પૃથ્વીથી લાખો માઇલના અંતરે આવેલા મંગળ ગ્રહ પર નાસાનાં રોવરે લીધી ખતરનાક સેલ્ફી, જોઈને અભિભૂત થઈ જશો

થોડાં સમય પહેલા અમેરિકન અંતરિક્ષ એજન્સીએ રાતે લગભગ 2.30 વાગે પોતાના માર્સ પર્સિવરેન્સ રોવરને જેજોરો ક્રેટરમાં સફળતાપૂર્વક લેન્ડ કરાવ્યું હતું. 6 પૈડાવાળા આ રોવરને મંગળ ગ્રહ પર ઉતારવામાં આવ્યું હતું અને આ રોવર એવી ચટ્ટાનેને લઈને આવશે જેનાથી એ સવાલોના જવાબ મળશે કે શું ક્યારેય લાલગ્રહ પર જીવન હતુ. આ રોવર પૃથ્વીથી લાખો માઇલના અંતરે આવેલા મંગળ ગ્રહ પર નાસાનાં રોવર પર્સિવરેન્સ મંગળની ખડકાળ જમીન પર એક સેલ્ફી લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ તસવીરમાં હેલિકોપ્ટર ઈંજેવિનિટી પણ નજરે પડે છે. પર્સિવરેન્સ મંગળ રોવરના ટ્વિટર એકાઉન્ટ પરથી પોસ્ટ કરતા નાસાએ લખ્યું છે કે ટુ બોટ્સ વન સેલ્ફી.

image source

આ સાથે આગળ કહેવામાં આવ્યું છે કે જેજીરો ક્રેટર તરફથી શુભેચ્છા, જ્યાં મેં મિશનની સેલ્ફી ક્લિક કરી છે. હું મંગળ હેલિકોપ્ટરનાં ઈંજેવિનિટીને જોઈ રહ્યો છું, જે થોડા દિવસોમાં તેની પ્રથમ ફ્લાઇટ માટે તૈયાર થઈ રહ્યું છે. તે ખરેખર ખૂબ જ બહાદુર અને અદભૂત છે. આ ટ્વિટ પર નાસાના એસોસિયેટ એડમિનિસ્ટ્રેટર થોમસ ઝર્બુચેને ટ્વીટ કર્યું કે અમને મંગળ તરફથી એક પોસ્ટકાર્ડ મળ્યું છે.

image source

નાસા પર્સિવરેન્સ એગન્યુઅલ સાથે વાટ્સન કેમેરાની મદદથી સેલ્ફી લીધી છે. આ રોવરના હાથ પર લગાવેલા શેરલોક ઇન્સ્ટ્રુમેન્ટનો એક ભાગ છે. નાસાના હ્યુમન સ્પેસફ્લાઇટ પ્રોગ્રામનું નેતૃત્વ કરનાર કેથી લોડર્સ આ માટે કહ્યું છે કે 9 એપ્રિલે આ મિશન માટેનો એક ખાસ દિવસ છે.

image source

આ દિવસે થોમસ તેની સાથે નાસા પર્સિવરેન્સ ટીમના અન્ય નિષ્ણાતો લોકોના પ્રશ્નોના જવાબ આપશે. જેમાં આ મિશનને લઈને જેના મનમાં જે છે તેના પ્રશ્નો પૂછી શકાશે. તેમણે એમ પણ લખ્યું છે કે 11 એપ્રિલ પહેલા હેલિકોપ્ટર ઈંજેવિનિટીની ફ્લાઇટ નહીં આવે. આ પછી તેની પાસે કંટ્રોલ ફ્લાઇટ હશે જે બીજા કોઈ ગ્રહ પર આ પ્રકારની પહેલી ફ્લાઇટ હશે. મળતી માહિતી મુજબ નાસા આ ફ્લાઇટને લઈને ખૂબ ઉત્સાહિત છે.

image source

5 એપ્રિલે નાસાએ ટ્વીટ કર્યું હતું કે માર્સ રોવરથી ઈંજેવિનિટી કરવામાં આવી છે. આ પછી, 6 એપ્રિલે પ્રથમ વખત આ હેલિકોપ્ટર તેના પગ પર લાલ ગ્રહના ખડકાળ જમીન પર ઉભુ રહેશે. આ બાદ ફરી એક વખત 7 એપ્રિલે નાસાએ અહેવાલ આપ્યો કે ઈંજેવિનિટીએ મંગળની સપાટી પર ઠંડકની સિઝનમાં પ્રથમ રાત સફળતાપૂર્વક પસાર કરી. નાસાને ડર હતો કે અહીં માઇનસ 90 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં તેને નુકસાન થઈ શકે છે. જો કે તેવું કશું થયું ન હતું.

image source

આખી રાત વીતી ગયા પછી બરાબર અવાજ થઈ રહ્યો છે. 7 એપ્રિલે મંગળ રોવરએ ગ્રહની સપાટી પર એક અદ્ભૂત ફોટો લીધો જેમાં લાલ ગ્રહના આકાશમાં મેઘધનુષ્ય રચાયું હતું તેવું દ્રશ્ય જોવા મળી આવ્યું હતું. આ મામલે વૈજ્ઞાનિકોએ કહ્યું કે આવું ખરેખર આ ગ્રહ પર બની શકતું નથી કારણ કે ત્યાં તાપમાન ખૂબ ઓછું છે. તેથી ત્યાં પ્રવાહીમાં પાણીનું અસ્તિત્વ નથી. વૈજ્ઞાનિકોનું આ ઘટના પાછળ માનવું છે કે આ મંગળયાનનાં કેમેરાની તેજસ્વીતાને કારણે જોવા મળ્યું હતું.

જાણવા મળી રહ્યું છે કે નાસાનાં મોકલેલા આ રોવર મંગળના જેજીરો ખાડો પર ઉતર્યું છે જે ઘેરાયેલા વિશાળ ખડકો અને ઉંચા પટ્ટાઓથી ઘેરાયેલા છે. આ બાબતે વૈજ્ઞાનિકોનું માનવું છે કે એક સમયે અહીં નદી વહેતી હતી. મંગળ રોવર દ્વારા મળેલી આ માહિતી મુજબ હવે પાણીની હાજરી હોવાનું માનવમાં આવી રહ્યું છે તેમજ અહીં જીવનની શક્યતા વિશે પણ હવે શોધ કરવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *