આવી વસ્તુઓ ખિસ્સામાં રાખવાથી નથી ટકતા પૈસા, આજે જાણો પૈસાની સમસ્યા દુર કરવાથી લગતા આ વાસ્તુ નિયમો

મિત્રો, દરેક વ્યક્તિ આર્થિક રીતે સંપન્ન અને સમૃદ્ધ બની રહેવા ઇચ્છે છે. સૌ કોઇની એવી ઇચ્છા હોય છે કે, તેનુ ખિસ્સુ હંમેશા રૂપિયાથી ભરાયેલુ જ રહે પરંતુ, નાણાન આગમનની સ્થિતિ હંમેશા એક જ જેવી રહે તે વાત શક્ય નથી. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે રૂપિયા રાખવાની રીત એ ઘણી હદ સુધી દર્શાવે છે કે, રૂપિયા ટકશે કે નહી.

image source

નાણાનો સંગ્રહ કરવાની રીત એ તમારી આર્થિક સ્થિતિને મજબૂત કરવામા ખુબ જ મદદરૂપ સાબિત થાય છે, શું તમે આ વાત જાણો છો? જો તમે તમારા નાણાનો સંગ્રહ યોગ્ય રીતે કરતા નથી તો તમારે આવનાર સમયમા અનેકવિધ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આજે આ લેખમા અમે તમને ઘરમા બરકત કેવી રીતે લાવવી તે માટેની અમુક વાસ્તુ ટિપ્સ વિશે જણાવીશુ, તો ચાલો જાણીએ.

image source

વાસ્તુશાસ્ત્ર મુજબ વોલેટમા અમુક વસ્તુઓને રાખવી અત્યંત અશુભ માનવામા આવે છે. જો તમે આ વસ્તુઓને ખિસ્સામા રાખો તો તેના કારણે પર્સમા રૂપિયા ટકતા નથી. આ સાથે જ ખર્ચ પણ વધી જાય છે. તો ચાલો આજે વાસ્તુ મુજબ જાણીએ કે, કઇ વસ્તુઓ ખિસ્સામા રાખવાથી તમારી પાસે રૂપિયા નથી ટકતા.

image source

વાસ્તુ મુજબ લોકોએ પોતાના વોલેટમા જૂની રિસિપ્ટ અને બિલ રાખવાનુ ટાળવુ જોઈએ. તેનાથી પર્સમાં ધન ટકતુ નથી. વાસ્તવમા જૂના પેપર્સ અને રદ્દી પર રાહુ નો પ્રભાવ જોવા મળે છે, તેથી કોઇ રિસિપ્ટ અથવા કાગળને પર્સમા ના રાખવા જોઇએ.

image source

ખિસ્સામા રાખવામા આવતા વોલેટમા કોઈપણ પ્રકારન લોખંડની વસ્તુ જેમકે, ચાકુ અથવા તો બ્લેડ ના રાખવી જોઈએ. આ સિવાય જો તમે વોલેટમા દવાઓ રાખો તો તે પણ શુભ નથી માનવામા આવતી. તેના કારણે તમાર ખિસ્સામા એકપણ રૂપિયો ટકતો નથી.

image source

આ સિવાય વોલેટ ક્યારેય પણ ફાટેલુ કે ખરાબ ના હોવુ જોઇએ. આ પ્રકારનુ ફાટેલુ વોલેટ એ તમારા પર આર્થિક સંકટ લાવી શકે છે. તેથી જો તમારુ વોલેટ ફાટી જાય તો તેને તુરંત જ બદલી નાખો. આ સિવાય ધનને હમેંશા સુવ્યવસ્થિત રીતે રાખવુ જોઇએ.

image source

વાસ્તુ મુજબ જો તમાર ઘરમાં સિક્કા અહીં-તહીં પડ્યા રહેતા હોય તો તમારા પર દેવુ વધી શકે છે. આ સિવાય વોલેટમા મુકેલા સિક્કાનો અવાજ પણ ના આવવો જોઇએ નહીતર તમારા પર આર્થિક સંકટો આવી શકે છે અને તમારી આર્થિક સ્થિતિ પણ નબળી પડી શકે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ