કેનેડામાં ફેરા ફર્યા અને અંજાર-મુંબઈમાં લગ્નગીત ગવાયા, આ કપલના લગ્ન કોરોના કાળમાં આખા વિશ્વમાં ચર્ચાયા!

હાલમાં એક લગ્નની ભારે ચર્ચા કરવામાં આવી રહી છે. કારણ કે આ લગ્ન જ કંઈક ખાસ છે. લગ્નગીત અંજાર-મુંબઈમાં ગવાયા અને સાત ફેરા કેનેડામાં ફર્યા. ભલે તમને આ સાંભળીને કદાચ નવાઈ લાગશે પણ આ વાત ખરેખર બિલકુલ સાચી જ છે. મળતી વિગત પ્રમાણે અંજારના યુવક અને મૂળ લાકડિયાની યુવતીના લગ્ન માધાપરમાં થવાના હતા પરંતુ યુવતિને તાત્કાલિક કેનેડા ભણવા જવાનું થયું જેના કારણે લગ્ન કેનેડાના ટોરંટોમાં થયા. પરંતુ જોવા જેવી વાત એ છે કે આ લગ્નના લગ્નગીત અંજાર અને મુંબઇમાં ગવાયા હતા.

image source

કિસ્સા વિશે વધારે વાત કરીએ તો હાલ કોરોનાની પરિસ્થિતિને લઈને યોજાતા લગ્ન અને શુભ પ્રસંગોમાં સરકારની ગાઈડલાઈન મુજબ ઓછી સંખ્યામાં સામાજિક અંતર સાથે લોકોને લગ્ન કરવાની સુચના આપવામાં આવી છે ત્યારે સાત સમંદર પાર જેટલું સામાજિક રાખીને એક અનોખા લગ્ન પણ યોજાયા અને જે હાલમાં ખુબ જ વાયરલ થઈ રહ્યા છે. આ લગ્નમાં જોવા જેવી વાત એ હતી કે મંગળફેરા કેનેડા ટોરંટો ફરાયા અને તેના લગ્નગીતો અંજારમાં બેઠેલા જાનૈયા અને મુંબઈમાં બેઠેલા માંડવિયાએ સાથે મળીને ગાયા હતા. જેના કારણે આ લગ્ન ખુબ જ ચર્ચાઈ રહ્યા છે. મૂળ ભચાઉ તાલુકાના લાકડિયાના વતની અમિત ચંદ્રકાંતભાઈ કુબડિયા અને ચંદ્રિકાબેન કુબડિયાની દીકરી હેત્વીની આ વાત છે જે હવે ભારે વાયરલ થઈ રહી છે

image source

મળતી વિગત પ્રમાણે હેત્વીની સગાઇ અને લગ્ન કરીને ઉચ્ચ અભ્યાસ માટે કેનેડા જવાનું નક્કી કર્યું હતું. મૂળ ફતેગઢના અને હાલે અંજાર રહેતા દીપક ભાઈચંદભાઈ કોરડિયા અને હીનાબેનનો દીકરો ભૌતિક અગાઉથી જ કેનેડામાં ઉચ્ચ અભ્યાસ સાથે નોકરી કરતો હતો. એવામાં તેની હેત્વી સાથે સગાઈની તારીખ નક્કી થઈ અને મુંબઈમાં સગાઇ પણ થઇ. પરંતુ ત્યારબાદ લોકડાઉન લાદવામાં આવ્યું અને ભૌતિક ને થોડા સમય માટે મુંબઈમાં જ રહેવું પડ્યું હતું.

image source

ત્યારબાદ બંનેના લગ્ન માધાપરમાં નક્કી થયા પરંતુ કોરોનાની બીજી લહેરના કારણે દેશમાં લાગેલા લોકડાઉનના પગલે વર-વધુ લગ્ન માટે ભારત આવી ન શક્યા અને લગ્નને રદ કરવામાં આવ્યાં. જો હેત્વી વિશે વાત કરવામાં આવે તો તે હાલમાં મુંબઈમાં BLS LLBનો અભ્યાસ પૂરો કરી ઓર્ગેનાઇઝેશન મેનેજમેન્ટનો અભ્યાસ કરવા કેનેડા તેમજ ભૌતિક ફાઈનેશિયલ સર્વિસીસનો અભ્યાસ લંડનમાં પૂરો કરી કેનેડામાં નોકરીની સાથે સાથે ભણવાનું પણ શરૂ છે.

image source

આ રીતે બન્ને પક્ષ સાઈડથી જો વાત કરવામાં આવે તો બંનેનો અભ્યાસ ચાલુ રહેતા બંને પક્ષે વડીલોની અનુમતિથી બંનેના લગ્ન કેનેડામાં જ કરવાનું નક્કી થયું અને હવે તો પરણી પણ ગયા. જેમાં મૂળ બેલાના સ્થાનકવાસી ભાનુબેન મહેતા, કોમલ અને પ્રતીકના સહકારથી માત્ર 10 લોકોની હાજરીમાં કેનેડામાં લગ્ન સંપન્ન થયા હતા અને એક ઉત્તમ દાખલો બેસાડ્યો હતો. કોરોના મહામારીના પગલે લગ્ન સમયે સામાજિક અંતર જળવાઇ રહે તે માટે કેનેડામાં યોજાયેલા લગ્નમાં વરપક્ષ અંજારથી અને કન્યા પક્ષ મુંબઈથી ઓનલાઇન જોડાયા હતા. આ ઓનલાઈન સમાહોરમાં લગ્નગીત, રાસ-ગરબા પણ થયા અને રિસેપ્શન પણ યોજાયું હતું. રિસેપ્શન દરમિયાન ઓનલાઇન રહેલા વડીલોએ વર-કન્યાને આશીર્વાદ આપ્યા હતા. ત્યારે હવે આ લગ્ન ખુબ જ ચર્ચામાં આવી રહ્યા છે અને લોકો આ સ્ટોરી વાયરલ કરી રહ્યા છે.