Site icon News Gujarat

સવા વર્ષ પહેલા લોહીલુહાણ હાલતમાં મળેલી ‘અંબા’ને ઈટાલીના દંપતીએ દત્તક લીધી, હવે બાળા વિદેશમાં ઉછરશે

રાજકોટની ભાગોળે આશરે દોઢ વર્ષ પહેલાં સુમસામ રસ્તેથી છાતીમા ઈજાના નિશાન અને શ્વાને દાંત ભરાવેલી હાલતમા જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાતી એક નવજાત બાળકી મળી હતી. આ બાળકી તે વખતે મોત સામેનો જંગ તો જીતી જ ગઈ હતી અને સાથે સાથે તે હવે પૂરા રાજકોટની વ્હાલસોયી ‘અંબા’ બની ગઈ છે અને હવે આ અંબા ઇટાલીના મા-બાપના ઘરે ઉછરવાની છે.

image source

રાજકોટના કાળીપાટ પાસેથી વર્ષ 2020ની શરૂઆતમાં બરફ્ ભાંગવાના સૂયાથી ગંભીર નવજાત શિશુને કૂતરું મોઢામાં ઉઠાવી લઇ જતા હોવાની એક દર્દનાક ઘટના બની હતી. આ ઘટના જ્યારે બની તે સમયે ત્યાં ક્રિકેટ રમતા બાળકોએ કૂતરાના મુખમાંથી છોડાવી હતી અને તે બાળકીને કલેકટર તંત્રની મદદથી તાત્કાલિક સીવીલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી.

આ કરુણ ઘટના બની તે સમયે ડેપ્યુટી કલેકટર ચરણસિંહ ગોહિલે કલેકટર રેમ્યા મોહનને ઘટનાની વાત કર્યા બાદ તે બાળકીની સારવાર માટે બધા જ પ્રયત્ન કરવા સુચના આપતા ડેપ્યુટી કલેકટર અને સમાજ સુરક્ષાના મિત્સુ વ્યાસ હોસ્પિટલમાં દરરોજ આ બાળકીના ખબર અંતર પૂછવા જતા હતા. એ પછી કોરોના મહામારી શરુ થઈ ગઈ હતી અને એટલે બાળકીને સીવીલમાં સંક્રમણનું જોખમ હોવાની બીકે એને ખાનગી અમૃતા હોસ્પિટલમાં એડમિટ કરાઈ હતી.

અમૃતા હોસ્પિટલમાં જ્યાં ત્રણ માસ સુધી આ બાળકીની સારવાર ચાલી ત્યાં સુધી આ બાળકીની દેખભાળ રખાઈ અને રાજ્ય સરકારે દીકરીની સારવારનો સાડા છ લાખનો ખર્ચ પણ ઉઠાવ્યો.

તમને જણાવી દઈએ કે રાજકોટના પોલીસ કમિશ્નર મનોજ અગ્રાવતે તે બાળકીનું અંબા નામ આપ્યું. આ બાળકી જ્યારે એકદમ સ્વસ્થ થઈ ગઈ એ પછી તેને કાઠીયાવાડ નિરાશ્રિત બાલાશ્રમમાં રાખવામાં આવી હતી.

image source

આ બાલાશ્રમના પ્રમુખ હરેશ વોરાના જણાવ્યા પ્રમાણે અંબાને સ્પેશ્યલ કેટેગરીમાં મુકાઈ હોવાથી ઇટાલીના એક દંપતિએ બાળકીને દતક લેવાનો નિર્ણય કર્યો છે. આ દીકરીને દત્ત લેનાર કમ્પ્યુટર એન્જીનીયર પિતા ગુંથર અન્ટ્રેઈનર અને નર્સ માતા પ્લેન્ક કેટરીન છે.

હવે આ માતા પિતાની દીકરી બનશે અંબા. ઇટાલીના વિઝા, પાસપોર્ટ, કોર્ટમાં એફ્ડિેવિટ વગેરે જરૂરી પ્રક્રિયા પુરી કર્યા પછી લગભગ ચાર માસ બાદ બાળકીને આ ઇટાલિયન દંપતી દતક લઇ જઈ શકશે.

image source

તમને જણાવી દઈએ મોતને મ્હાત આપી ચુકેલી અંબા હાલ એકદમ સ્વસ્થ છે. ગંભીર ઈજા થઈ હોવાને લીધે તેને હાલ સંભાળવાની થોડી તકલીફ છે. જો કે હાલ હવે તે બાળકીને ઇટાલીનું દંપતી દતક લઇ જવાનું છે ત્યારે કલેકટર રેમ્યા મોહને બાળકી માટે સુખરૂપ જીવનની પ્રાર્થના સાથે શુભેચ્છા પાઠવી હતી.

Exit mobile version