Site icon News Gujarat

વિરાટ-આલિયાને આ અભિનેતાએ કહી દીધા આવા શબ્દો, લોકો પાસેથી ભીખ માગીને દાન શા માટે કરી રહ્યાં છો

દુનિયામાં કોરોનાએ આતંક મચાવ્યો છે. આ વાયરસે આર્થિક, માનસિક અને શારીરિક રીતે માણસોને તોડી નાખ્યાં છે. લોકોનાં કામ ધંધા બંધ પર ખરાબ અસર પડી છે જેથી આર્થિક સંકડામણ પણ જોવા મળી રહી છે. આ સાથે ઘણાં લોકો જરૂરીયાત મંદોની મદદ માટે આગળ આવ્યાં છે. આ સમયમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સ પણ મદદ માટે મેદાને આવ્યાં હોવાનાં સમાચાર મળતાં આવ્યાં છે. અભિનેતા કમલ રાશિદ ખાને (કેઆરકે)આ વિશે એક ટ્વિટ કરીને લખ્યું હતું કે અમિતાભ બચ્ચન સાહેબ તમે 100 ટકા સાચા છો. જો તમારી કેપેસીટી હોય તો તમે દાન કરો. જે પછી ટ્વીટર પર તેનાં પ્રત્યે લોકોનો આક્રોશ દેખાઈ રહ્યો છે. આ અગાઉ દેશભરમાં જ્યારે સ્થિતિ વધારે ખરાબ હતી ત્યારે સોનુ સુદ જરૂરીયાતમંદોને મદદ કરવા આગળ આવ્યો હતો અને બધાએ તેનાં આ કામને ખૂબ વખાણ્યું હતું.

image source

એક તરફ જ્યાં સોનુ સૂદ છેલ્લા એક વર્ષથી લોકોને મદદ કરી રહ્યો છે અને તેને જોયાં પછી અક્ષય કુમાર પણ ઘણી મદદ કરતો જોવા મળ્યો હતો. આ સિવાય ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્માએ પણ દેશને મદદ કરવા અભિયાન ચલાવ્યું છે જે અંગે અહી વાત થઈ રહી છે. તાજેતરમાં સામે આવેલાં એક રિપોર્ટ મુજબ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ કોરોના રાહત કાર્ય માટે 11 કરોડ રૂપિયા જમા કર્યાં છે. આ સાથે આલિયા ભટ્ટ પણ તેની સાથે જોડાયેલી માહિતી સોશિયલ મીડિયા પર શેર કરવાનું કામ સતત કરી રહી છે. આવી સ્થિતિમાં અભિનેતા કમલ રાશિદ ખાને એક ટ્વીટ કરી વિવાદ છેડ્યો છે.

image source

તેણે ટ્વીટ કરી લખ્યું હતું કે અમિતાભ બચ્ચન સાહેબ તમે 100 ટકા સાચા છો. જો તમારે દાન કરવાની કેપેશિટી હોય તો તમે તે જરૂર કરો નહિંતર શાંતિથી બેસો. તમે લોકો પાસે દાન માટે શું કામ ભીખ માંગી રહ્યાં છો. આલિયા ભટ્ટ અને વિરાટ કોહલી કંઈ સમજાયું કે? લખીને તેં બંનેને પણ નિશાને લીધા હતાં. જો કે લોકોને કેઆરકેનું આ ટ્વિટ બિલકુલ ગમ્યું નહીં અને તેના આ ટ્વીટ વિશે ઘણી નીંદા થઈ રહી છે. કેઆરકેના આ ટ્વીટ પર લોકો સતત કમેન્ટ પણ કરી રહ્યાં છે અને તેની આ વાતોને ખોટી કહી રહ્યાં છે.

image source

મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ 7 કરોડ રૂપિયા જમા કરાવવાનું લક્ષ્ય રાખ્યું હતું પરંતુ સાથે મળીને તેઓએ આ કરતા વધારે રૂપિયા એકત્રિત કરી લીધાં છે. ખુદ કોહલી અને અનુષ્કાએ બે કરોડ રૂપિયા આમાં આપ્યા છે. આ અભિયાનમાંથી એકત્રિત થયેલ નાણાં કોરોના રાહત કાર્ય માટેના એક્ટ ગ્રાન્ટને આપવામાં આવ્યા છે. વિરાટ અને અનુષ્કાની આ ઝુંબેશમાં એમપીએલ સ્પોર્ટસ ફાઉન્ડેશને 5 કરોડ રૂપિયા પણ આપ્યા હતા.

image source

તાજેતરમાં કોરોનાને હરાવનાર આલિયા ભટ્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે કોરોના સંક્રમણનાં દર્દને ખૂબ સારી રીતે સમજુ છે તેથી જ્યારે કોરોના દર્દીઓ હોસ્પિટલ અને ઓક્સિજન માટે હેરાન થઈ રહેલા દર્દીઓ માટે આલિયા સામાજિક કાર્ય દ્વારા મદદ કરી રહી છે. તાજેતરમાં જ આલિયાએ મહારાષ્ટ્રથી પંજાબ સુધીના આશરે 8 સ્થળોનાં હેલ્પલાઈન નંબર સાથે એનજીઓનાં નંબર પણ શેર કર્યા છે જ્યાં કોરોના સંક્રમણ થયેલાં લોકોની સારવાર થઈ રહી છે.

Exit mobile version