બાળકનું નામ તેના જીવન પર પાડે વિશેષ પ્રભાવ, જાણો નામ પાડતા પહેલા કઇ-કઇ બાબતોનું રાખશો ખાસ ધ્યાન…

મિત્રો, આપણાહિન્દુ ધર્મના સોળ સંસ્કારોમા નામકરણની વિધિ એ ખૂબ જ મહત્વપૂર્ણ આને અસરકારક માનવામા આવી રહી છે. હાલ, પ્રવર્તમાન સમયમા આધુનિકતાનુ પ્રમાણ વધવાના કારણે લોકો ઇન્ટરનેટનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે પરંતુ, શું તમને ખ્યાલ છે કે, અમુક ધાર્મિક માન્યતાઓ મુજબ બાળકના નામની અસર તેના સ્વભાવ, કાર્યો અને તેના જીવન પર પણ થઇ શકે છે, તો ચાલો આ અંગે હજુ થોડી વિસ્તૃત માહિતી મેળવીએ.

नवजात शिशु का नाम रखने से पहले ध्यान रखें ये बातें (प्रतीकात्मक चित्र)
image source

તમારુ નામ એ ફક્ત તમારી ઓળખ બતાવવા માટે જ નહી પરંતુ, તે તમારા સારા ભાગ્ય, સારા સ્વાસ્થ્ય, પૈસા વગેરેની ચાવી છે. તેથી, નામ હમેંશા ખૂબ જ સમજીને વિચારપૂર્વક રાખવુ જોઈએ. તમારા બાળકનુ નામ રાખતા પહેલા તમારે અમુક વસ્તુઓનુ ધ્યાન અવશ્યપણે રાખવુ જોઈએ. તો ચાલો જાણીએ બાળકનું નામકરણ કરતા પહેલા કઈ-કઈ બાબતોનુ ધ્યાન રાખવુ મહત્વનું છે?

नाम का पहला अक्षर होता बहुत महत्वपूर्ण (प्रतीकात्मक चित्र)
image source

કોઈપણ બાળકના નામનો પહેલો અક્ષર ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ કોઈપણ બાળકના નામનો પહેલો અક્ષર તેના જન્મ સમય અને નક્ષત્રોની સ્થિતિને ધ્યાનમા રાખીને બનાવવામા આવે છે. આ જ કારણોસર બાળકના નામકરણ પછી તમે સૂચવેલ નામની માત્રા અનુસાર ઇન્ટરનેટ પરથી નામ શોધી શકો છો. આ નક્ષત્રોને નામકરણ સમારોહ માટે ખુબ જ શુભ અને અગત્યના માનવામાં આવે છે,

नामकरण संस्कार के लिए शुभ नक्षत्र (प्रतीकात्मक तस्वीर)
image source

આપણા હિંદુ ધર્મમા કોઈપણ સારા કાર્ય માટે શુભ સમયની ખુબ જ વિશેષ સાર-સંભાળ લેવામા આવે છે. અનુરાધા, પુણવસુ, મગ, ઉત્તરા, ઉત્તરાષધ, ઉત્તરાભદ્ર, શતાભિશા, સ્વાતિ, ધનિષ્ઠા, શ્રવણ, રોહિણી, અશ્વિની, મૃગાશીર, રેવાથી, હસ્ત અને પુષ્ય નક્ષત્રને નામકરણની ક્રિયા માટે ખુબ જ શ્રેષ્ઠ માનવામા આવે છે.

મોટાભાગના લોકો નામકરણની વિધિ બાળકના જન્મ પછીના અગિયારમા દિવસે કરવામાં આવે છે પરંતુ, આ બાબતને હમેંશા ધ્યાનમાં રાખો કે, નામકરણના શુભ પ્રસંગના દિવસે પૂર્ણ ચંદ્ર અને અમાવસ્યા તિથિ ના હોય. આજના સમયમાં લોકો નવા નામ વિશે ખૂબ જ ઉત્સાહિત હોય છે.

ऐसे रखें अपने बच्चे का नाम (प्रतीकात्मक तस्वीर)
image source

એવુ માનવામાં આવે છે કે, વ્યક્તિ પોતાના નામ પ્રમાણે જ પ્રકૃતિ ધરાવે છે. તેથી, બાળકનું નામ આપતા પહેલા તેનો અર્થ ખુબ જ સારી રીતે જાણીતો હોવો જોઈએ. કોઈપણ વ્યક્તિનુ નામ તેની એક વિશેષ ઓળખ બને છે અને તે આપણા સમગ્ર જીવનને અસર કરે છે માટે નામકરણ કરતા સમયે એ બાબતને અવશ્ય ધ્યાનમા રાખવી કે, કોઈપણ પ્રકારની ભૂલ ના થાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!