Site icon News Gujarat

શાહરુખ, સલમાન કરતા પણ રાજાશાહી જીંદગી જીવે છે માયાભાઇ આહીરનો પુત્ર, ભલભલા હિરોને ભૂલી જશો આ તસવીરો જોઇને

મિત્રો, માયાભાઈનુ નામ આવે એટલે સૌ કોઈના મુખ પર એક હળવુ સ્મિત આવી જાય છે. તેમની વાણીમા એક મધુરતા જ કઈક અલગ હોય છે, જે તેના ડાયરામા રોનક લાવે છે. આજે તે એક વૈભવી જીવન જીવે છે પરંતુ, અહી સુધી પહોંચવા માટે તેમણે ખુબ જ સંઘર્ષ કર્યુ છે. તો ચાલો આજે તેમના સંઘર્ષ અને તેમના અંગત જીવન વિશે માહિતી મેળવીએ.

image source

ગુજરાતના ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના એક નાના એવા ગ્રામ્ય વિસ્તાર કુંડવી ખાતે થયો હતો. તેમનુ મૂળ વતન બોડવી ગામ છે, જે કુંડવીની નજીક આવેલ છે. માયાભાઈના પિતાને લોકો ભગત તરીકે જ ઓળખતા હતા. કુંડવી ખાતે કોઈપણ સાધુ-સંત આવે ત્યારે તેમનો ઉતારો માયાભાઈ આહીરને ત્યા જ થાય.

image source

માયાભાઈએ પોતાનો પ્રાથમિક અભ્યાસ કુંડવીમા જ લીધુ હતુ. તેમના ઘરથી શાળા ૧.૫ કિલોમિટર ના અંતરે આવતી હતી. અહી સુધી પહોંચવાનો માર્ગ કાંટાળો અને ખૂબ જ ખરાબ હતો. તેમછતા આવી સ્થિતિમા પણ માયાભાઈએ પોતાનો અભ્યાસ કર્યો. ત્યારબાદ તેમણે માધ્યમિક શિક્ષણ આ ગ્રામ્ય વિસ્તારની બાજુમા આવેલા બોરડા ગ્રામ્ય વિસ્તારમા લીધુ હતુ.

image source

ત્યારબાદ તેમણે કક્ષા ૧૦ સુધીનો અભ્યાસ ભાવનગર જિલ્લાની આલ્ફ્રેડ હાઈસ્કૂલમા પૂર્ણ કર્યો હતો. આ સમયે તેમણે પોતાની ગાયનની કળાને પણ ધારદાર બનાવી હતી. તેમણે પોતાની ચાર દિવાલોની મધ્યમા રહેલ શિક્ષણને વધુ પડતુ નિખારવા માટે સાહિત્યના વિશ્વમ ઝંપલાવ્યું અને પોતાના સંસ્કારોના પાઠ ભણાવવાના શરૂ કર્યા હતા.

image source

ઘરમા બાળપણથી જ લોકસાહિત્યનો માહોલ હતો. તેમણે ૯ વર્ષની ઉમરે એક કાર્યક્રમમા ‘જૂનું તો થયું રે દેવળ મારું’ ભજન જાહેરમા ગાયુ હતુ, જે બધાને ખૂબ જ વધારે પડતુ પસંદ આવ્યુ હતુ. આ કાર્યક્રમો ટૂંક સમયમા જ લોકો ને ખૂબ પસંદ પાડવા મળ્યા હતા.માયાભાઈ પોતાના અંગત જીવન મા ફક્ત બે જ બાબતોને ટર્નિંગ પોઈન્ટ તરીકે દર્શાવે છે.માયાભાઈ પોતાના અંગત જીવનમા ફક્ત બે જ બાબતોને ટર્નિંગ પોઈન્ટ તરીકે દર્શાવે છે.

પોતની જાતને સાબિત કરવાનો ચાન્સ મળતા જ તેમના ભાગ્ય ચમકી ગયા. સૌથી પહેલો ટર્નિંગ પોઈન્ટ છે બગદાણામા બજરંગદાસબાપુના મંદિરે થતા લોકસાહિત્યના કાર્યક્રમમા સંભાળવા મળતી જવાબાદારી કે, જેણે તેમને ઘણુ શીખવાડયુ હતુ અને બીજો ટર્નિંગ પોઈન્ટ એ હતો કે, તલગાજરડામા મોરારીબાપુની ૬૦૦મી રામકથા કે જયારે, ૧૯ કલાકારોની હાજરીમા તેમનું પર્ફોરમન્સ જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

image source

અહી તેમને માત્ર ૫ મિનિટ નો જ સમય ફાળવવામા આવ્યો હતો પરંતુ, તેમણે ૪૫ મિનિટ સુધી પર્ફોરમન્સ કરીને લોકોના હૃદય મા સ્થાન બનાવી લીધું હતું. આ બંને ઘટનાઓએ તેમના આત્મવિશ્વાસમા વૃદ્ધિ થતી હતી. ગીતોની સાથે-સાથે તેમણે હાસ્ય પણ આજમાવ્યુ.

ધીરે-ધીરે માયાભાઈને એવી તો સફળતા પ્રાપ્ત થઈ કે, લોકો એવું માનવા લાગ્યા કે, માયાભાઈ વગર ડાયરાનો કાર્યક્રમ નકામો. તેમણે દેશ-વિદેશમા બંને મળીને હાલ સુધીમા પાંચ હજારથી પણ વધુ કાર્યક્રમો કરી ચુકેલા છે. પારિવારિક જીવનમા તે ખુબ જ ખુશ છે. તેમણે થોડા દિવસો પહેલા જ તેણે પોતીની પુત્રીના લગ્ન કરાવ્યા છે. આ સિવાય તેમના બે પુત્રો પણ છે, જેમા મોટા પુત્રના વિવાહ થઇ ચુક્યા છે અને નાનો પુત્ર અભ્યાસ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version