હવે આ પદ્ધતિથી મળશે વેક્સિનના ડોઝ, જાણો કોરોના વેક્સિનેશન માટે કેન્દ્ર સરકારની નવી ગાઈડલાઇનમાં શું છે ખાસ

રાષ્ટ્રીય વેક્સિનેશન પ્રોગ્રામ માટે ભારત સરકારે સુધારેલી માર્ગદર્શિકા જાહેર કરી છે. અને આ સુધારેલી માર્ગદર્શિકા 21 જૂનથી બધા
જ રાજ્યોમાં લાગુ કરવામાં આવશે. સરકારની આ નવી ગાઈડલાઈન્સમાં કહેવામાં આવ્યું છે કે પોપ્યુલેશન, કેસલોડ અને
વેક્સીનેશનની ઝડપના આધાર પર રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશોને વેક્સિનના ડોઝ ફાળવવામાં આવશે. વેક્સિનનું વેસ્ટેજ ફાળવણીને
નેગેટિવ રૂપથી પ્રભાવિત કરશે

image source

સોમવારે પીએમ મોદીએ જ્યારે દેશને સંબોધન કર્યું ત્યારે તેમને કહ્યું હતું કે હવે 18થી 44 વર્ષની ઉંમરના લોકોના રસીકરણ માટે
રાજ્યોને વેક્સિન મફતમાં ઉપલબ્ધ કરવવામાં આવશે અને બે અઠવાડિયામાં તે સંબંધિત ગાઈડલાઈન્સ પણ નક્કી કરવામાં આવશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રના નામે સંબોધનમાં એવું પણ કહ્યું કે આખા દેશમાં દરેક માટે મફત વેક્સિનેશન 21 જૂનથી શરૂ થવાની
આશા છે. પ્રધાનમંત્રીએ આગળ કહ્યું, “આશા છે કે 21 જૂનથી 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારોને
મફત વેક્સિન આપશે. કોઈ પણ રાજ્ય સરકારે વેક્સિન પાછળ એક પણ રૂપિયો ખર્ચ નહીં કરવો પડે.”

image source

તમને જણાવી દઈએ કે સરકારે આ સુધારેલી ગાઈડલાઈનમાં જણાવ્યું છે કે ખાનગી હોસ્પિટલોમાં આપવામાં આવતી વેક્સિનની
કિંમત જે તે કંપનીઓ દ્વારા નક્કી કરવામાં આવશે. 18થી વધુ ઉંમરના લોકો માટે રસીકરણ માટે કોને પ્રાથમિકતા આપવી તે રાજ્યો
નક્કી કરી શકે છે.

image source

આ ઉપરાંત કેન્દ્ર સરકાર રાજ્યોને ફાળવવામાં આવતી કોરોના વેક્સિનની એડવાન્સ માહિતી આપશે. એ પછી રાજ્યોએ જિલ્લા
તંત્રને આ અંગે માહિતી આપવી પડશે. એટલું જ નહીં કેટલા જિલ્લામાં કોરોના વેકસીનના કેટલા ડોઝ આપ્યા તે અંગેની વિગતો
પણ રાજ્યોએ આપવી પડશે. જિલ્લા તંત્રએ સામાન્ય લોકોને ડોઝ અંગેની માહિતી પુરી પાડવાની રહેશે.

image source

આ ઉપરાંત આ સુધારેલી ગાઈડલાઇન્સ અનુસાર વેક્સિન મેન્યુફેક્ચરિંગ કંપનીઓ ખાનગી હોસ્પિટલને અપાતી રસીની કિંમત નક્કી
કરી શકશે. રસી અંગે કોઈપણ બદલાવ કરાશે તો ખાનગી હોસ્પિટલોને તેની જાણ કરવી પડશે. ખાનગી હોસ્પિટલ દ્વારા કોરોના
વેક્સિનના એક ડોઝની કિંમત ઉપરાંત રૂ. 150 સુધીનો જ સર્વિસ ચાર્જ લઈ શકાશે. ખાનગી હોસ્પિટલ દ્વારા વેક્સિનની યોગ્ય
કિંમત વસૂલવામાં આવે છે કે નહીં તેનું ધ્યાન રાજ્ય સરકારને સોંપવામાં આવ્યું છે.

image source

પીએમ મોદીએ સમગ્ર રાષ્ટ્રને સોમવારે કરેલા સંબોધનમાં રાજ્યને ચેતવ્યા પણ હતા. કોરોનાના કેસોમાં ઘટાડો થવાના કારણે કેટલાક
રાજ્યોએ પ્રતિબંધોમાં ઢીલ મુકી છે. આ વચ્ચે સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોઈ પણ પ્રકારની ઢીલ મુકવા પર લોકોને સાવધાન
કર્યા હતા. તેમણે કહ્યું કે કોરોના જેવા અદ્શ્ય દુશ્મન વિરૂદ્ધ લડાઈમાં સૌથી પ્રભાવી હથિયાર પ્રોટોકોલનું પાલન છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *