અમદાવાદમાં કોરોનાને લીધે સ્થિતિ બની ભયજનક, દિવસે બે ગણા તો રાત્રે ચાર ગણા દર્દીઓ ઉભરાઈ રહ્યા છે

કોરોનાની બીજી લહેરે સમગ્ર દેશમાં કોહરામ મચાવી દીધો છે. એવામાં કોરોનાને કારણે અમદાવાદની સ્થિતિ પણ દિવસેને દિવસે ભયાનક બનતી દેખાઈ રહી છે, જેમાં હવે મોટી મોટી હોસ્પિટલમાં પણ બેડ ફુલ થઈ ગયાં છે.

image source

તમને જણાવી દઈએ કે કોરોના દર્દીઓમાં નાના-મોટા દરેક સામેલ છે, ત્યારે હવે તેમને ક્યાં એડમિટ કરવા એ મોટો પ્રશ્ન છે.તો બીજી બાજુ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં રોજ જ કોરોનાના કેસમાં વધારો નોંધાઇ રહ્યો છે જેના કારણે એમ્બ્યુલન્સને વેઈટિંગમાં ઊભી રાખવી પડે છે. તો હવે આ પરિસ્થિતિને પહોચી વળવા કોરોના દર્દીઓને હવે અમદાવાદ નજીકની હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવે એવી સ્થિતિ છે.

image source

કોરોનાએ જ્યારે અમદાવાદને બરાબર એના પર્કોપમાં જકડી લીધું છે ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 1200 બેડની હોસ્પિટલનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં 15થી વધુ એમ્બ્યુલન્સ વેઇટિંગમાં હોય એવાં દૃશ્યો દેખાઈ રહ્યાં છે.

હવે આવી સ્થિતિમાં પ્રશ્ન એ ઉદભવે છે કે જ્યારે આ દર્દીઓ એમ્બ્યુલન્સમાંથી બહાર ઊતરે ત્યારે એમને કયો બેડ આપવો એ માટે હોસ્પિટલ તંત્ર મૂંઝવણમાં મુકાઈ ગયું છે..

image source

તમને જણાવી દઈએ કે બે દિવસ પહેલાં રાજ્યની સૌથી મોટી કોરોના 1200 બેડ સિવિલ હોસ્પિટલમાં ગ્રાઉન્ડ રિપોર્ટ કરવામાં આવ્યો હતો, જેમાં એક દિવસમાં 12 કલાકમાં જ 17 ડેડબોડી બહાર નીકળી હતી. આ સમયે મૃતયુ પામનારના પરિવાર જનો કહેતાં હતાં કે હજી રાત્રે તો દર્દી સાથે વાત થઈ છે અને સવારે અમને ફોન આવ્યો કે તમારા સ્વજનનું મોત થયું છે.

તો બીજી બાજુ ડેડબોડી નિકાલ કરવાના સમયે એક એમ્બ્યુલન્સ બહાર જાય અને બીજી એમ્બ્યુલન્સ તૈયાર હતી. આ દૃશ્ય કોરોનાનું સ્વરૂપ કેટલું ભયાનક થઈ ગયું છે એ દર્શાવતું હતું.

image source

અમદાવાદના સિવિલ કેમ્પસની હોસ્પિટલમાં હવે કોરોનાના વધતા દર્દીઓના કારણે ધીમે ધીમે બેડ ભરાઈ રહ્યાં છે, જેને કારણે હવે કોરોનાના નવા દર્દી માટે શું કરવું એ ચિંતાનો વિષય બન્યો છે. આ માટે આજે ગુજરાતના ડેપ્યુટી સીએમ નીતિન પટેલ અમદાવાદ સિવિલ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા.

દુઃખદ વાત એ છે કે ડેડબોડીનું વેઇટિંગ રૂંવાળા ઉભા કરી દે તેવું હતું એ સાથે જ મૃતકના સ્વજનોના રોકકળ કરતા ચહેરા જોવા પણ એટલું જ કરુણ દ્રશ્ય ઉભું કરી રહ્યા હતા. હોસ્પિટલમાં વેઇટિંગ સુધી તો ઠીક પણ ડેડબોડી મળ્યા પછી અંતિમ્ સંસ્કાર માટે પણ વેઇટિંગ જોવા મળ્યું હતું.

image source

ગુજરા રાજ્યમાં કોરોનાના કેસ દરરોજ નવા રેકોર્ડ નોંધાવી રહ્યા છે. એક બાજુ પોલીસને કડક કાર્યવાહી કરવાના આદેશ કર્યા છે તો બીજી બાજુ, કોરોનાનો ગ્રાફ ટોચ પર છે.

તમને જણાવી દઈએ અમદાવાદ અને સુરતમાં કોરોના સંક્રમણના કેસો સતત વધી રહ્યા છે, જો એ સ્થિતિ જ રહી તો આગામી દિવસોમાં તમામ હોસ્પિટલ ફુલ થઈ જશે.

હાલ કોરોનાને કાબૂમાં લેવા અને દર્દીઓની સારવાર માટે સરકાર પ્રયાસો કરી રહી છે. એની સામે કોરોનાને કારણે થતાં મોતના આંકડા ગંભીર રીતે વધી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *