ક્યાંક કુતરાના ખોરાકનો ટેસ્ટ કરવાનો, તો ક્યાંક સાંપનું ઝેર કાઢવાનું, જાણો દુનિયાની આ વિચિત્ર નોકરીઓ વિશે

આજે અમે તમને આ લેખમાં એવી ઘણી નોકરીઓ વિશે જણાવીશું જેના વિશે જાણી ને તમે હેરાન થઈ જશો. આ દુનિયામાં દરેક લોકો માટે રોટી કપડાં અને મકાન ખૂબ જ જરૂરી હોય છે. આ જરૂરતો પૂરી કરવા માટે વ્યક્તિ ને પૈસા ની જરૂર પડે છે, અને પૈસા કમાવા માટે ગામડા થી લઈ શહેર સુધી, એક રાજ્યથી લઈ બીજા રાજ્ય સુધી અને ક્યારેક તો એક દેશ થી બીજા દેશ સુધી લોકો જતાં હોય છે.

તેઓ કામ કરી ને માત્ર પૈસા જ નથી કમાતા પણ સાથે સાથે પોતાનો પણ વિકાસ કરે છે. તે પોતાના જીવનને સારું બનાવવા માટે કોઈ પણ રોજગાર સાથે જોડાઈ જાય છે. આમ તો દેશ વિદેશમાં લોકો ને ઘણી નોકરીઓ મળી જતી હોય છે, પણ આજે અમે તમને એવી નોકરીઓ વિશે જણાવીશું જેના વિશે જાણીને તમે હેરાન થઈ જશો.

ટ્રેનમાં ધક્કો મારવાની નોકરી :

image source

જાપાનમાં એક નોકરી એવી પણ છે, જેમાં સ્ટાફે ટ્રેનમાં લોકો ને ધક્કો મારવાનો હોય છે. કારણ કે અહિયાંની ટ્રેનો એકદમ ભરચક હોય છે, જેના કારણે ટ્રેનના દરવાજા બંધ નથી થતાં. જેના કારણે આ ભીડને ધક્કો મારી, ટ્રેનનો દરવાજો બંધ કરવાની નોકરી હોય છે.

સાંપનું ઝેર કાઢવું :

image source

ઝેરીલા સાંપનું ઝેર કાઢવું અને તેને ભેગું કરવું, એ એકદમ સરળ નથી. પણ આ માટે પણ નોકરીઓ મળે છે. જેમાં એક બોટલમાં સાંપના ઝેર ને જમા કરવાનું હોય છે. જેનો ઉપયોગ દવા બનાવામાં માટે થાય છે.

કુતરાનું જમવાનું ટેસ્ટ કરવાનું :

image source

આ નોકરી વિશે જાણીને તમને થોડુંક વિચિત્ર લાગે છે. જેમાં કુતરાનું જમવાનું બનાવટી કંપનીઓ તે જમાવનું ટેસ્ટ કરવા માટે લોકો ને નોકરીઓ આપે છે. તમારે માત્ર એ જમવાનું કેવું છે, તેના વિશે તમારે જણાવવાનું.

સુવાની નોકરી :

image source

અમુક દેશોમાં માત્ર સુવા ની નોકરી આપવામાં આવે છે. જેમાં માત્ર લોકો એ સુવાનું હોય છે, અને તેના બદલે તેમને યોગ્ય પૈસા આપવામાં આવે છે. ફિનલેન્ડમાં એક હોટેલે પોતાના રૂમ અને પલંગમાં કેવી ઊંઘ આવે છે, તે ચેક કરવા માટે થઈને પ્રોફેશનલ્સ લોકોને નોકરી પર રાખ્યા હતા.

રોવાની નોકરી :

image source

દુનિયામાં ઘણા એવા દેશો છે, જ્યાં રોવાની નોકરી આપવામાં આવે છે. ભારતમાં પણ આવી રીતે ઘણી જગ્યાએ રોવા ની નોકરી આપવામાં આવે છે. ભારતમાં કોઈ વ્યક્તિ ના મરણ બાદ રોવા માટે મહિલાઓ ને પૈસા આપી બોલાવવામાં આવે છે.