જો તમે પણ ઘરમાં ગરોળીથી ત્રાસી ગયા છો તો આ ઉપાય છે અસરકારક, જાણો અને ભગાડી દો ઘરમાંથી

મિત્રો, ઘણા લોકો ગરોળી ઘરમા હોવાનુ અત્યંત શુભ માને છે પરંત, તમને જણાવી દઈએ કે, ગરોળી એ એકમાત્ર એવુ જીવ છે કે, જેનાથી તમને અનેકવિધ પ્રકારના નુકશાન પણ થઈ શકે છે. આ કારણોસર લોકો ગરોળીને ઘરની બહાર કાઢવા માટેના પૂરતા પ્રયાસો કરે છે પરંતુ, કાઢી નથી શકતા.

image source

ગરોળી એ પ્રત્યક્ષ રીતે તમને કોઈપણ પ્રકારનુ નુકસાન પહોંચાડી શકતી નથી પરંતુ, તેનુ મળ એ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જીવલેણ સાબિત થઇ શકે છે, તેથી આજે અમે તમને એક એવા ઉપાય વિશે જણાવીશુ કે, જેનાથી તમે ગરોળીને તમારા ઘરથી ખુબ જ સરળતાથી બહાર કાઢી શકશો.

image source

મોર એ આપણા દેશનુ રાષ્ટ્રીય પક્ષી છે પરંતુ, શું તમને ખ્યાલ છે કે, તેના પીછાનો ઉપયોગ કરીને તમે તમારા ઘરની ગરોળીઓને દૂર ભગાડી શકો છો. જૂના જમાનામા લોકો મોર પંખને પોતાના ઘરની દિવાલ પર લટકાવતા હતા કે, જેથી ગરોળી તેમના ઘરથી દૂર રહે.

આ સિવાય ડુંગળીમા પુષ્કળ માત્રામા સલ્ફર સમાવિષ્ટ હોય છે, તેની ગંધ એ ગરોળીને જરાપણ પસંદ આવતી નથી. જો તમે ડુંગળીને સ્લાઈસ રૂપે સમારીને ત્યારબાદ તેને દોરામાં બાંધી અને લાઈટ્સ વગેરેની પાસે લટકાવી દો. આમ, કરવાથી આવનારી ગરોળી તમારા ઘરથી દૂર રહેશે.

image source

આ ઉપરાંત ગરોળીને ડુંગળીની કોઈ સુગંધ પસંદ નથી હોતી. આ માટે તમને જ્યારે પણ ગરોળી આવવાની સંભાવના દેખાવા લાગે ત્યારે તે જગ્યાએ ડુંગળીની છાલ રાખી દો, આમ કરવાથી ત્યા ગરોળી નહિ આવે. આ સિવા ઈંડાની છાલથી પણ ગરોળી તમારાથી દુર ભાગી શકે છે. ગરોળીને તેની સુગંધ જરાપણ નથી ગમતી.

image source

આ સિવાય ઈંડાની છાલને પણ બારી-દરવાજા પર રાખવામા આવે તો ગરોળી એ ઘરમા પ્રવેશી નથી શકતી, આ સિવાય જો તમે મરી પાવડરના ઉપયોગથી પણ ઘરમા રહેલી ગરોળીને દૂર કરી શકો છો. મરી પાવડર પાણી સાથે મિક્સ કરીને ઘરની દિવાલો પર છાંટવામા આવે તો તમને ઘરમા ગરોળીની સમસ્યાથી તુરંત મુક્તિ મળશે.

image source

આ સિવાય જો તમે કોફી પાવડરને તમાકુ પાવડરની સાથે મિક્સ કરી અને તેની નાની-નાની ગોળીઓ બનાવીને ત્યા રાખી દો તો તમારે ક્યારેય પણ ગરોળીઓની સમસ્યાથી હેરાન થવુ પડશે નહિ. આ સિવાય ગરોળીને દૂર ભગાડવા માટે એક બોટલમાં ડુંગળીના રસની સાથે અમુક લસણના રસના ટીંપા ઉમેરી તેને મિક્સ કરી ત્યારબાદ આ રસ ગરોળી જે જગ્યાએ આવે છે ત્યા છાંટવામા આવે તો તે તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. તો એકવાર આ ઉપાય અવશ્ય અજમાવો, ધન્યવાદ!

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!