ તેનો ઉપયોગ કરી શકો છો. Aadhaar Cardમાં કોઈ જાણકારી ખોટી અપાઈ છે તો તમારા માટે મુશ્કેલી આવી શકે છે. આજે અમે તમને આધાર કાર્ડમાં નામ, ફોટો કે મોબાઈલ નંબર બદલવાની રીત જણાવી રહ્યા છીએ. તેની મદદથી તમારે ઓફિસોના આંટા મારવાની જરૂર રહેશે નહીં. તમે ઘરે બેઠા જાતે જ આ કામ સરળતાથી કરી શકશો.

ધ્યાન રાખો આ વાત

aadhaar card
image source

Aadhaar Cardમાં નામ કે અન્ય કોઈ ફેરફાર માટે પહેલા એક જરૂરી નિયમ છે તે જાણો. તમે યૂઆઈડીએઆઈની સાઈટના આધારે તમારા જીવનમાં ફક્ત 2 વાર આધારમાં નામ, 1 વાર જન્મતારીક અને એક જ વાર જેન્ડરમાં ફેરફાર કરાવી શકો છો. નામમાં નાના ફેરફાર કરી શકાય છે જેમકે સ્પેલિંગની ભૂલ, સાથે જ નામ, સરનામું કે બર્થડેટમાં પણ ફેરફાર માટે કેટલાક ડોક્યુમેન્ટ્સની જરૂર રહે છે.

આ રીતે Aadhaar Cardમાં બદલો નામ

image source

સૌ પહેલાં આધારની વેબસાઈટ https://uidai.gov.in/ પર જાઓ.

અહી My Aadhaar પર ક્લિક કરો અને Update Your Aadhar પર જાઓ.

અહી તમને Update Demographics Data નો ઓપ્શન મળશે. એક નવું પેજ ખુલશે.

હવે નામ, જન્મતિથિ, જેન્ડર, એડ્રેસ અને ભાષા બદલવા માટે Proceed to Update Aadhaar પર ક્લિક કરો,
એક નવું પેજ ખુલશે. અહી Aadhaar Card અને કેપ્ચા લખો અને સેન્ડ ઓટીપીના ઓપ્શન પર ક્લિક કરો.

તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક મેસેજ આવશે તેને લખો અને લોગિન પર ક્લિક કરો.

અહીં નામથી લઈને સરનામું અને ઈમેલ એડ્રેસ અપડેટ કરવાનો ઓપ્શન મળશે
નામ બદલવું હોય તો Name પર ક્લિક કરો.

image source

ધ્યાન રાખો નામ અપડેટ કરવા તમારી પાસે આઈડી પ્રૂફ હોવું જરૂરી છએ.

તેમાં તમે ડીએલ, પાનકાર્ડ, વોટર આઈડી કાર્ડ કે રાશન કાર્ડ યૂઝ કરી શકો છો.

હવે ડિટેલ્સ બાદ નંબર પર ઓટીપી આવશે તેને વેરિફાઈ કરાવો અને સેવ ચેન્જ કરો.

આ રીતે ચેન્જ કરો મોબાઈલ નંબર

આધારમાં મોબાઈલ નંબર અડેટ કરવા માટે તમારે નજીકના આધાર સેન્ટર પર જવાનું છે.

મોબાઈલ નંબર અપડેટ કરવા માટે કોઈ ડોક્યૂમેન્ટની જરૂર નથી.

આધાર સેન્ટર જઈને કર્મચારી પાસે આધાર નંબર અપડે કરવાનું કહો.

image source

આ માટે તમારે 50 રૂપિયા ભરવાના રહે છે. મોબાઈલ નંબર એડ કર્યા ની એક રસીદ મળશે.

1947 પર કોલ કરીને પણ આ જાણી શકો છો કે તમારા મોબાઈલ નંબર અપડેટનું સ્ટેટસ શું છે.

આ રીતે બદલો આધાર કાર્ડમાં ફોટો

આધાર કાર્ડમાં ફોટો બદલવા માટે તમારે એક વાર આધાર કાર્ડ કેન્દ્ર પર જવાનું રહે છે.

સૌ પહેલા આધારની વેબસાઈટ પર જઈને નજીકના આધાર કેન્દ્રની અપોઈન્ટમેન્ટ લો.

વેબસાઈટથી અરજી કર્યાનું ફોર્મ ડાઉનલોડ કરો. આ ફોર્મ તમને આધાર કેન્દર પર પણ મળે છે.

ફોર્મ યોગ્ય રીતે ભરો અને આધાર કેન્દ્રમાં જમા કરાવો.

image source

અહીં કર્મચારી બાયોમેટ્રિક ડિટેલ્સ ચેક કરશે અને તમારો નવો ફોટો પણ કેમેરાથી લેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!