એક કિલો પપૈયાના બીજના ભાવમાં એક કિલો ચાંદી આવી જાય, કિંમત્ત જાણીને તમે ચોંકી જશો

આપણી આસપાસ એવા ઘણા બધા ફળો હોય છે જેની કિમત ભલે ઓછી હોય પણ તેને ફાયદા ગજબના છે. આવા જ એક ફળ પપૈયાની અહીં વાત કરવામા આવી રહી છે. આમ તો પપૈયું આપણે ખાતા હોઇએ છીએ પણ તેના બીજ આપણે ફેંકી દેતા હોઇએ છીએ. કારણ કે આપણે તેના ઉપયોગો અને ગુણોથી અજાણ છીએ. પપૈયાના બીજની કિમત સાંભળીને તમે દંગ રહી જશો કારણ કે તેની એક કિલોની કિમત લગભગ એક કિલો ચાંદીથી પણ વધુ છે.

image source

પપૈયાના બીજ શરીર માટે ખૂબ ફાયદાકારક છે, પપૈયાના બીજ કચરા તરીકે ફેંકી દેતા હોવ તો એકવાર આ મહિતી જરૂર વાચજો. તમને જાણીને આશ્ચર્ય થશે કે પપૈયાના બીજ સુકાવીને અને પીસીને પી શકાય છે. એક રિપોર્ટમા દાવો કરવામાં આવ્યો છે કે પપૈયાના બીજમાં પ્રોટીઓલિટીક એન્ઝાઇમ હોય છે જે આંતરડામાં રહેતા બેક્ટેરિયા અને પરોપજીવીઓને મારે છે, જે પેટ અને આંતરડાને સ્વસ્થ રાખે છે. સ્વસ્થ પાચન અને પેટના સ્વાસ્થય માટે પપૈયાના બીજનું સેવન કરી શકાય છે.

image source

આ સાથે બીજને મધ સાથે પણ તમે ખાઈ શકો છે. પણ ધ્યાન રહે કે તેના બીજને ગળતા પહેલા થોડી વાર ચાવો. કહેવાય છે કે મધ અને પપૈયાના બીજનો સમન્વય પરજીવો કે પેરાસાઈટનો નાશ કરે છે. માટે પપૈયાના બીજને મધ સાથે લેવું સવાસ્થ્ય માટે લાભદાયક છે. આ ઉપરાંત તમે પપૈયાના બીજનો ઉપયોગ કરીને દાંત સાથે સંકળાયેલ સમસ્યાઓમાંથી પણ મુક્તિ મેળવી શકો છો. નિયમિત પપૈયાના બીજને ક્રશ કરી તેની પેસ્ટ તૈયાર કરી અને તેને નિરંતર પાંચ દિવસ સુધી દાંત પર લગાવો તો તમારા દાંત પર લાગેલ તમામ જંતુઓ દૂર થાય છે અને તમારા દાંત સ્વચ્છ અને મજબુત બને છે.

image source

હાલ મોટાભાગના લોકો પથરીની સમસ્યાથી પીડાય છે. આ પપૈયાના બીજ પથરીને ઓગાળવા માટે ખૂબ જ લાભદાયી સાબિત થાય છે. કહેવામાં આવે છે કે પપૈયાના એક કિલો બીજના ભાવ 40,000 હજાર કરતાં પણ વધારે ભાવ હોય છે.

image source

આ સાથે બીજા મહત્વના ફાયદા વિશે વાત કરીએ તો પીરિયડ્સ દરમિયાન પપૈયાના બીજનું સેવન કરવાથી પીરિયડ્સ દરમિયાન થતી પીડાથી રાહત મળે છે. સ્નાયુઓની ખેંચાણ અને પીડા ઓછી થાય છે. આ ફળ કુદરતી રીતે ફાઇબરથી સમૃદ્ધ છે જે પાચનમાં મદદ કરે છે અને મેદસ્વીપણાને રોકવા માટે પણ ફાયદાકારક છે. ફાઇબર એ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે અને હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

image source

પપૈયાના બીજને સપ્લીમેન્ટ કે સંપુરક જેમ પણ તમે ખાઈ શકો છો, અથવા બીજ ને વાટીને કાળા મરીની જગ્યાએ ઉપયોગ કરી શકો છો કેમ કે બન્નેના સ્વાદમાં ઘણા મળતા આવે છે. એક દિવસમાં ફક્ત ૧-૨ બીજ ખાવાથી તમારી સ્વાદનળી કે ટેસ્ટબડસ અને પાચનતંત્ર કે ડાયજેસ્ટીક સીસ્ટમમા સુધારો થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત