પેટમાં દુઃખાવાની ફરિયાદ લઈને હોસ્પિટલ પહોંચી મહિલા, અને ડોક્ટરે તપાસ કરતાં જ કરવી પડી તાત્કાલીક સર્જરી અને પછી…

વિયેતનામમાં ડોક્ટરે એક મહિલાના પેટની સર્જરી કરીને 400 ગ્રામ વજનનો સ્ટોન બહાર કાઢ્યો. સોશિયલ મિડિયા પર મહિલાના પેટમાંથી નીકળેલા લગભઘ અરધા કિલોના પથ્થરની તસ્વીરો હાલ ખૂબ વયારલ થઈ રહી છે. કેહવામાં આવી રહ્યું છે કે મહિલાના પેટમાં પિડા થતી હતી, ત્યાર બાદ તેણી તરત જ હોસ્પિટલ તપાસ કરાવવા પહોંચી ગઈ હતી. પેટમાં પીડાની ફરિયાદ કરતાં ડોક્ટરે તરત જ તેના પેટનુ સીટી સ્કેન કર્યું. આ દરમિયાન જાણવા મળ્યું કે મહિલાના બ્લેડરમાં એક 400 ગ્રામ કરતાં પણ વધારે વજનનો પથ્થર છે.

image source

તેવામાં તરત જ ડોક્ટરે 34 વર્ષિય આ મહિલાને તાત્કાલીક પેટની સર્જરી કરવાની સલાહ આપી. અને ત્યાર બાદ તરત જ તેણીની સર્જરી કરવામાં આવી હતી. અને સર્જરી દરમિયાન તેના પેટમાંથી આ ભારે વજન વાળો પથ્થર બહાર કાઢવામાં આવ્યો. આટલા મોટા પત્થરને જોઈને ડોક્ટર્ય પોતે જ પણ ખૂબ ચિંતિત અને ચકિત હતા. જો કે આટલો મોટો પથ્થર મહિલાના શરીરમાં હતો અને તેણી તેની સાથે કેવી રીતે જીવી શકી તે પણ ચિંતાનો વિષય છે.

image source

આ મહિલાના બ્લેડરમાંથી કાઢવામાં આવેલા પથ્થરની કેટલીક તસ્વીરો હોસ્પિટલ સ્ટાફે લીધી હતી. જે તસ્વીરો વિયેતનામના સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહી છે અને તેને જોઈને લોકો ચકિત થઈ ગયા છે. ઘણા લોકોને આ વાત પર વિશ્વાસ નથી થતો તો વળી કેટલાક લોકો કહે છે કે કોઈના પેટમાં આટલો મોટો પથ્થર હોય અને તેને તે પહેલાં ક્યારેય પીડા ન થઈ હોય તેવું કેવી રીતે શક્ય છે ? તો વળી કેઈએ કહ્યું કે મારા શરીરમાં એક નાનકડો પથ્થપ હતો, જે રેતીના કણ જેવો હતો તેમ છતાં તેને અત્યંતપીડા થતી હતી, તેવામા આ મહિલાને પીડા કેમ ન થઈ ?

image source

જો કે આ મામલો ખૂબ જ ખાસ છે, પણ આ પહેલાં પણ આવી જ ઘટના 2016માં એક વ્યક્તિ સાથે થઈ હતી. તે ચીનની વ્યક્તિ હતી. ચાઈનીઝ ડોક્ટરે તે સમયે 54 વર્ષીય મહિલાના બ્લેડરમાંથી 1,048 ગ્રામનો પથ્થર કાઢ્યો હતો. ચીનમાં અત્યાર સુધીમાં જેટલા પણ કેસ સામે આવ્યા હતા તેમાંનો આ સૌથી મોટો કેસ છે. તમને જણાવી દઈએ કે તુર્કીના જર્નલ ઓફ યુરોલોજીમાં 2014માં પ્રકાશિત થયેલા એક અહેવાલ પ્રમાણે કોઈના શરીરમાં 100 ગ્રામથી વધારે વજનનો પથ્થર હોવો પણ એક સંશોધનનો વિષય છે. આ વખતે જ્યારે 400 ગ્રામ કરતાં વધારે વજન વાળો પથ્થર કોઈ મહિલાના શરીરામાંથી નીકળ્યો છે તે ચિકિત્સા જગત માટે અસામાન્ય વાત માનવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત