ફેસબુક પર જાસુસી કરનાર વ્યક્તિને તમે પકડી પાડો આ રીતે, જાણી લો આ સરળ ટ્રિક

ફેસબુક પર તમારી પ્રોફાઇલ જોઈને કોણ જાય છે. તેના વિશે જાણવા માટે ઘણા બધા લોકોને ખુબ જ વધારે ઉત્સુકતા હોય જ છે પરંતુ, આ અંગે જાણવાનો કોઈ ચોક્કસ માર્ગ હોતો નથી. કેટલીક થર્ડ પાર્ટીના એપ્લિકેશન્સ દ્વારા આ વિકલ્પ આપવામાં આવે છે પરંતુ, તેમની પ્રમાણિકતા પર કેટલાક સવાલ ઉઠાવવામાં આવે છે.

image source

તે માટે આજે, અમે તમને બતાવીશું કે તમને કેવી રીતે ખબર પડશે કે તમારી પ્રોફાઇલની મુલાકાત કેટલાએ અને કોણે લીધી છે. એટલું જ નહીં, આ જાણવામાં માટે તમારે કોઈ થર્ડ પાર્ટી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની પણ જરૂર નહીં પડે અને તમે ખૂબ જ સરળતા પૂર્વક શોધી શકશો કે તમારી જાસૂસી કોણ કોણ કરી રહ્યું છે?

આ સ્ટેપને અનુસરો :

image source

તમારા મોબાઈલમાં સૌ પ્રથમ ફેસબુકના પેજને ઓપન કરો. તે ઓપન થાય એટલે તેની જમણી બાજુ ક્લિક કરો. તેમાં તમે વ્યુ પેજ સોર્સનો વિકલ્પ જોવા મળશે. ત્યાર બાદ તેના પર ક્લિક કરવું. તેમાં નવું પેજ ખોલ્યા પછી કન્ટ્રોલ + એફ કમાંડ આપવું. આ કમાન્ડ આપતાની સાથે જ એક સર્ચ બોક્સ રાઈડ સાઈડ ખુલશે.

જેમાં તમારે બડી_આઈડી તેમાં સર્ચ કરી તેમાં ગોતવાની જરૂર છે. તેમાં તમને બડી_આઈડી ની સમકક્ષ એક પંદર અંકનું આઈડી ડીજીટ જોવા મળશે. ત્યારબાદ તેની કોપી કરી લો. આવું કર્યા પછી Facebook.com/15-digit ID આ લીંક ઓપન કરવી. આમ, કરવાથી તેમાં તમને તમારા પ્રોફઈલ જોનાર વ્યક્તિનું આઈડી ઓપન થયેલું જોવા મળશે. તેમાં તમને ખબર પડશે કે તમારું ફેસબુકના પ્રોફાઈલ કોણે કોણે જોયું છે.

image source

કોરોના જેવી બીમારીમાં ઓક્સિજન આપવાના નામે છેતર્યાની અનેકવિધ પોલીસ ફરિયાદ નોધવામાં આવી છે. ઓક્સીજન આપવાના નામે ઘણા લોકોએ છેતર્યા હતા. ત્યારબાદ સરકાર દ્વારા આ સમસ્યાનુ શોધવા માટે એક નવતર પ્રયોગ હાથ ધરવામા આવ્યો.

ફેસબુકે મિલાવ્યો સરકાર સાથે હાથ

image source

ફેસબુકે ભારત દેશમાં તેની મોબાઇલ એપ્લિકેશન પર વેક્સિન ફાઇન્ડર ટૂલ લાવી રહ્યું છે. આ સાધન લોકોને તેમની પાસે રહેલા રસી કેન્દ્ર વિશે માહિતી મેળવવા માટે ખુબ ઉપયોગી બનશે. ફેસબુકે આ અઠવાડિયાની શરૂઆતમાં કોરોના જેવા રોગચાળાને ધ્યાનમાં રાખીને ભારતમાં તાત્કાલિક દસ મિલિયન ડોલરની સહાયની જાહેરાત કરી હતી.

ભારતમાં ફેસબુકની મોબાઇલ એપ્લિકેશનમાં વેક્સિન ફાઇન્ડર ટૂલ ઉપલબ્ધ થશે. તેને ૧૭ જેટલી ભાષાઓમાં બતાવવામાં આવશે. આ સાધનનો ઉપયોગ લોકો નજીકના રસી કેન્દ્ર શોધવામાં તેની ખુબ મદદ કરશે.