Site icon News Gujarat

VIDEO: પોતે ગર્ભવતી છે એવી ખબર જ નહોતી, ઉડતા પ્લેનમાં ખબર પડી અને આ રીતે આપ્યો બાળકને જન્મ

ટ્રાવેલિંગ દરમિયાન ઘણાં લોકો સાથે અવનવી ઘટનાઓ ઘટતી હોય છે જે યાદગાર બની જતી હોય છે. પરંતુ અહી જે ઘટનાં વિશે વાત થઈ રહી છે તે યાદગાર ની સાથે ચોંકાવનારી પણ છે. મળતી મહિતી મુજબ આ ઘટનામાં એક મહિલા જે સંપૂર્ણ રીતે અજાણ હતી તે ગર્ભવતી હતી અને તેણે છ કલાકની ફ્લાઇટ દરમિયાન વિમાનમાં બાળકને જન્મ આપ્યો હતો. જાણવા મળ્યું છે કે લાવિનીયા મૌંગા નામની મહિલા તેના થર્ડ ટ્રાઈ મેસ્ટર દરમિયાન વિમાનમાં મુસાફરી કરી રહી હતી. નવાઈની વાત એ છે કે આ મહિલાને ખબર જ ન હતી કે તે ગર્ભવતી છે. તે ગયા પણ અઠવાડિયે તેના પરિવાર સાથે હવાઇ જવા મુસાફરી કરી હતી.

image source

આ ઘટના જ્યારે તે પ્લેન મુસાફરી કરી રહી હતી ત્યારે તેને અચાનક સંકોચન થવા લાગ્યું. રાહતની વાત એ રહી કે આ ફ્લાઇટમાં ત્રણ મેડિકલ નર્સો હાજર હતી. આ સાથે ડોકટર અને કુટુંબના તબીબી ક્ષેત્રે જોડાયેલા લોકો પણ ત્યાં હાજર હતાં. જ્યારે આ મહિલાને સંકોચન ખુબ વધારે થવા લાગ્યું હતું ત્યારે તેને બાથરૂમમાં લઈ જવામાં આવી અને ત્યાં જ બાળકને તે મહિલાએ જન્મ આપ્યો હતો. આ ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

image source

મળતી માહિતી મુજબ એક સાથી મુસાફર જુલિયા હેન્સને આ વીડિયો ક્લિપ પોસ્ટ કરી હતી. જો કે આ વીડિયોમાં તે મહિલાનો ચહેરો દેખાડવામાં આવ્યો ન હતો. આ વીડિયોમાં નવજાત બાળકને રડતા સાંભળી શકાય છે. હેન્સન ટિક ટોક ક્લિપમાં કહેતા સંભળાય છે કે “આ વિમાનમાં એક બાળકનો જન્મ થયો છે.” તે પછી ટૂંક સમયમાં જ પ્લેનમાં બેસેલા અન્ય મુસાફરો પણ તાળીઓ મારતા જોવા મળે છે. લોકો ઉડતા વિમાનમાં બાળકને જન્મ આપવા બદલ મહિલાને અભિનંદન આપી રહ્યા છે.

image source

આ સાથે કેબીન ક્રૂ મેનેજરને એમ કહેતા સાંભળી શકાય છે કે તમે ભાગ્યે જ સાંભળ્યું હશે કે અમારા વિમાનમાં કોઈ બાળકનો જન્મ થયો છે. આ પછી મુસાફરો તાળીઓ વગાડતા અને માતાને અભિનંદન આપતા જોવા મળે છે. આ વીડિયો વાયરલ થયા પછી શનિવારે મહિલાએ તેના બાળકનું નામ રેમન્ડ કોબે લવાકી મૌંગા રાખ્યું છે. આ સાથે જાણવા મળ્યું છે કે ઉડતા વિમાનમાં બાળકને જન્મ આપ્યા બાદ પણ મહિલા અને બાળક બન્ને સંપૂર્ણ સલામત છે.

આ ફ્લાઇટ લેન્ડ કર્યાં પછી આ મહિલાના ખોળામાં નવજાત શિશુ સાથે પેરામેડિક્સ દ્વારા વિમાનમાંથી ઉતારી લેવામાં આવી હતી. આ દરમિયાન બાળકના પિતા એથન મગલીએ ફેસબુક પર લખ્યું હતું કે રેમન્ડના આ રીતે આગમન થાય હું પણ આશ્ચર્યમાં છું. આ ઘટનાને તેણે ‘ચમત્કાર’ કહ્યો અને જન્મ દરમિયાન મદદ કરનારા લોકોનો આભાર માન્યો હતો. બાળકના પિતાએ પોસ્ટમાં કહ્યું કે પુત્રનો જન્મ અમારા બંને માટે આશ્ચર્યજનક છે કારણ કે અમને બન્નેને ખબર જ ન હતી કે તે ગર્ભવતી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version