98 વર્ષીય દિલીપ કુમારની હોસ્પિટલની તસવીર આવી સામે, ઓક્સિજન સપોર્ટ વગર મળ્યા જોવા

મુંબઈની હિંદુજા હોસ્પિટલથી બોલિવૂડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારની પહેલી ઝલક સામે આવી છે. આ તસવીર એવા સમયે સામે આવી છે જ્યારે સોશિયલ મીડિયા પર દિલીપ કુમારના નિધનના સમાચાર વહેતા થયા હતા. આ તસવીર સાથે એક મેસેજ પણ શેર કરવામાં આવ્યો છે.

image source

દિલીપ કુમારની આ તસવીર સામે આવ્યા બાદ તે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં દિલીપ કુમાર સાથે પત્ની સાયરા બાનો પણ જોવા મળે છે. આ તસવીર દિલીપ કુમારના ટ્વીટર અકાઉંટ પરથી જ શેર કરવામાં આવી છે. આ તસવીર જોઈ ખ્યાલ આવી જાય છે કે ટ્રેજેડી કિંગ ખૂબ જ વીક થઈ ગયા છે.

જાણવા મળ્યાનુસાર આ તસવીર દિલીપકુમાર જે રૂમમાં દાખલ છે ત્યાંની છે. દિલીપ કુમારની તબીયત લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શરુઆતમાં તેમને ઓક્સીજન સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. પરંતુ આ તસવીરમાં જોવા મળે છે કે તેઓ ઓક્સિજન સપોર્ટ વિના નોર્મલ થઈ ચુક્યા છે. આ તસવીર સામે આવ્યા બાદ તેમના ફેન્સ તેમની સલામતીની દુવાઓ કરી રહ્યા છે.

image source

ફોટોમાં દિલીપ કુમાર સાથે સાયરા બાનો પણ જોવા મળે છે. તસવીરમાં દિલીપ કુમારની આંખ બંધ હોય તેમ જણાય છે અને સાયરા બાનો તેમની પાસે જ ઊભા રહી તેમને જોઈ રહ્યા છે. તેણે દિલીપ કુમારનો હાથ પણ પકડી રાખ્યો છે.

દિલીપ કુમારને રવિવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને શ્વાસ લેવામાં સમસ્યા હતી જેના કારણે તેમને ઓક્સિજન સપોર્ટ પર રાખવા પડ્યા હતા. જો કે હવે તેઓ ઓક્સિજન સપોર્ટ વિના જોવા મળ્યા હતા. જેના પરથી કહી શકાય છે કે તેમની તબિયત સુધારા પર છે.

image source

હોસ્પિટલના ડોક્ટર્સ પણ દિલીપ કુમારના સ્વાસ્થ્ય પર સતત નજર રાખી રહ્યા છે. આ પહેલા દિલીપ કુમારના ડોક્ટરે પણ સત્તાવાર રીતે જણાવ્યું હતું કે દિલીપ કુમારની હાલત સ્થિર છે. તે પહેલા દિલીપ કુમારની હાલત નાજુક હોવાનું અને તેમનું નિધન થયું હોવાની અફવા પણ સોશિયલ મીડિયામાં ઉડી હતી. આ વાત પર સાયરા બાનોએ જણાવ્યું હતું કે દિલીપ કુમારની હાલત સ્થિર છે અફવા પર વિશ્વાસ ન કરવો અને દિલીપ સાબ માટે પ્રાર્થના કરો.

image source

દિલીપ કુમારને જ્યારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે સાયરા બાનોએ જણાવ્યું હતું કે યુસુફ ખાન એટલે કે દિલીપ કુમારની તબિયત ઠીક નથી અને તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા છે. ઉલ્લેખનીય છે કે ગત માસમાં પણ દિલીપ કુમાર હોસ્પિટલમાં દાખલ હતા. તે સમયે તેઓ રુટીન ચેકઅપ માટે હોસ્પિટલ ગયા હતા.